નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ સૌથી પહેલા લોકોને તેમાં WhatsApp, Instagram અને અન્ય એપ્સ ડાઉનલોડ કરવાની ઉતાવળ રહે છે. પરંતુ ફોનમાં એપ્સ ડાઉનલોડ કરતા પહેલા કેટલાક જરૂરી સેટિંગ્સ ચેક કરવા જરૂરી છે. તો સૌથી પહેલા તે જાણીએ કે નવો ફોન ખરીદ્યા બાદ સૌથી પહેલા તેમાં ક્યા સેટિંગ કરવા જોઈએ અને ક્યા જૂના સેટિંગ્સને બદલવા જોઈએ.
નવો ફોન ખરીદી બદલો આ 6 સેટિંગ્સ
1. સૌથી પહેલા સ્ક્રીન લોક અને બાયોમેટ્રિક સેટ કરો
નવો ફોન હાથમાં આવતા પહેલા તેની સિક્યોરિટી સેટ કરો. સ્ક્રીન લોક માટે મજબૂત PIN પાસવર્ડ કે પેટર્ન લગાવો. આ સાથે ફોનમાં ઉપલબ્ધ ફિંગરપ્રિન્ટ કે ફેસ અનલોકને પણ સેટ કરી શકો છો. તેનાથી તમારા સિવાય ફોન બીજી વ્યક્તિના હાથમાં જવા પર પર્સનલ ડેટા સુધી પહોંચને રોકવામાં મદદ મળશે.
2. Find My Device કે Find My જરૂર ઓન કરો
ફોન ગુમ થવા કે ચોરી થઈ જાય તો શોધવામાં Find My Device અને Find My જેવા ફીચર કામ આવે છે. Android ફોનમાં Find My Device અને iPhone માં Find My ફીચરને ઓન કરીને રાખો. જરૂર પડવા પર તેના દ્વારા ફોનનું લોકેશન જોવાની સાથે ડેટાને રિમોટ રીતે ડિલીટ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે.
3. Software Update જરૂર ચેક કરો
નવો ફોન ખરીદ્યા બાદ એકવાર સોફ્ટવેર અપડેટ જરૂર ખોલીને જુઓ. સેટિંગ્સમાં જઈને ચેક કરો કે ફોન માટે કોઈ નવું સિસ્ટમ અપડેટ કે સિક્યોરિટી અપડેટ છે કે નહીં. જો અપડેટ ઉપલબ્ધ છે તો તેને ઈન્સ્ટોલ કરી લેવું સારૂ છે. તેનાથી ફોનને નવા ફીચર્સ અને જરૂરી સિક્યોરિટી સુધાર મળી શકે છે.
4. Cloud Backup ને ચાલૂ રાખો
ફોનમાં ઉપલબ્ધ ફોટો, કોન્ટેક્સ્ટ અને બીજા જરૂરી ડેટાને બેકઅપ રાખી કામ કરવામાં આવે છે. એન્ડ્રોયડ યુઝર્સ Google Account દ્વારા અને આઈફોન યુઝર્સ iCloud દ્વારા ક્લાઉડ બેકઅપ ઓન કરી શકે છે. ફોન ખરાબ થવા કે ગુમ થવા કે બદલવાની સ્થિતિમાં બેકઅપમાંથી જરૂરી ડેટા પરત લેવામાં મદદ મળી શકે છે.
5. દરેક એપની પરમિશન જરૂર ચેક કરો
નવા ફોનમાં એપ્સ ઈન્સ્ટોલ કર્યાં બાદ તેની પરમિશન પણ ચેક કરો. સેટિંગ્સમાં જઈને જુઓ કે કઈ એપને કેમેરા, માઇક્રોફોન, લોકેશન કે બીજી જાણકારીનું એક્સેસ મળેલું છે. જે એપને કોઈ પરમિશનની જરૂર નથી, તેની મંજૂરી બંધ કરો. સાથે ગૂગલ કે બીજી એપ્સમાં ઉપલબ્ધ Activity Tracking જેવા સેટિંગ્સને પણ તમારી જરૂરિયાત પ્રમાણે મેનેજ કરી શકો છો.
6. Refresh Rate અને Background Activity પર નજર રાખો
જો તમારા ફોનમાં 90Hz કે 120Hz નો હાઈ રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે તો ડિસ્પ્લે સેટિંગ્સમાં જઈને ચેક કરો. હાઈ રિફ્રેશ રેટથી સ્ક્રીન સ્ક્રોલિંગ અને બીજા કામ વધુ સરળ લાગી શકે છે. પરંતુ તેની અસર બેટરી પર પણ પડી શકે છે. એવી એપ જે જરૂરિયાત વગર બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, તેની બેકગ્રાઉન્ડ એક્ટિવિટીને લિમિટ કરવાથી બેટરી અને મોબાઈલ ડેટા બચાવવામાં મદદ મળી શકે છે.
નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ માત્ર એપ ડાઉનલોડ કરી ઉપયોગ શરૂ કરવાની જગ્યાએ એક વખત બેઝિક સેટિંગ્સ ચેક કરી લેવા જોઈએ.