SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જોરદાર વેચાઈ રહી છે આ CNG ગાડીઓ, Maruti-Tataનો જલવો, જુઓ ટોપ 10 લિસ્ટ

Top Selling CNG Cars September 2026: સીએનજી ગાડીઓની સેલ ભારતીય બજારમાં વધી રહી છે, પેટ્રોલ પછી બીજું સૌથી વધારે પસંદ કરનારૂ ફ્યૂલ ટાઈપ છે, પેસેન્જર વ્હિકલ કેટેગરીમાં 23 ટકાથી વધારે ગાડીઓ સીએનજી અવતારમાં વેચાઈ રહી છે, સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો મારૂતિ સુઝુકીનો આ માર્કેટમાં દબદબો છે. ચાલો જાણીએ સીએનજી કારમાં સૌથી વધારે વેચાનારી ગાડીઓની લિસ્ટ.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 27, 2026, 01:35 PM IST | Updated: Oct 27, 2026, 01:37 PM IST
Join

Top Selling CNG Cars September 2026: ભારતીય બજારમાં સીએનજી કારની માંગમાં વધારો થવા લાગ્યો છે, માર્કેટમાં તેમના ટકાની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 23.11 ટકા ગાડીઓ સીએનજી પર વેચાય છે, પેસેન્જર ગાડીઓ સેગમેન્ટમાં પેટ્રોલ બાદ સૌથી વધારે પોપ્યુલર ફ્યૂલ ઓપ્શન છે. રિપોટ્સની માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં કુલ 105410 યુનિટ્સ વેચાઈ હતી.

છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં 83357 સીએનજી ગાડીઓ વેચાઈ હતી, એટલે કે ઈયર ઓન ઈયર ગ્રોથ 26.5 ટકાની છે, મારૂતિ સુજુકી આ સેગમેન્ટમાં દબદબો છે, કંપની સૌથી વધારે CNG ગાડીઓ સૌથી વધારે વેચે છે, જ્યારે હુંન્ડાઈ આ સેગમેન્ટમાં આગળ વધનારી કંપની બની ગઈ છે.

ટાટા મોટર્સ પણ હાલમાં બીજી સૌથી વધારે સીએનજી ગાડીઓ વેચનારી કંપની છે, મારુતિ સુઝુકી અર્ટિંગ સીએનજીમાં સૌથી વધારે વેચાનારી ગાડી બની ગઈ છે, તેનું સૌથી મોટું કારણ તેનું 7 સીટર હોવું પણ છે, તેના સિવાય ડિઝાયર, પંચ, હુન્ડાઈ ઓરા અને મારુતિ સુઝુકી વિક્ટોરિસ પર ટોપ સેલિંગ કારની લિસ્ટમાં આવે છે.

સૌથી વધુ વેચાતી CNG કારની યાદી

Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આ ટોપની 10 કારમાં પણ શામેલ છે ?

મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં 69,780 CNG કાર વેચી. ટાટા મોટર્સ બીજા ક્રમે છે, 20,171 CNG કાર વેચી, હ્યુન્ડાઇએ 11,908 CNG કાર વેચી, અને ટોયોટાએ 3,551 CNG ગાડીઓ વેચી. જોકે અન્ય કંપનીઓ પણ CNG કાર વેચે છે, પરંતુ અહીં આપણે ફક્ત ફેક્ટરી ફીટેડ CNG કારની ચર્ચા કરી રહ્યા છીએ.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES