• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /નોકરી છૂટ્યા પછી કાર લોનની EMI ચૂકવવામાં મુશ્કેલી? જાણો કર્જના બોજમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી

નોકરી છૂટ્યા પછી કાર લોનની EMI ચૂકવવામાં મુશ્કેલી? જાણો કર્જના બોજમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી

જો કોઈ વ્યક્તિની નોકરી જતી રહે છે તો ઘરના જરૂરી ખર્ચને લઈને ચિંતા વધી જાય છે. એટલું જ નહીં જો પહેલાથી કોઈ લોન ચાલી રહી છે તો તેનો EMI ચુકવવામાં પણ મુશ્કેલી આવવા લાગે છે.

Written ByGokani Dhaval
Published: Sep 24, 2026, 02:52 PM IST|Updated: Sep 24, 2026, 02:54 PM IST
joinshare
નોકરી છૂટ્યા પછી કાર લોનની EMI ચૂકવવામાં મુશ્કેલી? જાણો કર્જના બોજમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Car Loan EMI Guide: નોકરી જતી રહે તો માત્ર પગાર બંધ થઈ જતો નથી. દર મહિને જરૂરી ખર્ચની સાથે જો Car Loan નો EMI પણ ચાલી રહ્યો હોય તો આર્થિક દબાવ વધી જાય છે. તેવા સમયે સૌથી જરૂરી છે કે તમારી આર્થિક સ્થિતિની સાચી સમીક્ષા કરો અને સમય રહેતા બેંક કે લોન કંપની સાથે વાત કરો. જો નોકરી ગયા બાદ કાર લોનનો હપ્તો ભરવામાં સમસ્યા આવી રહી છે તો કેટલીક વાતોનું ધ્યાન રાખી દેવામાંથી આઝાદી મળી શકે છે.

બચત અને જરૂરી ખર્ચનો હિસાબ કર
સૌથી પહેલા તમારી બચત અને જરૂરી ખર્ચનો હિસાબ કરો. જુઓ તમારી પાસે કેટલી બચત છે, છેલ્લો પગાર કે નોકરીમાંથી મળનાર કોઈ રકમ ક્યાં સુધી મળી શકે છે અને દર મહિને ઘર ચલાવવા માટે કેટલા પૈસા જરૂરી છે. ત્યારબાદ કાર લોનનો EMI સામેલ કરી જુઓ કે તમારી બચત કેટલો સમય ચાલી શકે છે. નોકરી ગયા બાદ તમામ બચત EMI ભરવામાં લગાવવી યોગ્ય નથી, કારણ કે ભાડું, રાશન, મેડિકલ ખર્ચ અને નોકરી શોધવાના ખર્ચ માટે પૈસા બચાવવા જરૂરી છે.

Emergency Fund નો કરો ઉપયોગ
આવા સમયમાં ઈમરજન્સી ફંડ કામ આવી શકે છે. ખાસ કરી તેનો ઉપયોગ આવક અટકી જવા જેવી સ્થિતિમાં કરવામાં આવે છે, તેથી જરૂર પડવા પર તેનો થોડો હિસ્સો ઈએમઆઈ ભરવામાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે તમારી બધી બચત હપ્તો ભરવામાં ખતમ ન થઈ જાય.

EMI ચૂકી જવાની પ્રતીક્ષા ન કરો
સૌથી જરૂરી વાત છે કે તમે EMI મિસ થવાની રાહ ન જુઓ. બેંક કે ફાઈનાન્સ કંપનીનો પહેલા સંપર્ક કરો અને તમારી સ્થિતિ જણાવો. લેન્ડરને પૂછો કે અસ્થાયી આર્થિક પરેશાનીની સ્થિતિમાં શું વિકલ્પ ઉપલબ્ધ છે. કેટલાક મામલામાં Loan Tenure વધારવા કે Repayment ને રિસ્ટ્રક્ચર કરવાનો વિકલ્પ મળી શકે છે. ટેન્યોર વધવાથી દર મહિનાનો હપ્તો ઓછો થઈ શકે છે અને થોડા સમય માટે રાહત મળી શકે છે. પરંતુ લોનનો સમયગાળો વધવા પર કુલ વ્યાજ વધારે ચુકવવું પડી શકે છે.

વીમાની સુવિધાને કરો ચેક
આ સિવાય તમારી કાર લોનના દસ્તાવેજને ધ્યાનથી જુઓ. કેટલીક લોનની સાથે Loan Protection કે  Credit Protection જેવી વીમાની સુવિધા હોઈ શકે છે. પરંતુ Job Loss Cover દરેક લોનમાં સામેલ હોતું નથી. જો તમારી લોનની સાથે આવી સુવિધા છે તો તેની શરતો, Waiting Period, Exclusions અને કેટલા EMI કવર થશે, તે જરૂર તપાસો.

નવી લોન લેવાની ભૂલ ન કરો
નોકરી શોધવા દરમિયાન જૂની કાર લોનના હપ્તા ચુકવવા માટે નવી મોંઘી લોન લેવાથી મુશ્કેલી વધી શકે છે. ખાસ કરી ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉધાર લેવા કે પર્સનલ લોન લેતા પહેલા તેનું વ્યાજ અને નવા EMIને ધ્યાનથી સમજો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News