• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! ડેટા ચોરી અટકાવવા અત્યારે જ ફોનમાં ઓન કરો આ 3 ખાસ ફીચર્સ

સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! ડેટા ચોરી અટકાવવા અત્યારે જ ફોનમાં ઓન કરો આ 3 ખાસ ફીચર્સ

તમારા સ્માર્ટફોનમાં છુપાયેલા એવા 3 સિક્યોરિટી ફીચર્સ, જે તમને સાયબર ફ્રોડ અને ડેટા ચોરીથી બચાવવામાં મદદ કરી શકે છે. સારી વાત છે કે તે માટે અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. જાણો ફોનને સુરક્ષિત રાખવા ક્યા ફીચર્સ ઓન કરવા જોઈએ.

Written ByGokani Dhaval
Published: Nov 18, 2026, 15:15 IST|Updated: Nov 18, 2026, 15:17 IST
joinshare
સ્માર્ટફોન યુઝર્સ સાવધાન! ડેટા ચોરી અટકાવવા અત્યારે જ ફોનમાં ઓન કરો આ 3 ખાસ ફીચર્સ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજના સમયમાં સ્માર્ટફોનમાં માત્ર ફોટો અને કોન્ટેક્ટ નંબર જ નથી બોતા, પરંતુ બેંક એકાઉન્ટથી લઈને UPI અને સોશિયલ મીડિયા સુધીની ઘણી જરૂરી જાણકારીઓ ઉપલબ્ધ રહે ચે. તેવામાં જો ફોન ચોરી થઈ જાય કે તમે ભૂલથી કોઈ નકલી લિંક પર ક્લિક કરી દો તો તમારી અંગત જાણકારી સાયબર ગુનેગારો સુધી પહોંચી શકે છે. ઘણીવાર નાની બેદરકારી પણ બેંક એકાઉન્ટ ખાલી થવાનું કારણ બની જાય છે. પરંતુ તેનાથી બચવા માટે તમારે કોઈ મોંઘી સિક્યોરિટી એપની જરૂર નથી. તમારા સ્માર્ટફોનમાં ઘણા એવા ફીચર્સ ઉપલબ્ધ છે, જેને ઓન કરી તમે તમારા ડેટા અને એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો.

આ 3 ફીચર્સ બચાવશે તમારો ડેટા, આ રીતે કરો ઓન

ટૂ-ફેક્ટર ઓર્થેન્ટિકેશનથી એકાઉન્ટમાં વધારાની સુરક્ષા

સ્માર્ટફોનની સુરક્ષા વધારવા માટે સૌથી પહેલા ટૂ-ફેક્ટર ઓર્થેન્ટિકેશન એટલે કે 2FA એક્ટિવેટ કરવું જોઈએ. આ ફીચર તમારા ઓનલાઈન એકાઉન્ટને સુરક્ષાની વધારાની લેયર આપે છે. સામાન્ય રીતે કોઈ એપ કે વેબસાઈટ પર લોગિન કરવા માટે પાસવર્ડ નાખવાનો હોય છે, પરંતુ 2FA ચાલૂ હોવા પર પાસવર્ડની સાથે ઓટીટી કે ઓર્થેન્ટિકેશન કોડ પણ માગવામાં આવે છે.

તેનો સૌથી મોટો ફાયદો છે કે જો સાયબર અપરાધી તમારો પાસવર્ડ જાણીલે તો પણ તે એકાઉન્ટમાં લોગિન ન કરી શકે. તમે WhatsApp, Google એકાઉન્ટ, Instagram અને બીજી જરૂરી એપ્સના સિક્યોરિટી સેટિંગમાં જઈ તેને એક્ટિવેટ કરી શકો છો. જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં SMS OTP ની જગ્યાએ Authenticator કે Passkey  નો ઉપયોગ કરવો સારો છે.

