• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!

ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!

Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ અને મોટે મોટેથી ફોન પર વાત કે પછી ફોનના સ્પીકર પર મ્યૂઝિક કે ફિલ્મો જેવું કઈક જોવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે. ચેતી જજો નહીં તો જેલવામાં જવાનો વારો આવી શકે છે.

Written ByViral Raval
Published: Oct 19, 2026, 09:40 PM IST|Updated: Oct 19, 2026, 09:44 PM IST
joinshare
ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!

ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!

2

કૃષિ વિભાગનો મોટો નિર્ણય! વર્ગ-2ના 115 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી

3

રાજકોટ સિવિલમાં એક સાથે 8 એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અજાણ

4

આશુતોષ રાંકા અને સૌરવ દાસે હજુ પણ 2 દિવસ રહેવું પડશે જેલમાં, જાણો શાં માટે?

5

નિવેદન પડ્યું ભારે કે પછી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ? નર્મદાના પાણી અંગે મંત્રી સ્વરૂપજીને કરવી પડી સ્પષ્ટતા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર જોઈએ છે કે કોઈ વ્યક્તિ મોટા અવાજે ફોન પર વાતો કરતા રહે છે. મોડી રાતે પણ આ વાત ચાલુ રહેતી હોય છે. ઘણાને મોટા અવાજે ગીતો સાંભળવા ગમતા હોય છે અથવા તો લાંબી જર્ની હોય તો ફિલ્મો જોતા હોય, ડ્રામા જોતા હોય, વેબ સિરીઝ જોતા હોય છે. પરંતુ હવે આ રીતે બીજાને નડે એમ મોટા અવાજે સાંભળવું તમને ભારે પડી શકે છે. કારણ કે ભારે દંડ લાગી શકે અને જેલમાં પણ જવું પડી શકે. 
    
ભારતીય રેલવેનો આદેશ!

  • વાત જાણે એમ છે કે સાઉથ વેસ્ટર્ન રેલવેએ પોતાના તમામ ડિવિઝનને નિર્દેશ આપ્યો છે કે તેઓ મુસાફરોને મોબાઈલ ફોન પર જોર જોરથી વાતચીત કરવા અને સ્પીકર પર ઓડિયો કે વીડિયો મોટે મોટેથી વગાડવા વિરુદ્ધ જાગૃત કરે. 
  • એટલું જ નહીં રેલવેએ એમ પણ કહ્યું છે કે, જો કોઈ મુસાફર વાત ન માને તો તેના વિરુદ્ધ રેલવે અધિનિયમની કલમ 145 હેઠળ કાર્યવાહી  થઈ શકે છે. 
  • આ કાર્યવાહીમાં 1000 રૂપિયા સુધીનો દંડ અને છ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે. 
  • રેલવેના જણાવ્યાં મુજબ મુસાફરોની મુસાફરી આરામદાયક બનાવવા હેતુસર આ ચેતવણી બહાર પાડવામાં આવી છે. 
  • 6 ઓક્ટોબર 2026ના રોજ બહાર પડેલા નિર્દેશમાં ચેન્નાઈ સ્થિત સાઉર્થન રેલવે હેડક્વાર્ટરે પોતાના ડિવિઝનોને કહ્યું કે તેઓ મુસાફરોને સમજાવે તે તેમના આવા વ્યવહારથી અન્યને કેટલું હેરાન પરેશાન થવું પડે છે.

મુસાફરોએ શું કરવું જોઈએ

  • રેલવે ઝોને પોતાના ડિવિઝનોને કહ્યું છે કે , તેઓ આ સંદેશાઓને સ્થાનિક  ભાષાઓ, હિન્દી, અંગ્રેજીમાં પબ્લિક એડ્રસ સિસ્ટમ દ્વારા પહોંચાડે. 
  • એવી નોટિસો પણ લગાવે કે મોટે મોટેથી વાતો કરવાથી કે સ્પીકર પર સાંભળવાથી બીજાને કેટલી હેરાનગતિ થાય છે. 
  • રેલવેએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે મુસાફરોએ મોટા અવાજે ગીતો કે મૂવી જવી હોય તો તેમણે ઈયરફોનનો ઉપયોગ કરવો જોઈએ.

વર્ષો પહેલા બહાર પડ્યો હતો આવો જ આદેશ!

  • અત્રે જણાવવાનું કે બહાર પડેલા નિર્દેશમાં રેલવે બોર્ડે 23 જુલાઈ 2012ના એક પત્રનો પણ ઉલ્લેખ કર્યો છે. તે સમયે રેલવે કોચો (ખાસ કરીને એસી)માં મુસાફરો દ્વારા મોબાઈલ ફોન પર જોર જોરથી વાત, લાંબી વાતચીત કરવી, આપત્તિજનક રિંગટોન વાપરવા જેવી ફરિયાદોને પગલે આ પત્ર બહાર પડાયો હતો. 
  • રેલવેએ કહ્યું હતું કે આવા વ્યવહારથી અન્ય મુસાફરોને કેટલીક મુશ્કેલીઓ પડે છે તે સમજાવવું જોઈએ. 
  • આવામાં મોબાઈલ ફોનને સાઈલેન્ટ કે વાઈબ્રેશન મોડ પર રાખવો, ઓછા અવાજવાળી રિંગટોન વાપરવી અને મોટે મોટીથી વાત ન કરવાની સલાહ અપાઈ હતી.

કોણ ફટકારશે દંડ?

  • આ નિર્દેશ ચેન્નાઈ, પલક્કડ, તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, મદુરાઈ, સલેમ ડિવિઝનોના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરોને ઈશ્યુ કરાયા છે. જેમાં કહેવાયું છે કે રેલવે એક્ટની જોગવાઈઓ હેઠળ ટિકિટ એક્ઝામિનર કે તેની ઉપરની રેંકના કોમર્શિયલ સ્ટાફને આવી મુશ્કેલીઓ ઊભી કરનારા વિરુદ્ધ દંડ ફટકારવાનો હક છે.
  • આ પત્રમાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સંશોધન) અધિનિયમ 2026 હેઠળ સંશોધિત કલમ 145(2) (a)નો હવાલો આપવામાં આવ્યો છે. આ કલમ પરેશાની પેદા કરતા, અશ્લિલ હરકતો કરતા, ગાળાગાળી કરતા કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા, તથા રેલવની સુવિધાઓમાં જાણીજોઈને અડચણો નાખવા જેવા મામલાને ધ્યાનમાં લે છે. 
  • કેટલાક કેસોમાં વ્યક્તિને રેલવે પરિસરમાંથી બહાર કાઢી મૂકવાની પણ જોગવાઈ છે. 
  • જો કોઈ વ્યક્તિ ના પાડવા છતાં માને નહીં તો તેને કડક સજા આપી શકાય છે. 
  • રેલવેએ સંબંધિત ડિવિઝનોને જરૂરી કાર્યવાહી કરવા અને 20 ઓક્ટોબર 2026 સુધીમાં પોતાના હેડક્વાર્ટરને તેના પર અમલનો રિપોર્ટ સોંપવા કહ્યું છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News