કાર હવે જાતે જ બ્રેક મારશે! ઓક્ટોબર 2030થી તમામ નવી કારોમાં 'AEBS' સિસ્ટમ ફરજિયાત બનાવશે સરકાર
ઓક્ટોબર 2030થી ભારતમાં વેચાતી બધી નવી કારોમાં ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એઈબીએસ ફરજીયાત રહ્યું છે. રસ્તા પર દુર્ઘટના રોકવા માટે સરકારનું આ એક મોટું પગલું છે, જેનાથી હવે ગાડીઓ ખુદ ખતરો ઓળખી બ્રેક લગાવી શકશે.
રસ્તા પર ગાડીઓ ઝડપથી ચલાવવી આજના સમયમાં જેટલું ક્રેઝી લાગે છે, એટલું ખતરનાક પણ બની રહ્યું છે. દરરોજ સવારે ઉઠીને સમાચાર જુઓ તો કોઈને કોઈ અકસ્માતના સમાચાર જરૂર હોય છે. રોડ અકસ્માતના આ ડરામણા આંકડા પર લગામ લગાવવા માટે હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દેશમાં ડ્રાઇવિંગ સુરક્ષિત બનાવવા માટે એક એવી જોરદાર સિસ્ટમ લાવવામાં આવી રહી છે, જે ખરેખર ગેમ-ચેન્જર સાબિત થશે. આવનારા દિવસોમાં ગાડીઓ ખુદ અંદાજ લગાવશે કે કોઈ મુશ્કેલી ચે કે નહીં. જો ડ્રાઇવરનું ધ્યાન ભટક્યું કે તેણે સમય રહેતા બ્રેક ન દબાવી તો ગાડી ખુદ બ્રેક લગાવી દેશે. આ ટેક્નોલોજીનું નામ ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ એટલે કે AEBS રાખવામાં આવ્યું છે. સરકારનું આ નવું ફરમાન ખાસ કરી તેવા લોકોનું જીવન બદલી નાખશે જે દિવસ-રાત ગાડી ચલાવે છે.
શું છે આ ઓટોમેટિક ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ (AEBS)?
આ કોઈ સામાન્ય વસ્તુ નહીં પરંતુ એડીએએસ એટલે કે અદ્યતન ડ્રાઈવર સહાયક પ્રણાલીનો એક દમદાર હિસ્સો છે. ગાડીની ચારે તરફ એવા સેન્સર અને કેમેરા ફિટ થશે જે પલક ઝપકડા જ આસપાસની દરેક હલચલ પર નજર રાખશે. માની લો તમે ગાડી ચલાવી રહ્યાં છો અને અચાનક સામે કોઈ ટ્રક કે વ્યક્તિ આવી ગયો અને તમે બ્રેક દબાવવાનું ભૂલી ગયા, તો આ સિસ્ટમ ખુદ સમજી જશે કે દાળમાં કંઈક કાળું છે. ત્યારબાદ ગાડીનું કમ્પ્યુટર ઓટોમેટિક ઈમરજન્સી બ્રેક લગાવશે, જેથી દુર્ઘટના ટાળી શકાય.
ક્યારથી લાગૂ થશે નવો નિયમ અને શું છે તેની ડેડલાઇન?
સરકાર આ નવા માસ્ટરપ્લાન હેઠળ દરેક ગાડી માટે અલગ-અલગ ડેડલાઈન સેટ કરી રહી છે. શરૂઆત સૌથી પહેલા મોટા અને ભારે વાહનોથી કરવામાં આવી રહી છે. આવનાર જાન્યુઆરી 2027થી દેશમાં જેટલા પણ નવા ટ્રક અને બસ મોડલ માર્કેટમાં ઉતરશે, તેમાં આ AEBS ટેક્નોલોજી ફરજીયાત કરી દેવામાં આવશે. ત્યારબાદ વારો આવે છે કારનો. જે રિપોર્ટ સામે આવ્યો છે તે પ્રમાણે ઓક્ટોબર 2030થી દેશમાં વેચાનારી દરેક કારમાં આ નવી સિસ્ટમ ફરજીયાત કરવામાં આવી છે. આ સિવાય જે ગાડીઓ વર્ષ 2030 પહેલા માર્કેટમાં આવી રહી છે અને આ સમયે તેનું પ્રોડક્શન ચાલૂ છે, તેના માટે આ નિયમ ઓક્ટોબર 2032થી લાગૂ થશે. જલ્દી સરકાર તેનો સત્તાવાર ડ્રાફ્ટ જારી કરવાની છે, જેથી બધાને તૈયારી કરવાની તક મળી શકે.
