• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /બેંક ખાતા વગર પણ મોકલી શકાશે 50,000 રૂપિયા! મની ટ્રાન્સફર માટે RBIનો નવો નિયમ

બેંક ખાતા વગર પણ મોકલી શકાશે 50,000 રૂપિયા! મની ટ્રાન્સફર માટે RBIનો નવો નિયમ

RBI એ ઘરેલું મની ટ્રાન્સફર માટે નવા નિયમ જારી કર્યાં છે. હવે તમે બેંક બ્રાન્ચમાં રોકડ આપી 50,000 રૂપિયા સુધી NEFT કરી શકો છો. જાણો એટીએમ, બેન્કિંગ એજન્ટ અને કેશ પેમેન્ટની નવી લિમિટ શું છે.

Written ByGokani Dhaval
Published: Nov 12, 2026, 11:39 AM IST|Updated: Nov 12, 2026, 11:42 AM IST
joinshare
બેંક ખાતા વગર પણ મોકલી શકાશે 50,000 રૂપિયા! મની ટ્રાન્સફર માટે RBIનો નવો નિયમ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો તમે પણ કોઈ બીજા શહેરમાં કે તમારા પરિવારજનોને પૈસા મોકલો છો તો RBI નો નવો નિયમ ઉપયોગી થઈ શકે છે. RBI એ ઘરેલું મની ટ્રાન્સફર સાથે જોડાયેલા નિયમોને એક જગ્યાએ કરી દીધા છે. તેમાં બેંક બ્રાન્ચથી કેશ આપી NEFT દ્વારા 50,000 રૂપિયા સુધી મોકલવાની સુવિધા જારી રાખવામાં આવી છે. જોકે એટીએમ અને બેંકિંગ કોરસપોન્ડન્ટ પૈસા મોકલવાની લિમિટ અલગ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ નવા નિર્દેશ 11 નવેમ્બર 2026થી લાગૂ થઈ ગયા છે. આમ તો રિઝર્વ બેંકએ પૈસા મોકલવાની લિમિટમાં કોઈ વધારો કર્યો નથી. જૂના નિયમને એક સાથે લાવી તેની શરતો અને સુરક્ષા વ્યવસ્થાને સ્પષ્ટ કરી છે.

શું છે RBI ના નવા નિયમ?

RBI ના નિર્દેશો પ્રમાણે કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં જઈને કેશ દ્વારા બીજા વ્યક્તિના બેંક ખાતામાં NEFT થી વધુમાં વધુ 50,000 રૂપિયા મોકલી શકે છે. તે માટે જરૂરી નથી કે પૈસા મોકલનાર પાસે તે બેંકમાં ખાતું હોય. એટલે કે તમે કોઈ બીજી બેંકના ગ્રાહક છો ત્યારે પણ બેંકની બ્રાન્ચમાં જઈ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

આ સુવિધા તે લોકો માટે વધુ કામની છે જે ડિજિટલ પેમેન્ટ કે ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરતા નથી અને રોકડ દ્વારા પૈસા મોકલે છે.

આ પણ વાંચોઃ "બાકી AI ટૂલ્સ જેવું જ હશે..." CA મુકેશ જૈને Kwala Intel ટ્રાય કર્યું તો મળ્યો ચોંકાવનારો અનુભવ!

કેટલા પૈસા મોકલી શકશો?

RBI એ બિઝનેસ કોરસપોન્ડન્ટ એટલે કે બેન્કિંગ એજન્સ અને એટીએમ દ્વારા થનાર કેશ ટ્રાન્સફરની પણ લિમિટ રાખી છે. જો કોઈ વ્યક્તિ બેન્કિંગ એજન્ટ કે એટીએમમાંથી ખાતામાં પૈસા મોકલે છે તો એક સાથે 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. તેની માસિલ લિમિટ 25000 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.

તો જો કોઈ વ્યક્તિ એવી વ્યક્તિને પૈસા મોકલે છે, જેનું બેંક ખાતુ નથી તો એક ટ્રાન્ઝેક્શનમાં 10,000 રૂપિયા મોકલી શકાશે. એટલે કે આ નિયમ હેઠળ એક મહિનામાં કુલ 25000 રૂપિયા સુધી કેશ મળી શકે છે.

બેંક ખાતું નથી છતાં મળશે ફાયદો?

તેનાથી તેવા લોકો સુધી બેન્કિંગ સેવાઓ પહોંચશે જેની પાસે બેંક ખાતું નથી કે જેને સામાન્ય બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થાય છે. ખાસ કરી બીજા રાજ્યોમાં કામ કરનાર મજૂર અને પ્રવાસી કામદારો તેના દ્વારા પોતાના પરિવાર સુધી પૈસા પહોંચાડી શકે છે.

એવા લોકો એટીએમ, બિઝનેસ કોરસપોન્ડન્ટથી કેશ પ્રાપ્ત કરી શકે છે. તેને પૈસા લેવા માટે બેંક ખાતું હોવું જરૂરી રહેશે નહીં.

આ પણ વાંચોઃ આમ આદમીને ફટકો, RBI ફરી વધારશે રેપો રેટ! મોંઘવારી દરને લઈને SBIએ આપ્યું મોટું એલર્ટ

પૈસા મોકલતા પહેલા કરાવવું પડશે વેરિફિકેશન

RBI એ આ વ્યવસ્થામાં સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. રોકડ આપી બેંક ખાતામાં પૈસા મોકલનાર ગ્રાહકનો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર અને ઓળખના આધાર પર કરવામાં આવશે. આ સિવાય દરેક ટ્રાન્ઝેક્શન માટે Additional Factor of Authentication જરૂરી હશે.

બેંકને પૈસા મોકલનાર વ્યક્તિની જાણકારી NEFT કે IMPS ટ્રાન્ઝેક્શન મેસેજમાં સામેલ કરવી પડશે. સાથે ટ્રાન્ઝેક્શનની ઓળખ માટે અલગથી એક ઓળખ સંકેત પણ આપવો પડશે, જેથી કેશ દ્વારા મોકલવામાં આવેલા પૈસાને બીજા ટ્રાન્સફરથી અલગ ઓળખી શકાય.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News