26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર
જો તમે 7 સીટ કાર શોધી રહ્યાં છો, જે બજેટ ફ્રેન્ડલી હોય અને જેની માઇલેજ સારી હોય તો તમારા માટે કેટલાક સારા વિકલ્પ છે, જ્યાં તમને સસ્તી કિંમતમાં સારી ડીલ મશી જશે.
મોટા પરિવાર માટે કાર પણ મોટી લેવી પડે છે. ખાસ કરી જ્યારે પરિવારમાં 6થી 7 લોકો હોય તો સેવન સીટર કારનો વિકલ્પ લોકો શોધે છે, જેની કિંમત ખુબ વધુ હોય છે. તેવામાં લોકો એવી કાર જુએ છે, જે સસ્તી હોય અને શાનદાર માઇલેજ આપતી હોય. આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારા પરિવાર માટે બેસ્ટ છે અને તેમાં કેટલીકની કિંમત 5.65 લાખથી શરૂ થાય છે. ખાસ વાત છે કે આ કાર માઇલેજ પણ સારી આપે છે.
5.65 લાખથી શરૂ થાય છે 7 સીટર કાર
જો તમે તમારા બજેટમાં 7 સીટર કાર શોધી રહ્યાં છો તો તમારા માટે Nissan Gravite એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેની શરૂઆતી કિંમત 5.65 લાખ રૂપિયા છે. એન્જિન અને માઇલેજની વાત કરીએ તો તેમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે, જે 19 કિમીની માઇલેજ આપે છે. આ કારમાં સાત લોકો સરળતાથી બેસી શકે છે અને જરૂર પડવા પર સીટને ફોલ્ડ કરી બૂટ સ્પેસ બનાવી શકાય છે. તેમાં ટચસ્ક્રીન અને રિયર એસી વેન્ટ્સ જેવા શાનદાર ફીચર મલે છે.
ટ્રાઇબર પણ છે સારો વિકલ્પ
Renault Triber પણ તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ દેશની સૌથી સસ્તી સેવન સીટર કારમાંથી એક છે. રેનો ટ્રાઇબરની શરૂઆતી કિંમત 5.76 લાખ રૂપિયા છે. તો તે 17થી 20 કિમી પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. કારને તેની ફ્લેક્સિબિલિટી માટે ઓળખવામાં આવે છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન અને કમાલનું ઈન્ટીરિયર મળે છે.
આ પણ વાંચોઃ દિવાળી પર ખરીદો 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, કિંમત માત્ર ₹5.75 લાખથી શરૂ
મહિન્દ્રા બોલેરો Neo
જો તમે મહિન્દ્રાનો ભરોસો ઈચ્છો છો તો તમારા માટે બોલેરો નિયો સૌથી સારો વિકલ્પ છે. તેની શરૂઆતી કિંમત 7.99 લાખ છે અને તે મજબૂત માનવામાં આવે છે. આ કાર 16થી 17 કિમીની માઇલેજ આપે છે. જો તમે એવી કાર ઈચ્છો છો જો ખરાબ રસ્તા પર પણ ચાલી શકે તો આ વિકલ્પ સારો છે.
સિટ્રોએન એયરક્રોસ
Citroen Aircross પણ એક 7 સીટર કાર છે અને તેની કિંમત 8.29 લાખથી શરૂ થાય છે. આ કાર આશરે 17.6 થી 18.5 kmpl સુધીની માઇલેજ આપે છે. તેમાં જરૂરિયાત પ્રમાણે સીટોને પાછળ હટાવી શકાય છે. ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવનાર આ કાર તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
મારૂતિની અર્ટિગા
કિંમત પ્રમાણે ભલે આ કાર છેલ્લી હોય, પરંતુ વેચાણના મામલામાં આ 7-સીટર ખુબ આગળ છે. મારૂતિ સુઝુકીની અર્ટિગાની કિંમત 8.80 લાખથી શરૂ થાય છે અને તે 20થી વધુની માઇલેજ આપે છે. સીએનજીની સાથે આ કાર 26 કિમી પ્રતિ કિલો સુધીની માઇલેજ આપે છે. કમ્ફર્ટ અને સારી રીસેલ વેલ્યૂને કારણે આ કાર ભારતની પોપ્યુલર 7-સીટર કારમાં સામેલ છે. તેમાં 6 એરબેગ સ્ટાન્ડર્ડ આવે છે, એટલે કે સેફ્ટીની કોઈ ચિંતા નથી.