SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બેંક એકાઉન્ટમાં વર્ષોથી નથી કર્યું કોઈ ટ્રાન્ઝેક્શન, શું ડૂબી જશે તમારા જમા પૈસા?

લાંબા સમય સુધી બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન ન કરવાથી જમા પૈસા ખતમ થતાં નથી, પરંતુ બેંક ખાતા પર કેટલાક પ્રતિબંધ લાગી શકે છે. તેથી જૂના બેંક ખાતાની સ્થિતિની સમય-સમય પર તપાસ જરૂર કરો.

Written By Gokani Dhaval
Published: Oct 27, 2026, 09:16 PM IST | Updated: Oct 27, 2026, 09:19 PM IST
Join

ઘણીવાર લોકો જૂના બેંક ખાતાનો ઉપયોગ કરવાનું બંધ કરી દેતા હોય છે અને તેમાં જમા રકમ તરફ ધ્યાન આપતા નથી. ખાસ કરી નોકરી બદલવા, બીજા શહેરમાં શિફ્ટ થવા કે નવું બેંક ખાતું ખોલાવ્યા બાદ આવું જોવા મળે છે. તો ખાતામાં જમા રકમ પણ વર્ષો સુધી પડેલી રહે છે. તેવામાં જો લોકોના મનમાં સવાલ આવે છે કે શું લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન ન કરવા પર તમારા પૈસા ડૂબી શકે છે?

મોટી વાત છે કે લાંબા સમય સુધી ટ્રાન્ઝેક્શન ન થવાથી તમારા પૈસા ખતમ થતાં નથી, પરંતુ બેંક ખાતા પર કેટલાક પ્રતિબંધ લાગી શકે છે. જો તમે લાંબા સમયથી બેંક ખાતાનો ઉપયોગ ક0ર્યો નથી તો આ સમાચાર તમારા માટે છે.

ટ્રાન્ઝેક્શન ન થવા પર ક્યારે બંધ થાય છે ખાતું?

12 મહિના સુધી ટ્રાન્ઝેક્શન ન થવા પર બેંક ખાતાને ઇનએક્ટિવ માની શકે છે. પરંતુ ખાતાની સ્થિતિ બેંકના નિયમો પર નિર્ભર કરે છે. તો બેંક ખાતામાં સતત 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી ગ્રાહક તરફથી કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી તો તેને ઇનઓપરેટિવ કે ડોર્મેંટ એકાઉન્ટ કરી શકાય છે. ખાતું ઇનઓપરેટિવ થવાનો મતલબ તે નથી કે તેમાં જમા રકમ ખતમ થઈ જાય છે, પરંતુ બચત ખાતામાં લાગૂ નિયમ પ્રમાણે વ્યાજ મળતું રહે છે.

આ પણ વાંચોઃ 1000 રૂપિયાની નવી નોટ! સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો વાયરલ, PIBએ જણાવ્યું સત્ય

10 વર્ષ સુધી ખાતામાં પૈસા પડ્યા રહે તો શું થશે?

જો કોઈ બેંક ખાતામાં સતત 10 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય અને જમા રકમ પર દાવો ન કરવામાં આવે તો બેંક તે રકમને ભારતીય રિઝર્વ બેંકના ડિોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારા પૈસા સરકારના થઈ ગયા છે કે તમે તેને પરત ન લઈ શકો. તેવામાં તમે કે તમારા કાયદાકીય વારસદાર ડોક્યુમેન્ટ જમા કરી બેંકમાંથી પૈસા પરત લેવાનો દાવો કરી શકે છે.

જૂના બેંક એકાઉન્ટને ફરી કઈ રીતે ચાલૂ કરાવશો?

જે બેંકમાં તમારૂ જૂનું ખાતું છે, તેની સંબંધિત શાખાનો સંપર્ક કરો અને ખાતાને ફરી ચાલૂ કરવા માટે અરજી કરો. ત્યારબાદ બેંકની જરૂરિયાત પ્રમાણે જરૂરી KYC અપડેટ કરાવો. ખાતાને ફરી એક્ટિવ કરવા માટે બેંકનું નક્કી ફોર્મ ભરો કે અરજી કમા કરો. જરૂરી પ્રક્રિયા પૂરી થયા બાદ બેંક ખાતાને ફરી ચાલૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES