ઓક્ટોબર 2026ની શરૂઆતની સાથે સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલા ઘણા નિયમમાં ફેરફાર થવાના છે. તેની અસર ઘરેલું ગેસ સિલિન્ડરની સબસિડી, UPI પેમેન્ટ, એલપીજીના ભાવ પર પડી શકે છે. આ નવા નિયમની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવો જાણીએ ઓક્ટોબરમાં ક્યા-ક્યા નિયમોમાં ફેરફાર થઈ શકે છે.
LPG સિલિન્ડરની સબસિડી માટે આધાર વેરિફિકેશન જરૂરી
1 ઓક્ટોબર 2026થી ઘરેલું LPG સિલિન્ડપ પર સબસિડીનો લાભ લેવા માટે આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન BAA પૂરુ કરવું જરૂરી હશે. જે ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, તેને કંઈ કરવાની જરૂર નથી. જે લોકોનં ઓર્થેન્ટિકેશન બાકી છે, તેણે સબસિડીવાળા સિલિન્ડરનું બુકિંગ કરવા માટે આ પૂર્ણ કરવું પડશે. આ પ્રક્રિયા ગેસ ડિલીવરીનો સમય, એજન્સીના કાર્યાલય કે સંબંધિત ગેસ કંપનીની મોબાઈલ એપથી પૂરી કરી શકાય છે. પરંતુ ઓર્થેન્ટિકેશન પૂરુ ન કરાવવા પર ગેસની સપ્લાય બંધ થશે નહીં.
FD સાથે જોડાયેલા નિયમમાં ફેરફાર
RBI એ બલ્ક ડિપોઝિટ (Bulk Deposit) ને લઈને નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. બલ્ક ડિપોઝિટ એટલે કે એવી જમા રકમ, જે 3 કરોડ રૂપિયા કે તેનાથી વધુ હોય છે. નવા નિયમનો ઉદ્દેશ્ય બેંકોને મોટી જમા રકમ પર વ્યાજદર નક્કી કરવામાં પહેલાના મુકાબલે વધુ ફ્લેક્સિબિલિટી આપવાનો છે. સાથે ગ્રાહકોને બેંક તરફથી આપવામાં આવેલા વ્યાજદરની જાણકારી સરળતાથી મળી શકે, તેના પર પણ ભાર આપવામાં આવ્યો છે.
UPI પેમેન્ટ પર 15 ઓક્ટોબરથી લાગૂ થશે નવો ચાર્જ
UPI પેમેન્ટ સાથે જોડાયેલો એક ફેરફાર 15 ઓક્ટોબરથી લાગૂ થવાનો છે. તે હેઠળ 2000 રૂપિયાથી વધુના કેટલાક કારોબારી પેમેન્ટ પર 0.4 ટકા મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR લાગૂ થશે. પરંતુ આ ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને કરવામાં આવેલી ચુકવણી અને 2000 રૂપિયા સુધીની કારોબારી ચુકવણીને આ ચાર્જમાંથી બહાર રાખવામાં આવી છે.
ઓક્ટોબરમાં બેંક હડતાલથી થઈ શકે છે પરેશાની
બેંક કર્મચારીઓના યુનિયનોએ પાંચ દિવસીય બેન્કિંગ વ્યવસ્થા સહિત ઘણી માગોને લઈને 26 ઓક્ટોબર 2026થી અનિશ્ચિતકાળની હડતાલની ચેતવણી આપી છે. જો આ હડતાલ થાય છે તો બેંક શાખાનું કામકાજ પ્રભાવિત થઈ શકે છે. તેથી બેંકની આ સંભવિત હડતાલ પર તમારે નજર રાખવી જોઈએ.