દિવાળી પહેલા હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. મહિનાની પ્રથમ તારીખ એટલે કે 1 નવેમ્બર 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં સિલિન્ડર 10 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે ચેન્નઈમાં તેની કિંમત 11.50 રૂપિયા વધી છે.
જોકે ઘરેલું રસોઈમાં ઉપયોગ થનાર 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો 1 નવેમ્બરથી લાગૂ કરવામાં આવી છે. અલગ-અલગ શહેરોમાં કિંમતોમાં સામાન્ય અંતર જોવા મળે છે. દિલ્હીમાં 19 કિલોનો સિલિન્ડર હવે 2820 રૂપિયાનો થઈ ગયો છે. મુંબઈમાં તેની કિંમત 2774.50 રૂપિયા અને કોલકત્તામાં 2964 રૂપિયા પહોંચી ગઈ છે. અમદાવાદમાં કોમર્શિયલ સિલિન્ડર હવે 2842 રૂપિયાનો થઈ ગયો છે.
ચેન્નઈમાં સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઈ 2994.50 રૂપિયાનો થઈ ગયો છે. તો બેંગલુરૂમાં 10 રૂપિયાના વધારા બાદ હવે કોમર્શિયલ સિલિન્ડર માટે 2908 રૂપિયા ચુકવવા પડશે.
| શહેરનું નામ | કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ |
| દિલ્હી | 2,820 રૂપિયા પ્રતિ 19 કિલોગ્રામ |
| મુંબઈ | 2,774.50 રૂપિયા પ્રતિ 19 કિલોગ્રામ |
| ચેન્નઈ | 2,994.50 રૂપિયા પ્રતિ 19 કિલોગ્રામ |
| કોલકત્તા | 2,964 રૂપિયા પ્રતિ 19 કિલોગ્રામ |
| બેંગલુરૂ | 2,908 રૂપિયા પ્રતિ 19 કિલોગ્રામ |
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ કારોબારમાં થાય છે. તેવામાં કિંમત વધવાથી વેપારીઓનો ખર્ચ વધી શકે છે. જે દુકાનો અને રેસ્ટોરન્ટમાં દરરોજ ઘણા સિલિન્ડરનો ઉપયોગ થાય છે, તેના માટે નાનો વધારો પણ મહિને મોટો ખર્ચ બની શકે છે.
કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થવાં છતાં એલપીજી ગ્રાહકો માટે રાહતની વાત છે. 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમતમાં 1 નવેમ્બરે કોઈ ફેરફાર થયો નથી. એટલે કે ઘરમાં ભોજન બનાવવા માટે ઉપયોગ થનાર સિલિન્ડરનો ભાવ હાલ સ્થિર છે.