SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,0000 સસ્તી, સોનું પણ ધડામ

Gold-Silver Price Crash: દિવાળી-ધનતેરસ પહેલા સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા સપ્તાહે માત્ર ચાર દિવસમાં ચાંદી 16 હજાર રૂપિયા સસ્તી થઈ ગઈ, તો વાયદા કારોબારમાં તે હાઈથી હવે 2.24 લાખ રૂપિયાની આસપાસ ઓછી કિંમતે મળી રહી છે.

Written By Gokani Dhaval
Published: Oct 25, 2026, 10:57 AM IST | Updated: Oct 25, 2026, 11:02 AM IST
Join

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCXથી લઈને ઘરેલું બજાર સુધીમાં કિંમતી ધાતુઓની કિંમતમાં મોટો ઘટાડો આવ્યો છે. પાછલા સપ્તાહે માત્ર ચાર દિવસના કારોબારમાં ચાંદીનો ફુગ્ગો ફૂટી ગયો અને તે ઘરેલું બજારમાં એક ઝટકામાં 16000 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. તો એમસીએક્સ પર હવે ચાંદી પોતાના હાઈ લેવલથી આશરે 2.24 લાખ સસ્તી મળી રહી છે. બીજીતરફ સોનાનો ભાવ પણ ધડામ થયો છે.

દિલ્હીની બજારમાં ચાંદી ધડામ

સૌથી પહેલા વાત કરીએ દિલ્હી સહિત દેશભરની બજારોમાં ચાંદીની કિંમતમાં થયેલા ફેરફારો વિશે, તો દિવાળી, ધનતેરસ પહેલા જ ચાંદી તૂટી ગઈ છે અને તેનો ભાવ હવે 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી નીચે આવી ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ IBJA.Com પ્રમાણે ઘરેલું બજારમાં 16 ઓક્ટોબરે ચાંદીની કિંમત 2,10,918 રૂપિયા પર બંધ થઈ છે અને તે શુક્રવારે 1,94,415 રૂપિયા પર આવી ગઈ એટલે કે ચાંદી 16503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ક્રેશ થઈ ગઈ છે.

MCX પર પણ ચાંદી ક્રેશ

ન માત્ર ઘરેલું બજારમાં, પરંતુ ચાંદીની કિંમત વાયદા કારોબારમાં પણ ક્રેશ થઈ ગઈ છે. 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી જે 1 કિલો ચાંદી 16 ઓક્ટોબરે એમસીએક્સ પર 211187 રૂપિયામાં મળી રહી હતી, તે શુક્રવારે ક્રેશ થઈ 196100 રૂપિયા રહી ગઈ છે. આ પ્રમાણે ચાંદી ચાર દિવસમાં વાયદા કારોબારમાં 15087 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

ચાંદીની કિંમતમાં આ સપ્તાહે આવેલા મોટા ઘટાડાને કારણે હવે આ કિંમતી ધાતુ પોતાના લાઇફ ટાઇમ હાઈ લેવલ 4,20,048 રૂપિયાથી અડધા કરતા ઓછી કિંમતે મળી રહી છે. વર્તમાન ભાવની તુલના કરીએ તો 1 કિલો ચાંદી હવે 223948 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

સોનાના ભાવ પણ ધરાશાયી

Silver Price Crash બાદ હવે વાત સોનાના ભાવમાં થયેલા ઘટાડાની કરીએ તો કિંમતી પીળી ધાતુ આ સપ્તાહે તૂટી છે. એમસીએક્સ પર સોનાનો ભાવ જુઓ તો 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 10 ગ્રામ સોનું 147918 રૂપિયાથી 5768 રૂપિયા સસ્તુ થઈ  1,42,150 રહી ગયું છે. તો ઘરેલું માર્કેટમાં IBJA પ્રમાણે તેની કિંમતમાં 4796 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે અને તેનો ભાવ 146426 રૂપિયા ઘટી 141630 રૂપિયા રહી ગયો છે.

અન્ય ક્વોલિટીના સોનાના ભાવમાં થયેલા ઘટાડા બાદ જુઓ લેટેસ્ટ અપડેટ

ગોલ્ડ (ક્વાલિટી)IBJA લેટેસ્ટ ગોલ્ડ રેટ / ૧૦ ગ્રામ૨૪ કેરેટ ગોલ્ડ (24 Karat Gold)

<response-element class="no-md" style="font-family:"Google Sans Text", sans-serif ;line-height:1.15 ;margin-left:0px ;margin-right:0px ;margin-top:0px ;" ng-version="0.0.0-PLACEHOLDER"><source-footnote class="ng-star-inserted" style="font-family:"Google Sans Text", sans-serif ;line-height:1.15 ;margin-left:0px ;margin-right:0px ;margin-top:0px ;" _nghost-ng-c2563806301=""></source-footnote></response-element><sources-carousel-inline style="font-family:"Google Sans Text", sans-serif ;line-height:1.15 ;margin-left:0px ;margin-right:0px ;margin-top:0px ;" ng-version="0.0.0-PLACEHOLDER" _nghost-ng-c117407407=""><source-inline-chip class="ng-star-inserted" style="font-family:"Google Sans Text", sans-serif ;line-height:1.15 ;margin-left:0px ;margin-right:0px ;margin-top:0px ;" _ngcontent-ng-c117407407="" _nghost-ng-c230154732=""></source-inline-chip></sources-carousel-inline>

જ્વેલરી ખરીદવા સમયે રાખો ધ્યાન

અહીં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે તમે ઘરેલું બજારમાં સોનીની દુકાન પર જ્વેલરી ખરીદવા જાવ છો તો તમારે ન્કી જીએસટીની સાથે મેકિંગ ચાર્જ પણ આપવો પડે છે, જે અલગ-અલગ રાજ્યો-શહેરમાં અલગ-અલગ હોઈ શકે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES