ટોયોટા ભારતીય બજારમાં એક નવી કાર ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટ લોન્ચ કરવા જઈ રહી છે, જે આ મહિને લોન્ચ કરવામાં આવશે. આ કાર 25 નવેમ્બરે ભારતમાં ડેબ્યૂ કરશે અને કંપનીએ તેનું પ્રથમ ટીઝર પણ જાહેર કરી દીધું છે. તેમાં ઘણા નવા ફેરફારો અને અપડેટ્સ જોવા મળે તેવી શક્યતા છે.
ટોયોટા ઇનોવા હાઇક્રોસ ફેસલિફ્ટમાં માત્ર સ્ટાઇલિંગમાં જ ફેરફાર નહીં હોય, કંપની તેમાં નવા ફીચર્સ અને ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેન પણ રજૂ કરી શકે છે. જોકે, આ વિગતોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ટીઝરમાં બહુ વિગતો આપવામાં આવી નથી, પરંતુ કેટલાક ફીચર્સની પુષ્ટિ થઈ છે. આ કારમાં નવા હેડલેમ્પ સેટઅપ સાથે LED DRLs જોવા મળશે. જે કંઈક અંશે ટોયોટા ટેસર જેવા જ છે.
નવા હેડલેમ્પ્સ ઉપરાંત, આ કારમાં ગ્રીલની નવી ડિઝાઈન, અપડેટેડ બમ્પર, અપડેટેડ ટેલ લેમ્પ્સ અને નવા એલોય વ્હીલ્સ જોવા મળી શકે છે. કારના ઇન્ટિરિયરમાં પણ ફેરફારો કરવામાં આવશે. ટોયોટા આ કારમાં 12.3 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન અને 12.3 ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે મળી શકે છે.
આ ફેરફારો તાજેતરમાં ઇન્ડોનેશિયામાં લોન્ચ થયેલી ઇનોવા હાઇક્રોસમાં પણ જોવા મળ્યા છે. આ કાર નવા રંગના વિકલ્પો અને અપડેટ કરેલા ઇન્ટિરિયર સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની આ કારને ભારતના પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ સ્ટ્રોંગ હાઇબ્રિડ કાર તરીકે લોન્ચ કરી શકે છે.
પાવરટ્રેનની વાત કરીએ તો, તેમાં 2.0 લિટરનું, ફોર-સિલિન્ડર સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન હશે. જે અગાઉ પણ આ મોડેલમાં હતું. પરંતુ આ વખતે તેમાં ફ્લેક્સ-ફ્યુઅલ સપોર્ટ પણ મળશે. જોકે, આ કાર કેટલા ટકા ઇથેનોલ મિશ્રણને સપોર્ટ કરશે, તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
કિંમતની વાત કરીએ તો, ટોયોટા ઇનોવા હાઇક્રોસ તેના વર્તમાન મોડેલ કરતાં વધુ મોંઘી હશે. હાલમાં, આ કારની કિંમત 19.53 લાખથી 31.84 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે. તે તાજેતરમાં લોન્ચ થયેલી કિયા સોરેન્ટો જેવી ગાડીઓ સાથે સ્પર્ધા કરશે.