SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

6 એરબેગવાળી ટોપ 5 અફોર્ડેબલ કાર: કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી, સૌથી સસ્તી માત્ર રૂ.3.70 લાખમાં!

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો અને સુરક્ષા પણ તમારી પ્રાયોરિટીમાં છે તો અમે તમને કેટલાક વિકલ્પ વિશે જણાવી રહ્યાં છીએ. 10 લાખથી ઓછી કિંમતમાં આવતી આ કારમાં તમને 6 એરબેગ સ્ટાન્ડર્ડ મળશે.

Written By Gokani Dhaval
Published: Oct 05, 2026, 09:50 AM IST | Updated: Oct 05, 2026, 09:52 AM IST
Join

કાર ખરીદતા ગ્રાહકોના માઇન્ડસેટમાં ખુબ પરિવર્તન આવી ગયું છે. પહેલા માઇલેજ ગ્રાહકોની ટોપ પ્રાયોરિટી રહેતી હતી, પરંતુ આજના સમયમાં તેમાં ફેરફાર થયો છે. આજના સમયમાં ગ્રાહકો કાર ખરીદવા સમયે માઇલેજની સાથે સેફ્ટી ફીચર્સ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો અને સેફ્ટી પણ તમારા ચેક લિસ્ટમાં છે તો અમે તમને કેટલાક સારા વિકલ્પ વિશે જણાવીશું. 10 લાખથી ઓછી કિંમતમાં આવતી આ કારમાં તમને છ એરબેગ સ્ટાન્ડર્ડ ફીચર તરીકે મળશે. તેમાં મારૂતિ સુઝુકીથી લઈને ટાટા અને હ્યુન્ડાઈ સુધીના મોડલ સામેલ છે. આવો જાણીએ આ કાર વિશે.

મારૂતિ સુઝુકી અલ્ટો K10
મારૂતિ સુઝુકી અલ્ટો K10 ની કિંમત માત્ર 3.70 લાખ રૂપિયાથી 5.45 લાખ રૂપિયા છે.પહેલા તેમાં માત્ર ડ્યૂલ એરબેગ સ્ટાન્ડર્ડ મળતી હતી, પરંતુ 2025મા કંપનીએ તેને અપડેટ કરતા 6 એરબેગ સ્ટાન્ડર્ડ કરી દીધી. હવે આ કારમાં ગ્રાહકોને પહેલા કરતા વધુ સારી સુરક્ષા મળે છે.

મારૂતિ સુઝુકી સેલેરિયો
મારૂતિ સુઝુકી સેલેરીયોની કિંમત 4.70 લાખ રૂપિયાથી 6.75 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ છે. 2021મા લોન્ચ સમયે તેમાં 2 એરબેગ હતી, પરંતુ 2025ના અપડેટમાં કંપનીએ 6 એરબેગ સ્ટાન્ડર્ડ કરી દીધી. આ સાથે કારની કિંમતમાં પણ વધારો થયો હતો. 6 એરબેગવાળા મોડલના ક્રેશ ટેસ્ટમાં સેલેરિયોને 3-સ્ટાર રેટિંગ મળ્યું હતું. જ્યારે જૂના ડ્યૂલ-એરબેગ મોડલમાં 1 સ્ટાર મળ્યો હતો. પરંતુ ક્રેશ ટેસ્ટમાં બોડીશેલ અને ફુટવેલ એરિયાને હજુ પણ અનસ્ટેબલ જણાવવામાં આવ્યો હતો.

ટાટા ટિયાગો
ટાટા ટિયાગોની કિંમત 4.77 લાખ રૂપિયાથી 8.62 લાખ રૂપિયા વચ્ચે છે. આ ટાટાની સૌથી નાની કારોમાંથી એક છે, પરંતુ સુરક્ષામાં છ એરબેગ સ્ટાન્ડર્ડ મળે છે. વર્તમાન અપડેટેડ મોડલનો હજુ કોઈ નવો ક્રેશ ટેસ્ટ થયો નથી. જૂના ટિયાગોને 2020મા ડ્યૂલ એરબેગની સાથે Global NCAPમા 4-સ્ટાર રેટિંગ મળ્યું હતું. ફેસલિફ્ટની સાથે ટાટાએ બોડીશેલને વધુ મજબૂત કરવાની વાત કહી છે.

મારૂતિ સુઝુકી વેગનઆર
મારૂતિ સુઝુકી વેગનઆરની કિંમત 4.99 લાખ રૂપિયાથી 7.24 લાખ રૂપિયા છે. 2025મા કંપનીએ તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ કરી દીધી હતી. પરંતુ Global NCAP મા 2023મા જે મોડલનો ક્રેશ ટેસ્ટ થયો હતો, તેમાં માત્ર 2 એરબેગ હતી અને તેને 1-સ્ટાર રેટિંગ મળ્યું હતું. ટેસ્ટમાં બોડીશેલને અનસ્ટેબલ જણાવવામાં આવ્યું હતું.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 નિયોસ
હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિયોસની કિંમત 5.60 લાખ રૂપિયાથી 8.09 લાખ રૂપિયા છે. લોન્ચના સમયે તેમાં 2 એરબેગ સ્ટાન્ડર્ડ હતી, ત્યારબાદ કંપનીએ પહેલા 4 અને પછી કેટલાક વેરિએન્ટમાં 6 એરબેગ અપડેટ કરી. 2023મા હ્યુન્ડાઈએ પોતાના સમગ્ર મોડલ રેન્જમાં 6 એરબેગને સ્ટાન્ડર્ડ કરવાની રણનીતિ અપનાવી હતી, જેનો ફાયદો i10 નિયોસને મળ્યો હતો.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES