SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

સુરક્ષા સાથે કોઈ સમજુતિ કર્યા વગર તમે ઓછી કિંમતમાં દમદાર સેફ્ટીની સાથે કાર ઘરે લાવી શકો છો. આ કારની કિંમત 3.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ લિસ્ટમાં Maruti Alto, Celerio, Tata Tiago અને Renault Kwid સુધી સામેલ છે.

Written By Gokani Dhaval
Published: Oct 08, 2026, 12:21 PM IST | Updated: Oct 08, 2026, 12:24 PM IST
Join

Cheapest Cars in India: હંમેશા પ્રથમવાર કાર ખરીદનાર ગ્રાહકોનું બજેટ સીમિત હોય છે. જેના કારણે ઘણા ફીચર્સ અને સેફ્ટીથી સમજુતિ કરવી પડે છે. પરંતુ હવે ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પરિવર્તન આવી ગયું છે. દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપનીઓ હવે પોતાની સૌથી સસ્તી અને શરૂઆતી બજેટ કારોમાં પણ યાત્રિકોની સુરક્ષા માટે 6 એરબેગને સ્ટાન્ડર્ડ સામેલ કરી રહી છે. જો તમે પણ ઓછા બજેટમાં તમારા પરિવાર માટે એક સુરક્ષિત, સ્ટાઇલિશ અને સારી માઇલેજવાળી કાર શોધી રહ્યાં છો તો અહીં તમને સારા વિકલ્પ વિશે માહિતી આપીશું.

Maruti Suzuki Alto K10
Maruti Suzuki Alto K10 દેશની સૌથી સસ્તી કાર અને મિડલ ક્લાસ પરિવારોની પસંદ છે. Maruti Suzuki Alto K10 ની કિંમત 3.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કેબિનની અંદર એન્ડ્રોયડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરનાર 7-ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એક ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને કીલેસ એન્ટ્રીની સુવિધા મળે છે. આ કાર 1.0-લીટર K10C પેટ્રોલ એન્જિન પર કામ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સની સાથે આવે છે, જે પેટ્રોલમાં 24.39થી 24.9 કિમી અને સીએનજીમાં 33.85 કિમી સુધીની માઇલેજ આપે છે. આ સાથે કારમાં 6 એરબેગ, ABS, EBD, ઈપીએસ જેવા ફીચર્સ મળે છે.

આ પણ વાંચોઃ એરટેલ યુઝર્સને મોટો ઝટકો, કંપનીના આ રિચાર્જ પ્લાન થયા મોંઘા, જાણો ક્યારથી થશે લાગુ

Maruti Suzuki Celerio 
Maruti Suzuki Celerio એક સ્ટાઇલિશ હેચબેક કાર છે. તેનો સીધો મુકાબલો હ્યુન્ડાઈની ગાડીઓ સાથે થાય છે. સેલેરિયોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખથી શરૂ થાય છે. તેમાં 313 લીટરનું વિશાળ બૂટ સ્પેસ મળે છે. તેમાં 3D ઓર્ગેનિક સ્કલ્પ્સ્ટેડ ડિઝાઇનની સાથે 7-ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, એન્જિન પુશ-સ્ટાર્ટ/સ્ટોપ બટન અને સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ આપવામાં આવ્યો છે.

આ 1.0 લીટર 3-સિલિન્ડર ડ્યૂલ-જેટ પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 67 PS નો પાવર આપે ચે. સેલેરિયો પેટ્રોલમાં 26 કિમી અને સીએનજીમાં 34 કિમી સુધીની માઇલેજ આપે છે. પેસેન્જર્સની સુરક્ષા માટે તેમાં 6 એરબેગ, ABS, EBD અને હિલ-હોલ્ડ અસિસ્ટની સુવિધા આપવામાં આવી છે.

Tata Tiago
ટાટા મોટર્સની આ કાર પોતાની મજબૂત બિલ્ડ ક્વોલિટી માટે ભારતીય ગ્રાહકોની પસંદ છે. ટાટા ટિયાગોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખથી શરૂ થાય છે. કેબિનમાં 7 ઇંચની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સંગીતના શોખીનો માટે 8-સ્પીકરવાળું હરમન સાઉન્ડ સિસ્ટમ, ઓટોેટિક એસી ક્લાઇમેટ કંટ્રોલ આપવામાં આવ્યું છે.

Tata Tiago માં દમદાર 1.2-લીટર Revotron પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. મેનુઅલ અને એએમટી વિકલ્પની સાથે તે પેટ્રોલમાં 19-20 કિમી અને તેના iCNG મોડલમાં 26.49 કિમીની માઇલેજ આપે છે. ટાટાની આ હેચબેકમાં યાત્રિકોની સુવિધા માટે 6 એરબેગ, ABS, EBD, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ અને રિવર્સ પાર્કિંગ કેમેરા મળે છે.

આ પણ વાંચોઃ AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ

Renault Kwid 
Renault Kwid  બજેટ રેન્જમાં આવનારી સૌથી સ્ટાઇલિશ અને બોલ્ડ લુકવાળી હેચબેક કારછે. પરંતુ કંપીએ હવે તેને માત્ર બે વેરિએન્ટમાં સીમિત કરી દીધી છે. તેના  'Evolution' વેરિએન્ટની એક્સ-શોરૂમ કિંમત 4.53 લાખ રૂપિયા ચે, જ્યારે તેને ઓટોમેટિક 'Climber AMT' વેરિએન્ટની કિંમત 5.61 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં કીલેસ એન્ટ્રી, રિવર્સ પાર્કિંગ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને મેનુઅલ એસી જેવા જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Renault Kwid 1.0-લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનની સાથે આવે છે, જે 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક એએમટીની સાથે 21.7થી 22.5 કિમી સુધીની માઇલેજ આપે છે. તેમાં સીએનજી વિકલ્પ પણ મળે છે. તેના ટોપ વેરિએન્ટની સુરક્ષા માટે 6 એરબેગ, ABS, EBD, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ટ્રેક્શન કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે શહેર અને વેરિએન્ટ પ્રમાણે આ કારની કિંમતમાં તમને ફેરફાર જોવા મળી શકે છે. આ કારણે ફાઇનલ ડીલ કરતા પહેલા એકવાર તમારા નજીકના શોરૂમ કે ડીલર સાથે સંપર્ક જરૂર કરો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES