• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Navratri 2026: પૂજા કર્યા બાદ કન્યાઓને રાશિ અનુસાર આપો આ ભેટ, માતારાનીના ભરપૂર મળશે આશીર્વાદ, સુખ-સમૃદ્ધિ વધશે!

Navratri 2026: પૂજા કર્યા બાદ કન્યાઓને રાશિ અનુસાર આપો આ ભેટ, માતારાનીના ભરપૂર મળશે આશીર્વાદ, સુખ-સમૃદ્ધિ વધશે!

Navratri 2026: નવલા નોરતા શરૂ થઈ ગયા છે. મા અંબા, મા દુર્ગાની ઉપાસના અને સાધનાનો આ સમય છે. આજે ત્રીજું નોરતું છે. નોરતામાં સાતમ, આઠમ, નોમનું ખુબ મહત્વ હોય છે. જ્યારે હવન, કન્યા પૂજા વગેરે થતા હોય છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. કન્યા પૂજન વખતે કન્યાઓને ભેટ પણ આપવામાં આવે છે. આ ભેટમાં રાશિ પ્રમાણે શું આપવું તે ધ્યાનમાં રાખવામાં આવે તો લાભ થઈ શકે છે.

Written ByViral Raval
Published: Oct 13, 2026, 01:57 PM IST|Updated: Oct 13, 2026, 02:01 PM IST
joinshare
Navratri 2026: પૂજા કર્યા બાદ કન્યાઓને રાશિ અનુસાર આપો આ ભેટ, માતારાનીના ભરપૂર મળશે આશીર્વાદ, સુખ-સમૃદ્ધિ વધશે!
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

2

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છતાં RBL બેંકના શેરમાં 8%નો ઘટાડો, જાણો શું છે કારણ

3

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

4

BHEL તરફથી ઓર્ડર મળતા જ ગોલ્ડમેન સૅક્સની ડિફેન્સ સ્ટોક્સ પર જોરદાર અભિપ્રાય, આ 3 કારણે સ્ટોકમાં આવશે તેજી! જાણો TGT

5

ગાંધીનગર મનપાલિકા ચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી? 11 વોર્ડના 44 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, જાણો કયા વોર્ડમાં કઈ પેનલ તૂટી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નવરાત્રીમાં કન્યા પૂજનનું ખુબ મહત્વ હોય છે. નાની  બાળકીઓને માતાજીનું સ્વરૂપ ગણીને તેમની પૂજા કરાય છે અને તેમને ભોજન કરાવવામાં આવે છે, ભેટ આપવામાં  આવે છે. એવી માન્યતા છે કે આઠમ કે નોમ પર શ્રદ્ધા ભાવથી વિધિવત રીતે કન્યા પૂજન કરવામાં આવે તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ કન્યાઓને જો ખાસ કરીને તેમની રાશિ પ્રમાણે ભેટ આપવામાં આવે તો માતા રાની સારૂ ફળ આપી શકે છે. તો જાણી લો કે કઈ રાશિની કન્યાને શું ભેટ આપવી જોઈએ.

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિ એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે. આવામાં આ રાશિની કન્યાને જો કન્યા પૂજન માટે બોલાવવામાં આવે તો લાલ રંગની સ્ટેશનરી, લાલ રિબિન, કે અનાર અથવા લાલ રંગની કોઈ ઉપયોગી ભેટ આપવી જોઈએ. આ રંગને ઉર્જા, સાહસ, અને ઉત્સાહનું પ્રતિક ગણવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે લાલ રંગને મંગળ ગ્રહ સાથે સંબંધ છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી શુક્ર છે એટલે આ રાશિની કન્યાઓને સફેદ મીઠાઈ, સુંદર પર્સ, મખાના, કે સફેદ રંગની  કોઈ વસ્તુ ભેટમાં આપવી જોઈએ. સફેદ રંગને શુક્ર સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

મિથુન રાશિ
મિથુન રાશિના સ્વામી બુધ છે. આવામાં મિથુન રાશિની કન્યાઓને કન્યા પૂજન પર પેન-નોટબુક, પેન્સિલ બોક્સ, લીલા રંગની સ્ટેશનરી કે જ્ઞાનવાળા પુસ્તકો ભેટમાં આપવા જોઈએ. આ બધી વસ્તુઓને બુધ સાથે સંબંધ છે.