આ પણ વાંચોઃ 19.05 KM માઇલેજ, ટર્બો એન્જિન અને સનરૂફ! આ SUV પર મળી રહી છે ₹80,000 ની છૂટ
ટેક્સીઓ અને કોમર્શિયલ ગાડીઓ પર રહેશે ફોકસ
આ પ્લાનમાં સૌથી વધુ ભાર ટેક્સીઓ અને કોમર્શિયલ ગાડીઓ પર આપવામાં આવી રહ્યો છે. જે લોકો દિવસ-રાત કેબ ચલાવે છે અને સ્ટીયરિંગ પકડી કલાકો સુધી હાઈવે પર બેસે છે, તેના માટે આ ટેક્નોલોજી કોઈ વરદાનથી ઓછી નથી. ટેક્સીઓ માટે માત્ર બ્રેક જ નહીં, પરંતુ ઘણા અન્ય શાનદાર ફીચર્સ પણ ફરજીયાત કરવામાં આવી રહ્યાં છે. તેમાં ઓટોમેટિક કમાન્ડ સ્ટીયરિંગ, ઈમરજન્સી લેન કીપિંગ સિસ્ટમ અને ડ્રાઇવરના સુસ્ત હોવા કે ઊંઘ આવવા પર કામ ઉભા કરનાર સેન્સર્સ પણ સામેલ છે.
ડ્રાઇવરોના થાક અને ઊંઘથી થનાર અકસ્માતો પર લાગશે લગામ
હંમેશા એવું જોવામાં આવે છે કે લાંબા અંતર બાદ ડ્રાઇવરને ઊંઘ કે ઝોકા આવવા લાગે છે અને તે રસ્તોમાંથી ધ્યાન ગુમાવી દે છે. તેનો સામનો કરવા માટે નવી ગાડીઓમાં ડ્રાઇવર ડ્રાઉજીનેસ ડિટેક્શનવાળું ફીચર પણ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડ્રાઇવરને ઝોકા આવશે કે તેનું ધ્યાન ભટકશે તો ગાડી તત્કાલ એલાર્મ વગાડી તેને જગાડશે અને ખુદ ગાડીનો કંટ્રોલ કરવાનું શરૂ કરી દેશે. આ સિવાય બ્લાઇન્ડ સ્પોટ ઈન્ફોર્મેશન અને લેન ડિપાર્ચર વોર્નિંગ જેવા જબરદસ્ત ફીચર પણ જોડવામાં આવી રહ્યાં છે, જેથી ગાડી પોતાની લાઇન છોડીને બીજીતરફ ન ભટકે.
ઓટોમોબાઇલ એક્સપર્ટ આ મામલે શું કહી રહ્યાં છે
ઓટોમોબાઇલ અને મોબિલિટી સેક્ટરના જાણીતા નિષ્ણાંત રમા પાંડેનું કહેવું છે કે આ નિયમ તે તમામ કોમર્શિયલ ડ્રાઇવરો માટે ખુબ મોટી શાંતિ લાવશે, જે દરરોજ સ્ટેરિંગની પાછળ અડધું જીવન પસાર કરે છે. તેમનું કહેવું છે કે જ્યારે ગાડી ખુદ સુરક્ષાના મોટા નિર્ણય લેવા લાગશે અને ડ્રાઇવરનો થાક ઓછો કરશે, તો ડ્રાઇવિંગની મજા બદલાઈ જશે. જે ગાડીઓમાં પહેલાથી આ લેવલની ટેક્નોલોજીમાં આવી રહી છે, તેના માટે ઈન્ડસ્ટ્રીના નવા સ્ટાન્ડર્ડ ફોલો કરવા વધુ સરળ થઈ જશે.