આ પણ વાંચોઃ Best Mileage SUV: 29 kmpl સુધીની માઈલેજ અને SUVનો દમદાર અંદાજ, આ 5 ગાડીઓ છે ખાસ

ફોન ચોરી થવા પર કામ આવશે Find My Device ફીચર

સ્માર્ટફોન ચોરી થવા કે કોઈ જગ્યાએ ગુમ થઈ જવા પર સૌથી ચિંતા તેમાં રહેલી અંગત જાણકારી અને બેન્કિંગ એપ્સને લઈને હોય છે. જો ફોન ખોટા હાથમાં જતો રહે તો તમારા ડેટાનો ખોટો ઉપયોગ થઈ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે Android સ્માર્ટફોનમાં Find My Device અને iPhone માં Find My ફીચરને પહેલાથી ઓન કરી રાખો.

આ ફીચરની મદદથી તમે કોઈ બીજી ડિવાઇસથી તમારા ગુમ થયેલા ફોનનું લોકેશન જાણી શકો છો. જરૂર પડવા પર ફોનને દૂરથી પણ લોક કરી શકાય છે. જો ફોન પરત મળવાની આશા નથી તો તેમાં રહેલા ડેટાને રિમોટલી ડિલીટ કરવાનો વિકલ્પ પણ મળે છે. પરંતુ તે માટે ફોનમાં જરૂરી લોકેશન અને એકાઉન્ટ સેટિંગ ચાલૂ હોવું જોઈએ. આ સિવાય ફોનમાં હંમેશા મજબૂત પીન કે પાસવર્ડવાળો સ્ક્રીન લોક હોવો જોઈએ.

આ પણ વાંચોઃ 51 રૂપિયામાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ... BSNLની શાનદાર ઓફર, સિમ કાર્ડ પણ ફ્રી

એપ પરમિશન અને સિક્યોરિટી એલર્ટની કરો તપાસ

ઘણીવાર આપણે જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ એપ ડાઉનલોડ કરતા જોઈએ છીએ, પરંતુ તે ધ્યાન નથી આપતા કે એપ કઈ-કઈ જાણકારીનો ઉપયોગ કરી રહી છે. કેટલીક એપ જરૂરિયાતથી વધુ મંજૂરી માંગે છે. જેમ કે સાધારણ કેલકુલેટર એપને તમારા કોન્ટેક્ટ, માઇક્રોફોન કે લોકેશનની જાણકારી લેવાની જરૂર ન હોવી જોઈએ.

તેથી સમય-સમય પર ફોનના સેટિંગમાં જઈને App Permissions ચેક કરતા રહો. Android સ્માર્ટફોનમાં Privacy Dashboard અને iPhone માં Privacy & Security સેક્શન દ્વારા તે જાણી શકાય છે કે કઈ એપ કેમેરા, માઇક્રોફોન કે લોકેશનનો ઉપયોગ કરી હી છે. જે એપ્સને તેની જરૂર નથી, તેની મંજૂરી બંધ કરી દો.

આ સિવાય એન્ડ્રોયડ Android યુઝર્સે Google Play Protect પણ ચાલૂ રાખવું જોઈએ. આ ફીચર ફોનમાં રહેલ શંકાસ્પદ અને નુકસાન પહોંચાડનાર એપ્સની ઓળખ કરવામાં મદદ કરે છે.

આ વાતોનું પણ રાખો ધ્યાન

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે આ ત્રણ ફીચર્સની સાથે કેટલીક નાની-નાની સાવચેતી પણ જરૂરી છે. તમારા ફોન અને તેમાં રહેલી એપ્સને સમય-સમય પર અપડેટ કરતા રહો. અજાણ્યા નંબરથી આવેલી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાથી બચો. આ સિવાય તમારો OTP, UPI PIN અને બેન્કિંગ પાસવર્ડ કોઈ સાથે શેર ન કરો. સ્માર્ટફોનના યોગ્ય સિક્યોરિટી સેટિંગ અને થોડી સાવધાની તમને મોટા સાયબર ફ્રોડથી બચાવવામાં મદદ કરી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News