તાજેતરમાં સોશિયલ મીડિયા (WhatsApp અને અન્ય પ્લેટફોર્મ) પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે દેશના કરોડો બેંક ગ્રાહકો અને કારોબારીઓને ચિંતામાં મુકી દીધા છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જાન્યુઆરી 2027થી બેંક નવી સુરક્ષા સુવિધાઓવાળી ચેકબુક જારી કરશે અને જૂની ચેકબુક 31 ડિસેમ્બર 2026 બાદ અમાન્ય થઈ જશે. જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંકે તેના પર સત્તાવાર સ્પષ્ટતા કરતા આ દાવાને પાયાવિહોણો અને ભ્રામક (Fake & Misleading) ગણાવ્યો છે.
Whatsapp અને ફેસબુક પર શેર કરવામાં આવી રહેલાં મેસેજમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2027થી RBI ચેકબુકના નવા નિયમ લાગૂ કરવા જઈ રહ્યું છે. નવી ચેકબુકમાં એડવાન્સ સિક્યોરિટી ફીચર્સ હશે. વર્તમાન CTS (Cheque Truncation System) વાળી જૂની ચેકબુક 31 ડિસેમ્બર 2026 બાદ ચાલશે નહીં. તેથી બધા ગ્રાહકોએ બેંક જઈ તત્કાલ પોતાની ચેકબુક બદલવી પડશે.
રિઝર્વ બેંકએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચારોનું ખંડન કર્યું છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે કોઈ નિયમ બદલાયો નથી. 1 જાન્યુઆરી 2027થી ચેકબુક સાથે જોડાયેલા નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. વર્તમાન CTS માપદંડોવાળી ચેકબુક આગળ પણ માન્ય રહેશે. ગ્રાહકોએ જૂની ચેકબુક બદલવા કે બેંક જઈને નવી ચેકબુક માટે અરજી કરવાની જરૂર નથી. આરબીઆઈએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતા દરેક મેસેજ પર વિશ્વાસ કરવો નહીં અને પુષ્ટિ કર્યાં વગર મેસેજ ફોરવર્ડ કરો નહીં.
ના. આરબીઆઈના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે 31 ડિસેમ્બર 2026 બાદ તમારી વર્તમાન ચેકબુક બંધ થશે નહીં. જો તમે બિઝનેસ કે કોઈ વ્યક્તિગત કામ માટે ચેકથી પેમેન્ટ કરવા ઈચ્છો છો તો તમારી વર્તમાન ચેકબુકનો ઉપયોગ કરી શકો છો. નવો ચેક જારી કરવા કે કોઈ પેમેન્ટને રોકવાની જરૂરિયાત નથી.
CTS નો મતલબ ચેક ટ્રંકેશન સિસ્ટમ છે. આ ભારતની બેન્કિંગ સિસ્ટમની એક ડિજિટલ વ્યવસ્થા છે. જ્યારે તમે બેંકમાં ચેક જમા કરો છો તો કાગળનો ભૌતિક ચેક એક બેંકથી બીજી બેંકમાં મોકલવાની જગ્યાએ તેની ઈલેક્ટ્રોનિક ઈમેજ અને ડેટા સુરક્ષિત રીતે પ્રોસેસ કરવામાં આવે છે. તેનાથી ચેક ક્લિયરિંગમાં લાગનાર સમય ઓછો થઈ જાય છે. વર્તમાનમાં દેશની લગભગ તમામ બેંકોની ચેકબુક આ CTS માપદંડને અનુરૂપ છે.