SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Rate Today: દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી 1.92 લાખ, જાણો સોનાનો લેટેસ્ટ રેટ

Gold-Silver Rate: વૈશ્વિક બજારોમાં  અને ઘરઆંગણે કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બજાર ખુલતા જ જાણે કોહરામ મચી ગયો છે. IBJA પર  સોનું 1.41 લાખ અને ચાંદી 1.62 લાખ પર ખુલ્યા છે. લેટેસ્ટ રેટ ફટાફટ ચેક કરી લો.

Written By Viral Raval
Published: Oct 27, 2026, 01:25 PM IST | Updated: Oct 27, 2026, 02:00 PM IST
Image Credit: AI Generated Image
Join

વૈશ્વિક બજારમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો. બીજી બાજુ ઘર આંગણે વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ સોનું-ચાંદી ગગડ્યા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, મોંઘવારીની ચિંતા અને અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોને લઈને અનિશ્ચિતતાઓએ સોના અને ચાંદી પર દબાણ વધાર્યું છે. IBJA પર સોનું 628 રૂપિયા જ્યારે ચાંદી 2442 રૂપિયા જેટલી ઘટાડા સાથે જોવા મળી છે. MCX ઉપર પણ સોનું 1.42 લાખ અને ચાંદી 1.92 લાખ આસપાસ જોવા મળ્યા છે.

Gold Price Explainer: હાઈથી સોનું 34000 અને ચાંદી 1.91 લાખ સસ્તા થઈ ચૂક્યા છે, શું 1 લાખથી પણ નીચે જશે સોનાનો ભાવ?

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનું 628 રૂપિયા તૂટીને 141082 રૂપિયાની આસપાસ જોવા મળ્યું છે જે કાલે 141710 રૂપિયા પર બંધ થયું હતું. આ ઉપરાંત ચાંદીમાં મોટું  કરેક્શન છે. ભાવમાં 2442 રૂપિયા ઘટાડો થઈને આજે 192037 રૂપિયાની સપાટીએ પ્રતિ કિલો જોવા મળી છે. જે  કાલે 194479 રૂપિયા પ્રતિ  કિલો બંધ થઈ હતી.

આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ  દિવસમાં બેવાર જાહેર થાય છે. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે એસોસિએશન નવા ભાવ જાહેર કરતું નથી. તેના  ભાવ દેશભરમાં માન્ય છે.

કેરેટ પ્રમાણે ભાવ

વાયદા બજારના  ભાવ

MCX પર બપોરે એક વાગ્યાની આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.43 ટકાના ઘટાડા સાથે 142456 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.90 ટકાના ઘટાડા સાથે 192075 રૂપિયાના ભાવે જોવા મળી છે.

EPFO Pension Hike: ખાનગી નોકરિયાતને મળશે સારા સમાચાર! વધી શકે છે ન્યૂનતમ પેન્શન

વૈશ્વિક બજારમાં ભાવ

કોમેક્સ પર સોનું છેલ્લે 4016.50 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 52.870 ડોલર પ્રતિ ઔંસ પર જોવા મળ્યા છે. સોના અને ચાંદી પર આટલું દબાણ આવવાનું શું કારણ છે તેના ઉપર પણ એક નજર  ફેરવો.

કેમ સતત ગગડી રહ્યા છે સોના-ચાંદીના  ભાવ

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES