• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દૂધ બાદ હવે ગુજરાતમાં છાણથી હરિત ક્રાંતિ: બનાસ ડેરીનું બાયો-CNG મોડેલ બન્યું આત્મનિર્ભર ભારતનું પ્રતિક

દૂધ બાદ હવે ગુજરાતમાં છાણથી હરિત ક્રાંતિ: બનાસ ડેરીનું બાયો-CNG મોડેલ બન્યું આત્મનિર્ભર ભારતનું પ્રતિક

Gandhinagar News: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે ભારતનાં અંતરિયાળ ગામડાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન તરફ દોરી જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે. બનાસકાંઠામાં આજે ચાર બાયો સીએનજી દ્વારા દૈનિક 340 ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. ગોબરના સદુપયોગથી ભવિષ્યમાં 200 જેટલા પ્લાન્ટ્સ બનાવવાનું લક્ષ્યાક છે. ગોબરમાંથી બનતો બાયો-સીએનજી સામાન્ય સીએનજીના દરો કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ છે.

Written ByKinjal Patel
Published: Oct 27, 2026, 02:17 PM IST|Updated: Oct 27, 2026, 02:26 PM IST
joinshare
દૂધ બાદ હવે ગુજરાતમાં છાણથી હરિત ક્રાંતિ: બનાસ ડેરીનું બાયો-CNG મોડેલ બન્યું આત્મનિર્ભર ભારતનું પ્રતિક

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સાંધાના દુ:ખાવાથી પીડાતા હોવ તો આ 5 ફૂડ ભોજનમાં સામેલ કરો, દુ:ખાવામાં મળી શકે રાહત

સાંધાના દુ:ખાવાથી પીડાતા હોવ તો આ 5 ફૂડ ભોજનમાં સામેલ કરો, દુ:ખાવામાં મળી શકે રાહત

2

અભિષેક શર્માની વિસ્ફોટક સદી, ત્રીજી ટી20 મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સિરીઝમાં 3-0થી આગળ

3

6 ઓવરમાં 118 રન: ટીમ ઇન્ડિયાએ રચ્યો નવો ઇતિહાસ, પાવરપ્લેમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

4

8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળશે આ ભેટ? 4 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ, અધધધ...થઈ શકે પગાર વધારો

5

1000 રૂપિયાની નવી નોટ! સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો વાયરલ, PIBએ જણાવ્યું સત્ય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar News: બનાસકાંઠા જિલ્લાની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મી ઓક્ટોબર 2026ના રોજ બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંપરાગત ડેરી વ્યવસાયમાં વર્ષો સુધી ઉપેક્ષિત ગણાતા પશુઓના છાણ (ગોબર) ને 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કાર્યરત બનાસ ડેરીએ પોતાની સર્વોચ્ચ મૂલ્યવાન અસ્કયામતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે. સામાન્ય કચરો ગણાતા છાણને વાહનો માટેના સ્વચ્છ હરિત બળતણ (Bio-CNG), ઉત્કૃષ્ટ સેન્દ્રિય ખાતર અને પશુપાલક પરિવારો માટે પખવાડિક નિયમિત રોકડ આવકના સ્રોતમાં ફેરવીને સંસ્થાએ એક ક્રાંતિકારી પહેલ હાથ ધરી છે.  

સાબરમતી જેલમાં લોરેન્સ પર '200 ખોલી' વાળો પહેરો: 7.5x11ની કાલકોઠડીમાં પુરાયો ગૅંગસ્ટર, જેલમાં બંધ છતાં કેવી રીતે ચાલે છે નેટવર્ક?

૨૮ લાખ પશુધન પૈકી ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા

બનાસકાંઠા જિલ્લામાં અંદાજે ૨૮ લાખ પશુધન પૈકી ૨૪ લાખ પશુઓ બનાસ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો પાસે છે, જેના થકી દૈનિક આશરે ૨૪,૦૦૦ ટન છાણનું ઉત્પાદન થાય છે. ફેબ્રુઆરી ૨૦૨૦માં ડીસાના દામા ગામથી છાણ ખરીદીની ઐતિહાસિક શરૂઆત કરી ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ દેશના સૌપ્રથમ વ્યાપારી ધોરણના CBG આઉટલેટનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ સુઝુકી મોટર કોર્પોરેશન અને એનડીડીબી (NDDB) સાથે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ આગથળા, ભૂખલા અને વીંછીવાડા ખાતે પ્લાન્ટ્સ કાર્યરત કરાયા છે. હાલ ચાર પ્લાન્ટ્સ દ્વારા રોજ ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે, જ્યારે થરાદ અને રાધનપુર ખાતે નવા પ્લાન્ટ્સ કાર્યરત થતાં આ નેટવર્કની દૈનિક ક્ષમતા ૫૧૫ મેટ્રિક ટને પહોંચશે.  

