ગાડીમાં પેટ્રોલ પુરાવવાનો સાચો સમય ક્યો છે? જાણો ક્યારે મળશે વધુ ઈંધણ
શું તમને પણ લાગે છે કે સીએનજીની જેમ પેટ્રોલ પુરાવવાનો પણ સમય હોય છે અને તે સમયે પેટ્રોલ પુરાવવાથી વધુ માત્રામાં ઈંધણ મળી શકે છે? જો હાં, તો જાણો શું છે તેનું સત્ય.
મિડલ ઈસ્ટમાં તણાવ બાદથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના પેટ્રોલ-ડીઝલ સાથે જોડાયેલા દાવા વાયરલ થતાં રહે છે, જેમાં કહેવામાં આવે છે કે જો સવારે કે સાંજના સમયે પેટ્રોલ પુરાવવામાં આવે તો પેટ્રોલ વધુ મળી શકે છે અને તેનું કારણ તાપમાન જણાવવામાં આવ્યું છે.
તમે સીએનજીને સવારે અને રાતના સમયે પુરાવવા વિશે જરૂર સાંભળ્યું હશે, પરંતુ શું ખરેખર સીએનજીની જેમ પેટ્રોલને પણ સવારે કે સાંજે પુરાવવામાં આવે તો તાપમાન ઓછું હોવાને કારણે પેટ્રોલ વધુ ગાડીના ટેંકમાં આવે છે? આખરે તેની પાછળ શું સત્ય છે.
ક્યા સમયે પેટ્રોલ પુરાવવું ફાયદાકારક?
સૌથી પહેલા તે જાણવું જરૂરી છે કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ જમીનની નીચે ટેંકમાં સ્ટોર કરવામાં આવે છે. તેથી ભલે બહાર દિવસની ગરમી હોય કે રાતની ઠંડક તેની અસર ટેંકની અંદર પેટ્રોલના તાપમાન પર પડતી નથી અને તેનું તાપમાન સ્થિર રહે છે, જેના કારણે પેટ્રોલના ઘનત્વમાં પણ અંતર ખુબ ઓછું આવે છે.
જો તમને લાગી રહ્યું છે કે સવાર કે મોડી સાંજના સમયે પેટ્રોલ પુરાવવામાં આવે તો તમને આર્થિક ફાયદો થશે તેવું નથી. તાપમાનને કારણે પેટ્રોલની માત્રામાં જે અંતર આવે છે તે ખુબ ઓછું હોય છે, જેનો ફાયદો તમારા ખિસ્સા પર ન બરાબર પડશે.
આ પણ વાંચોઃ હવે મોંઘી ગાડીઓ જેવી મજા બજેટમાં: આ 5 સસ્તી કારમાં મળે છે વેન્ટિલેટેડ સીટ, કિંમત માત્ર 8.20 લાખથી શરૂ
સવાર-સાંજે પેટ્રોલ ભરાવવાથી નહીં થાય ફાયદો?
હાં, કારણ કે તાપમાનને કારણે પેટ્રોલ પર તેનું કોઈ ખાસ અંતર પડતું નથી તો તમે ઈચ્છો સવારે કે સાંજે પેટ્રોલ ભરાવો કે મોડી રાત્રે તમને એટલું જ પેટ્રોલ મળશે, જેટલા રૂપિયાનું તમે પેટ્રોલ લેશો, એટલી માત્રામાં તમારી ગાડીમાં પેટ્રોલ પુરવામાં આવશે.
CNG અને પેટ્રોલમાં હોય છે તફાવત
સૌથી જરૂરી છે કે જેમ કે સીએનજી પર તાપમાનની અસર પડે છે તો ઘણા લોકો વિચારે છે કે પેટ્રોલ પર પણ તેની અસર પડતી હશે, પરંતુ તેવું નથી, કારણ કે સીએનજી એક ગેસ છે, આ કારણ છે કે તાપમાન વધવા કે ઘટવાથી તેના ફેલાવા અને સંકોચવાની વધુ અસર જોવા મળે છે. તો પેટ્રોલની વાત કરીએ તો આ એક તરલ ઈંધણ છે અને તાપમાનની તેના પર અસર ખુબ ઓછી થાય છે.
પેટ્રોલ ક્યારે પુરાવવું?
સૌથી મહત્વની વાત છે કે તાપમાનની અસર પેટ્રોલની માત્રા પર પડતી નથી તો તમે દિવસ કે રાત્રે પેટ્રોલ પુરાવશો તો તમને કોઈ મોટો આર્થિક લાભ થશે નહીં. હા તેવું બની શકે કે જો સવારના સમયે પેટ્રોલ પુરાવો તો પેટ્રોલ પંપ પર લાઈન હશે નહીં એટલે તમારો સમય બચશે.