• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતા પહેલા જાણી લો એરલાઈન્સના નિયમો

શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતા પહેલા જાણી લો એરલાઈન્સના નિયમો

હવાઈ યાત્રા દરમિયાન પાવર બેંક લઈ જવા અને તેના ઉપયોગ સાથે જોડાયેલા નિયમ કડક છે. આ નિયમ વિશે તમારી પાસે જાણકારી હોવી જરૂરી છે.

Written ByGokani Dhaval
Published: Sep 24, 2026, 04:31 PM IST|Updated: Sep 24, 2026, 04:32 PM IST
joinshare
શું ફ્લાઇટમાં પાવર બેંક વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતા પહેલા જાણી લો એરલાઈન્સના નિયમો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજના સમયમાં પાવર બેંક ટ્રાવેલનો મુખ્ય હિસ્સો બની ગઈ છે. લાંબી ટ્રિપ દરમિયાન ફોનને ચાર્જ રાખવામાં પાવર બેંક મદદરૂપ થાય છે. તેથી દરેક તેને સાખે રાખવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે વાત હવાઈ યાત્રાની આવે છે ત્યારે પાવર બેંકને સાથે લઈ જવા કે તેના ઉપયોગ કરવા સાથે જોડાયેલા કેટલાક નિયમ છે.

પ્લેનમાં ટ્રાવેલ કરવા સમયે તમને આ નિયમો વિશે જાણકારી હોવી જોઈએ, બાકી નુકસાન થઈ શકે છે. આવો જાણીએ પ્લેનમાં પાવર બેંક લઈ જવા અને ઉપયોગ કરવાના નિયમ શું છે.

શું પ્લેનમાં પાવર બેંક લઈ જઈ શકાય છે?
જી હાં, તમે પ્લેનમાં પાવર બેંકને સાથે લઈ ટ્રાવેલ કરી શકો છો, પરંતુ માત્ર કેબિન બેગમાં. ચેક-ઇન બેગમાં પાવર બેંક રાખવાની મનાઈ છે. તેથી તમે તેને તમારી હેંડ બેગમાં રાખી શકો છો. પરંતુ તે માટે કેટલાક નિયમ છે. પાવર બેંકની ક્ષમતા  100Wh થી ઓછી હોવી જોઈએ. તેનાથી વધુ પાવરની પાવર બેંક પ્લાનમાં લઈને જઈ શકાય નહીં.

પ્લેનમાં પાવર બેંકનો ઉપયોગ કરી શકાય?
ઘણા લોકો માને છે કે જ્યારે પાવર બેંક સાથે લઈ જઈ શકીએ તો પ્લેનમાં તેનો ઉપયોગ કરી શકાય, પરંતુ તેવું નથી. પ્લેનની અંદર તમે પાવર બેંકનો ઉપયોગ ન કરી શકો. યાત્રા દરમિયાન તમારે પાવર બેંક બંધ રાખવી પડશે. કેબિનની અંદર તમે તેનાથી તમારો ફોન ચાર્જ ન કરી શકો.

શું પ્લેનમાં પાવર બેંક ચાર્જ કરી શકાય?
આજકાલ ઘમા વિમાનોમાં સીટની પાસે યુએસબી ચાર્જિંગ પોર્ટ બનેલા હોય છે, પરંતુ તે માત્ર લેપટોપ કે ફોનને સીધો ચાર્જ કરવા માટે હોય છે, ન કે પાવર બેંકને ચાર્જ કરવા માટે. પાવર બેંકને પ્લેનમાં ચાર્જ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં આગ લાગી શકે છે. તેથી પ્લેનની અંદર પાવર બેંક ચાર્જ કરવાની મનાઈ હોય છે.

કેમ પાવર બેંકના ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે?
હકીકતમાં પાવર બેંકમાં લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ થાય છે .આ બેટરીઓ નાના આકારની હોય છે, પરંતુ મોટી માત્રામાં એનર્જી સ્ટોર કર છે. તેથી તેમાં આગ લાગવાનો ખતરો રહે છે. આ સિવાય થર્મલ રનવેનો પણ ખતરો રહે છે. જો કોઈ લિથિયમ-આયન બેટરી ડેમેજ થઈ જાય કે વધુ ગરમ થઈ જાય તો તેમાં શોર્ટ-સર્કિટ થઈ જાય તો તેનાથી લાગ લાગી શકે છે કે તે ફાટી શકે છે. પ્લેનમાં તે ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે. તેથી પ્લેનની અંદર તેના ઉપયોગ કે ચાર્જિંગની ખતમ મનાઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News