Best Mileage SUV: આપણા દેશમાં લાંબા સમયથી તે માનવામાં આવે છે કે માત્ર ડીઝલ એન્જિન ગાડીઓ વધુ માઇલેજ આપી શકે છે. પરંતુ હવે હાઇબ્રિડ ટેક્નોલોજીએ આ જૂના વિચારને બદલવાનું શરૂ કરી દીધું છે. પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રોનિક મોટરના શાનદાર મેળથી ચાલનાર આ ગાડીઓ ડીઝલને પણ પાછળ છોડી રહી છે. આવો આ ગાડીઓ વિશે જાણીએ.
આ લિસ્ટમાં પ્રથમ નામ રેનો ડસ્ટર સ્ટ્રોન્ગ હાઇબ્રિડનું આવે છે. તેમાં 1.8 લીટરનું ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિન, 1.4 Kwh બેટરી અને 6-સ્પીડ ડીએચટી ગિયરબોક્સ મળે છે. જ્યારે કંપનીનો દાવો છે કે આ એસયુવી 29 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ આપી શકે છે.
જ્યારે બીજા નંબર પર મારૂતિ સુઝુકી વિક્ટોરિસ પોતાની જબરદસ્ત ફ્યૂલ એફિશિએન્સીની સાથે ગ્રાહકોના દિલ જીતી રહી છે. તેમાં 1.5 લીટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિનની સાથે ઈલેક્ટ્રિક મોટર અને e-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીના આંકડા પ્રમાણે આ એસયુવી 28.65 કિલોમીટર પ્રતિ લીટર સુધીની શાનદાર માઇલેજ સરળતાથી આપી શકે છે.
આ લિસ્ટમાં ત્રીજા નંબરે મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું સ્ટ્રોન્ગ હાઇબ્રિડ મોડલે પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. ઓછી ગતિ અને શહેરના ભારે ટ્રાફિકમાં આ ગાડી સંપૂર્ણ ઈલેક્ટ્રિક મોડ પર ચાલી શકે છે. તેની બેટરી રીજનરેટિવ બ્રેકિંગથી ઓટોમેટિક ચાર્જ થાય છે, જેનાથી તે 27.97 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે.
ચોથા વિકલ્પના રૂપમાં ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર પણ માઇલેજના મામલામાં પાછળ નથી. ગ્રાન્ડ વિટારા જેવું એડવાન્સ સ્ટ્રોન્ગ પાવરટ્રેન હોવાને કારણે તે 27.97 કિલોમીટર પ્રતિ લીટરની સર્ટિફાઇડ માઇલેજ આપે છે. સામાન્ય ડ્રાઇવિંગ સ્થિતિમાં તે 22થી 24 કિમીની એવરેજ આપે છે.
જો તમે પ્લગ-ઇન હાઇબ્રિડ તકનીકનો અનુભવ લેવા ઈચ્છો છો તો એમજી હેક્ટર ટોમહોક PHEV એક શાનદાર વિકલ્પ છે. તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિનની સાથે 20.5 kWh ની મોટી બેટરી આપવામાં આવી છે. જેને બહારથી ચાર્જ કરી શકાય છે. ઓછા અંતર માટે તે 40 કિમી/લીટર સુધીની સંયુક્ત માઇલેજ આપવાનો દાવો કરે છે.