Honda cars Discount: જો તમે પણ આ દિવસોમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કારણ કે ફેસ્ટિવ સિઝન ખતમ થયા બાદ પણ હોન્ડા કંપની શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે.
તમને જણાવી દઈએ કે કંપની આ મહિને કેટલીક કાર પર બમ્પર છૂટ આપી રહી છે. કંપનીની સૌથી લોકપ્રિય સેડાન હોન્ડા સિટીથી લઈને અમેઝના નવા અને જૂના બંને મોડલ્સ પર ભારે ફાયદો આપવામાં આવી રહ્યો છે. આવો જાણીએ આ મહિને કઈ હોન્ડા કાર પર તમને કેટલી બચત કરવાની તક મળી રહી છે.
મહત્વનું છે કે નવેમ્બરમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ હોન્ડાની ફ્લેગશિપ સેડાન હોન્ડા સિટી પર મળી રહ્યું છે. કંપનીની આ શાનદાર કારને ઘરે લાવવા પર ગ્રાહકોને કુલ 1.86 લાખ રૂપિયા સુધીનો મોટો ફાયદો મળી રહ્યો છે.
તમારી પાસે શાનદાર રાઇડિંગ ક્વોલિટી, શાનદાર કેબિન સ્પેસ અને જબરદસ્ત સેફ્ટી માટે જાણીતી આ સેડાનને ખરીદવાની સુવર્ણ તક છે. જો તમે એક પ્રીમિયમ અને સ્ટાઇલિશ સેડાન શોધી રહ્યાં છો તો આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તો હોન્ડાની કોમ્પેક્ટ સેડાન અમેઝને પણ ડિસ્કાઉન્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તાજેતરમાં બજારમાં આવેલી ત્રીજી જનરેશનની નવી અમેઝ પર ગ્રાહકોને કુલ 66800 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.
જો તમે થોડા ઓછા બજેટમાં ગાડી ખરીદવા ઈચ્છો છો તો તે માટે બીજી જનરેશનની જૂની અમેઝ પર પણ 57600 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. ઓછી કિંમતમાં શાનદાર માઇલેજ અને કમ્ફર્ટ ઇચ્છનાર માટે આ એક સારો વિકલ્પ છે.
મહત્વનું છે કે અહીં એક તરફ સિટી અને અમેઝ પર કેશ ડિસ્કાઉન્ટ અને ઘણા મોટા ફાયદા મળી રહ્યાં છે. તો કંપનીની પોપ્યુલર એસયુવી હોન્ડા એવિલેટ અને ઝેડઆર-વી પર કોઈ સીધુ મોટું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
પરંતુ કેટલીક કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હોન્ડા પોતાની તમામ ગાડીઓ પર ખાસ કોર્પોરેટ ઓફર આપી રહી છે. જેનાથી બચત કરી શકાય છે.
મહત્વનું છે કે હોન્ડા તરફથી મળનાર આ તમામ ડિસ્કાઉન્ટ ઓફર્સ 30 નવેમ્બર 2026 સુધી મળશે. જો તમારે પણ કાર ખરીદવી હોય તો તમારા નજીકના ડીલરની મુલાકાત લઈ ડિસ્કાઉન્ટ વિશે વધુ માહિતી મેળવી શકો છો.