• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Rate Today: ત્રીજે નોરતે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ઘટેલા ભાવે સોનું ખરીદવું હોય તો ફટાફટ આજનો રેટ જાણો

Gold Rate Today: ત્રીજે નોરતે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ઘટેલા ભાવે સોનું ખરીદવું હોય તો ફટાફટ આજનો રેટ જાણો

Gold Price Today: નવરાત્રી ટાણે જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવા માંગતા હોવ તો તમારા માટે સારા સમચાર છે કારણ કે IBJAના ભાવ મુજબ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વાયદા બજારના પણ ભાવ ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 13, 2026, 01:11 PM IST|Updated: Oct 13, 2026, 01:13 PM IST
joinshare
Gold Rate Today: ત્રીજે નોરતે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ઘટેલા ભાવે સોનું ખરીદવું હોય તો ફટાફટ આજનો રેટ જાણો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Navratri 2026: પૂજા કર્યા બાદ કન્યાઓને રાશિ અનુસાર આપો આ ભેટ, માતારાનીના ભરપૂર મળશે આશીર્વાદ, સુખ-સમૃદ્ધિ વધશે!

Navratri 2026: પૂજા કર્યા બાદ કન્યાઓને રાશિ અનુસાર આપો આ ભેટ, માતારાનીના ભરપૂર મળશે આશીર્વાદ, સુખ-સમૃદ્ધિ વધશે!

2

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ 2021 કરતાં 2026માં સ્થિતિ સુધરી, જાણો કોંગ્રેસની હારના કારણો

3

UPI પર ચાર્જ લગાવવાનો નિર્ણય દિવાળી સુધી ટળ્યો, સરકારનો મોટો નિર્ણય

4

Big Warning For India: કંઈક મોટું થવાનું છે... ભારત સામે આ સંકટ, એક્સપર્ટે કહ્યું: ફક્ત 10 દિવસ બાકી

5

સવારમાં પલંગમાંથી ઉતરતી વખતે એડી અને તળિયામાં દુખાવો કેમ થાય છે? જાણો કારણો અને ઉપાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજે નવલી નવરાત્રીનું ત્રીજું નોરતું છે. અંબા માતાની ભક્તિ અને ઉપાસનાના આ પર્વમાં સોના-ચાંદીના દાગીનાની જો ખરીદી કરવા માંગતા હોવ તો તમારા માટે સુવર્ણ તક છે કારણ કે સોના અને ચાંદીના ભાવ ગગડ્યા છે. આજના વાયદા બજાર અને રિટેલ બજારના ભાવ ખાસ જાણો.

આજનો સોના-ચાંદીનો ભાવ
IBJAની વેબસાઈટ પર જાહેર થયેલા આજના ખુલતા  ભાવ મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં આજે 399 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જો છેલ્લા  24 કલાકના ભાવ જોઈએ તો સોનાના ભાવમાં 763 રૂપિયા ઘટ્યા છે. ઘટાડા બાદ આજે સોનાનો  ભાવ 147662 રૂપિયા પર ખુલ્યો છે. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 923 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 219372 રૂપિયા પર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદી 1502 રૂપિયા સસ્તી થઈ છે.

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. આ ભાવ એસોસિએશન દિવસમાં બેવાર જાહેર કરે છે. શનિવારે અને રવિવારે તથા જાહેર રજાઓના દિવસે સોના ચાંદીના ભાવ જાહેર કરાતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ
કેરેટ પ્રમાણે ભાવ જોઈએ તો ફાઈન ગોલ્ડના એક ગ્રામના 14766 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ ગ્રામ 14412 રૂપિયા, 20 કેરેટ પ્રતિ ગ્રામ 13142 રૂપિયા અને 14 કેરેટના પ્રતિ કેરેટ 9524 રૂપિયા છે. જ્યારે સિલ્વરનો ભાવ પ્રતિ કિલોગ્રામ 219372 રૂપિયા છે. 

#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment

— IBJA (@IBJA1919) October 13, 2026

વાયદા બજારના ભાવ
વાયદા બજાર MCX ના ભાવ જોઈએ તો બપોરે 1 વાગ્યાની આસપાસ સોનું 0.07 ટકાના વધારા સાથે 149650 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. એટલે કે વાયદા બજારમાં સોનું વધારા સાથે જોવા મળ્યું છે. જ્યારે એક કિલો ચાંદી 0.04 ટકાના વધારા સાથે 222972 રૂપિયાની સપાટીએ પહોંચી છે. એટલે કે વાયદા બજારમાં કિંમતી ધાતુઓ વધારા સાથે જોવા મળી છે.

આગળ શું રહેશે સ્થિતિ
આજે ભલે સોના અને ચાંદીના ભાવમા ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ એક્સપર્ટનું માનવું છે કે આવનારા દિવસોમા ભાવ વધી શકે છે. કોમોડિટી એક્સપર્ટ એજય કેડિયાના જણાવ્યાં મુજબ ભારત અને ચીનમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. જેના કારણે સોના ચાંદીની માંગણીમાં વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત ચીન સહિત દુનિયાના અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો પણ ભરપૂર સોનું ખરીદી રહી છે. અજય  કેડિયાના જણાવ્યાં મુજબ આ બધા  કારણસર સોનું દિવાળી સુધીમાં 1.55 લાખ રૂપિયા અને ચાંદી 2.40 લાખ સુધી જઈ શકે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Navratri 2026
Business News