• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 vs 2.86, કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે?

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 vs 2.86, કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે?

8th Pay Commission માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 કે 2.86 થવા પર કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે? જાણો 18000, 25500, 35400 અને 44900 રૂપિયાના બેઝિકની સંપૂર્ણ ગણતરી.

Written ByGokani Dhaval
Published: Sep 30, 2026, 04:23 PM IST|Updated: Sep 30, 2026, 04:24 PM IST
joinshare
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.57 vs 2.86, કર્મચારીઓના પગારમાં કેટલો તફાવત આવશે?

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને છે. હજુ 2.57 અને 2.86 જેવા આંકડા પર અલગ-અલગ ગણતરી સામે આવી રહી છે. હાલ આઠમાં પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર ફાઈનલ કર્યું નથી. પરંતુ જો આ બંનેમાં કોઈપણ લાગૂ થાય છે તો પગારમાં ખુબ મોટો વધારો જોવા મળશે.

હવે સવાલ છે કે જો 2.57ની જગ્યાએ 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય છે તો કર્મચારીઓના બેઝિક પગારમાં કેટલા હજાર રૂપિયાનું અંતર આવશે? અહીંથી ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પગારનો સમગ્ર હિસાબ સમજીએ.

ફિટમેન્ટ ફેક્ટર શું છે?
ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર નવા પગાર પંચમાં વર્તમાન બેઝિક પેમાં વધારો થાય છે. જો કોઈ કર્મચારીનો વર્તમાન બેઝિક પગાર 18000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ થયું તો 46260 રૂપિયા અને ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય છે તો 51480 રૂપિયાનો બેઝિક પે હશે.

આ પણ વાંચોઃ LPG સિલિન્ડર ₹490 થી ₹942 કેવી રીતે પહોંચ્યો, આ વખતે ઓક્ટોબરમાં શું થશે?

18000 બેઝિક પે હોય તો કેટલો ફાયદો?
અત્યારે આપણે 18000 બેઝિક પે હોય તેની વાત કરીએ. તો 18000 રૂપિયાવાળા માટે 2.86 ફિટમેન્ટ ફેક્ટર થવા પર 2.57ના મુકાબલે 5220 વધુ બેઝિક પે બનશે. વર્ષ પ્રમાણે જુઓ તો 62640 રૂપિયા બેઝિક પે બનશે.

પગાર અને બેઝિક પે એક જ છે?
ના. ફિટમેન્ટ ફેક્ટર સીધું બેઝિક પે પર લાગૂ થાય છે અને કર્મચારીના હાથમાં આવનાર બધો પગાર માત્ર બેઝિક પે હોતો નથી. આ પગારમાં DA, HRA અને બીજા ભથ્થા પણ સામેલ હોય છે.

નવું પગાર પંચ લાગૂ થવા પર ડીએને લઈને કેટલાક ફેરફાર થશે અને HRA સહિત ઘણા બીજા ભથ્થા પણ નવા બેઝિક પે પ્રમાણે બદલાઈ શકે છે. તેથી બેઝિક પેમાં 5220 રૂપિયાનું અંતર હોવાનો તે મતલબ નથી કે દરેક કર્મચારીનો ઇન હેન્ડ પગાર પણ 5220 રૂપિયા વધી જશે.

લેવલ 4 કર્મચારી માટે કેટલો તફાવત?
લેવલ 4 કર્મચારીનો વર્તમાન બેઝિક 25500 રૂપિયા છે, તો 2.57 અને 2.86 વચ્ચે અંતર વધુ હશે. જેમ કે બેઝિક પગાર 2500 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગૂ થાય તો બેઝિક પે 65535 રૂપિયા અને જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય તો 72930 રૂપિયા થઈ જશે. એટલે કે બંને વચ્ચે દર મહિને 7395 રૂપિયાનો તફાવત છે. એક વર્ષમાં જોવામાં આવે તો 88740 રૂપિયાનું અંતર છે.

આ પણ વાંચોઃ નોએલ ટાટાનો માસ્ટર સ્ટ્રોક, ટાટા સન્સના IPOથી બચવા માટે બનાવ્યો આ ખાસ ફોર્મ્યુલા!

લેવલ 6 કર્મચારીને કેટલો ફર્ક પડશે?
જો લેવલ 6ની વર્તમાન બેઝિક સેલેરી 35400 રૂપિયા છે તો ફિટમેન્ટ ફેક્ટર 2.57 લાગવા પર 90978 રૂપિયા અને 2.86 થવા પર 1,01,244 રૂપિયા બેઝિક પે થઈ જશે. એટલે કે બંને વચ્ચે 10266 રૂપિયાનો તફાવત માસિક રહેશે.

કેટલો થશે ફાયદો?
ફિટમેન્ટ ફેક્ટર 2.57થી 2.86 વચ્ચે 0.29નું અંતર છે. તેથી બંને ફિટમેન્ટ ફેક્ટર મેળવો તો 18000 રૂપિયા બેઝિક પે મેળવનાર કર્મચારી માટે આશરે 5220, 35400 રૂપિયા બેઝિકવાળા માટે આશરે 10266 રૂપિયા અને 44900 રૂપિયા બેઝિક પે કર્મચારીઓ માટે આશરે 13021 રૂપિયા પ્રતિ મહિને બેઝિક પેનું અંતર આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે ક્યું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવે છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News