કર્ક રાશિ
કર્ક રાશિની  કન્યાઓને સફેદ રૂમાલ, પાણીની બોટલ, ખીરનો પ્રસાદ કે સફેદ રંગની કોઈ પણ વસ્તુ દાનમાં આપવી જોઈએ. કર્ક રાશિએ ચંદ્રમાના સ્વામિત્વવાળી રાશિ છે. આથી સફેદ રંગનો ચંદ્રમા સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

સિંહ રાશિ
સિંહ રાશિ એ સૂર્યના સ્વામિત્વાળી રાશિ છે. એટલે આ રાશિની કન્યાઓને કન્યા પૂજન વખતે નારંગી રંગની સ્ટેશનરી, વાર્તાની ચોપડી, ગોળમાંથી બનેલી મીઠાઈ કે અન્ય ઉપયોગી વસ્તુઓ આપવી જોઈએ. આ બધી વસ્તુઓને સૂર્ય સાથે સંબંધ હોવાનું કહેવાય છે.

કન્યા રાશિ
કન્યા રાશિના પણ સ્વામી બુધ હોય છે આથી આ રાશિની કન્યાઓને કન્યા પૂજન વખતે લીલા લંગની વસ્તુ ભેટમાં આપવી જોઈએ. લીલા રંગને બુધ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. તમે લીલા રંગની સ્ટેશનરી, નોટબુક પેન કે ડ્રોઈંગ બુક આપી શકો છો.

તુલા રાશિ
તુલા રાશિના સ્વામી શુક્ર છે. આવાાં તમે આ કન્યાઓને ગુલાબી રંગની કોઈ વસ્તુ ભેટમાં આપી શકો છો. કારણ કે આ રંગ શુક્ર સાથે સંબંધ ધરાવે છે. તમે આ  કન્યાઓને ગુલાબી રંગની સ્ટેશનરી, નાનું પર્સ, સુંદર રૂમાલ કે મીઠાઈ ભેટ કરી શકો છો.

વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ હોય છે. આવામાં  તમે આ કન્યાઓને ભેટમાં લાલ રિબિન, ડ્રોઈંગ કિટ, દાડમ કે લાલ રંગની કોઈ પણ વસ્તુ ભેટમાં આપી શકો છો. આમ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે.

ધનુ રાશિ
ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ ગુરુ છે. પીળા રંગને ગુરુ સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ રાશિની કન્યાઓને પીળા રંગની વસ્તુઓ જેમ કે સ્ટેશનરી, જ્ઞાનવર્ધક પુસ્તક, કેળા, પર્સ કે અન્ય કોઈ પીળા રંગની વસ્તુ આપી શકો છો.

મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ છે અને શનિને વાદળી રંગ સાથે સંબંધ હોય છે. આવામાં કન્યા પૂજન સમયે મકર રાશિવાળી કન્યાઓને શાળા બેગ, નોટબુક પેન, વાદળી રંગની સ્ટેશનરી કે અભ્યાસમાં કામ આવતી કોઈ વસ્તુ ભેટમાં આપી શકો છો.

કુંભ રાશિ
કુંભ રાશિના પણ સ્વામી શનિદેવ છે. આવામાં આ રાશિની કન્યાઓને પણ પૂજન બાદ આર્ટ કિટ, પાણીની બોટલ, વાદળી રંગની કોઈ વસ્તુ કે નોટબુક પેન ભેટમાં આપવી જોઈએ. કન્યાઓને માતારાની ગણીને તેમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ.

મીન રાશિ
મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. આવામાં આ રાશિના જાતકોને કન્યા પૂજન બાદ વાર્તાની ચોપડી, પીળા રંગની સ્ટેશનરીનો સામાન, કેળા કે ચણાની દાળથી બનેલી મીઠાઈ ભેટ કરવી જોઈએ.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Navratri 2026