ખેતર પર જ વજન કરીને કિલોદીઠ આશરે રૂ. 1ના ભાવે છાણ ખરીદવામાં આવે છે..

આ મોડેલ અત્યંત પારદર્શક અને ખેડૂતલક્ષી છે. પશુપાલકો પાસેથી ખેતર પર જ વજન કરીને કિલોદીઠ આશરે રૂ. ૧ના ભાવે છાણ ખરીદવામાં આવે છે અને તેની રકમ દર પખવાડિયે દૂધના બિલ સાથે સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય છે. પ્લાન્ટમાં પ્રક્રિયા બાદ તૈયાર થતો સ્વચ્છ બાયો-સીએનજી વાહનચાલકોને કિલોદીઠ રૂ. ૭૫ થી ૮૦ના રાહતદરે ઉપલબ્ધ કરાવાય છે, જ્યારે ગુજરાતમાં સામાન્ય સીએનજીનો દર આશરે રૂ. ૯૨ છે. આ ઉપરાંત, ઉપપેદાશ તરીકે મળતી સ્લરીમાંથી તૈયાર થતું ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર સ્થાનિક દૂધ મંડળીઓ મારફતે “ભૂમિ અમૃત” બ્રાન્ડ હેઠળ ખેડૂતોને પરત પૂરું પાડવામાં આવે છે, જે જમીનની ગુણવત્તા સુધારે છે.  

સાબરમતી જેલમાં લોરેન્સ પર '200 ખોલી' વાળો પહેરો: 7.5x11ની કાલકોઠડીમાં પુરાયો ગૅંગસ્ટર, જેલમાં બંધ છતાં કેવી રીતે ચાલે છે નેટવર્ક?

મિથેન વાયુ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર

પર્યાવરણીય દ્રષ્ટિએ, ખુલ્લામાં સડતા છાણમાંથી ઉત્સર્જિત થતો મિથેન વાયુ વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે, જેની સામે આ પ્લાન્ટ્સ હાનિકારક વાયુને કેપ્ચર કરીને સ્વચ્છ ઊર્જામાં રૂપાંતરિત કરે છે. રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને બનાસ ડેરીએ ગાયના છાણની દુબઈ નિકાસ કરવાની આકર્ષક ઓફર નકારી કાઢીને આ દેશી સંસાધનનો લાભ ભારતીય ધરતી અને ખેડૂતોને જ આપવાનો મક્કમ નિર્ણય લીધો છે.

પશુપાલકોને વાર્ષિક ₹૮૭૫ કરોડનું સીધું આર્થિક વળતર

સમગ્ર જિલ્લાના પશુધનના સદુપયોગથી ભવિષ્યમાં ૨૦૦ જેટલા પ્લાન્ટ્સ દ્વારા વાર્ષિક ૧,૧૬૮ લાખ કિલો કમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન અને પશુપાલકોને વાર્ષિક ₹૮૭૫ કરોડનું સીધું આર્થિક વળતર મળવાનો અંદાજ છે. આ સફળતાના પાયા પર ભારત અને જાપાન વચ્ચે સમગ્ર દેશમાં ૧,૦૦૦ બાયોગેસ પ્લાન્ટ્સ સ્થાપવા માટે 'જાપાન-ઇન્ડિયા કો-ઓપરેટિવ બાયોગેસ ઇનિશિયેટિવ'નો પણ પ્રારંભ થયો છે.  

અમદાવાદની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી: પોલીસ-બોમ્બ સ્ક્વોડ એલર્ટ, બાળકોને સુરક્ષિત ઘરે મોકલાયા

સ્વચ્છ હરિત ઊર્જાને ગ્રામીણ આજીવિકા સાથે સાંકળી પશુપાલકોનું ભવિષ્ય સુરક્ષિત

વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, સંસ્થાનું લક્ષ્ય માત્ર દૂધ સંપાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ સ્વચ્છ હરિત ઊર્જાને ગ્રામીણ આજીવિકા સાથે સાંકળી પશુપાલકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનું છે. આ પહેલ થકી ભારતનાં અંતરિયાળ ગામડાં દેશને 'નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જન તરફ લઈ જતી વૈશ્વિક હરિત ક્રાંતિનું નેતૃત્વ કરશે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતો આ પ્રકલ્પ પશુપાલકોને વધારાની આવક, ગામડાંમાં સ્વચ્છતા, સસ્તું વાહન બળતણ, સેન્દ્રિય ખાતર અને સ્થાનિક સ્તરે નવી રોજગારી આપતું ‘પંચમુખી પરિવર્તન’ સાબિત થશે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News