19.05 KM માઇલેજ, ટર્બો એન્જિન અને સનરૂફ! આ SUV પર મળી રહી છે ₹80,000 ની છૂટ, જાણો વિગત
Skoda Kylaq Discount Details: શું તમે પણ તહેવારની સિઝનમાં નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. Skoda Kylaq પર 90 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઓક્ટોબર 2026મા આ કોમ્પેક્ટ એસયુવી તમે ઓછી કિંમતે ખરીદી શકો છો.
Skoda Kylaq Discount Details: આ તહેવારની સિઝનમાં સ્કોડા ઓક્ટોબર 2026મા પોતાની ગાડીઓ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં ડીલર ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, લોયલ્ટી અને કોર્પોરેટ ઓફર સામેલ છે. સૌથી ડસસ્તા મોડલ કાઇલેક પર સૌથી વધુ 90,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ કોમ્પેક્ટ એસયુવી 7.59 લાખથી 13.09 લાખ રૂપિયા વચ્ચે ઉપલબ્ધ છે.
તે Maruti Suzuki Brezza, Hyundai Venue, Mahindra XUV 3XO, Tata Nexon અનેKia Sonet જેવી કારનો મુકાબલો કરે છે. ઓફર 31 ઓક્ટોબર 2026 સુધી માન્ય છે. શહેર અને સ્ટોક અનુસાર ઓફરમાં ફેરફાર થઈ શકે છે, તેથી સ્થાનિક ડીલર પાસેથી પુષ્ટિ કરો. કાઇલેક યંગ ખરીદારો અને ફેમિલી માટે એક સસ્તો વિકલ્પ બની ઉભરી છે. આવો જાણીએ આ તહેવારની સિઝનમાં કાઇલેકની ખરીદી પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Skoda Kylaq પર કેટલી છૂટ?
ડિસ્કાઉન્ટ વિગત પ્રમાણે કાઇલેક પર કુલ 90000 સુધીનો ફાયદો મળી રહ્યો છે. તેમાં ડીલર ડિસ્કાઉન્ટ 40,000 રૂપિયા સુધી, એક્સચેન્જ બોનસ 30,000 રૂપિયા સુધી અને કોર્પોરેટ કે લોયલ્ટી ડિસ્કાઉન્ટ 20,000 સુધી સામેલ છે. આ લાભ એક સાથે મળવા પર કુલ બચત વધી જાય છે.
ડિઝાઇન અને ડાયમેન્શન
ડિઝાઇનમાં કાઇલેક સ્કોડા મોડર્ન સોલિડ લેંગ્વેજ અપનાવે છે. આગળ સ્લિમ ડીઆરએલ સ્ટ્રિપ અને બટરફ્લાઈ ગ્રિલ છે. એલઈડી હેડલેમ્પ બમ્પરમજાં લોઅર પોઝીશન પર છે. પાછળ એલઈડી ટેલ લાઇટ્સ અને ક્લીન લુક છે. તે 3995 મિમી લાંબી, 1783 મિમી પહોળી અને 1619 મિમી ઊંચી છે. વ્હીલબેસ 2566 મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ 189 મિમી છે. રૂફ રેલ્સ અને 16 કે 17 ઇંચના અલોય વ્હીલ્સ તેને સ્ટાઇલિશ બનાવે છે.
આ પણ વાંચોઃ Aadhaar Card Update Alert: આધાર કાર્ડ ધારકો સાવધાન! તુરંત ચેક કરી લો આ 6 જરૂરી બાબતો
કેબિન અને કમ્ફર્ટ
ફીચર્સમાં કીલેસ એન્ટ્રી, ક્રૂઝ કંટ્રોલ, રિયર પાર્કિંગ સેન્સર, મલ્ટીફંક્શન સ્ટીયરિંગ અને વાયરલેસ ચાર્જિંગ સામેલ છે. સેફ્ટીમાં 6 એરબેગ, એબીએસ, ઈબીડી, ઈએસસી, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ, ટીપીએમએસ અને આઈસોફિક્સ છે. તેને ભારત એનકેપમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.
ફીચર્સ અને સેફ્ટી
ફીચર્સમાં કીલેસ એન્ટ્રી, ક્રૂઝ કંટ્રોલ, રિયર પાર્કિંગ સેન્સર, મલ્ટીફંક્શન સ્ટીયરિંગ અને વાયરલેસ ચાર્જિંગ સામેલ છે. સેફ્ટીમાં 6 એરબેગ, એબીએસ, ઈબીડી, ઈએસસી, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ, ટીપીએમએસ અને આઈસોફિક્સ છે. તેને ભારત એનકેપમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે.
એન્જિન અને માઇલેજ
તેમાં એકમાત્ર 1.0 લીટર ટીએસઆઈ ટર્બો પેટ્રોલ એન્જિન છે. તે 115 એચપી પાવર અને 178 એનએમ ટોર્ક આપે છે. 6-સ્પીડ મેનુઅલ કે ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઉપલબ્ધ છે. એઆરેઆઈ માઇલેજ મેનુઅલમાં 19.68 કિમી અને ઓટોમેટિકમાં 19.05 કિમી છે. શહેર-હાઈવે પર સારૂ પ્રદર્શન કરે છે. જો તમારે નવી કાર લેવી હોય તો આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો.