ઓક્ટોબર મહિનામાં અનેક તહેવારો આવવાના છે. દુર્ગા પૂજા, દશેરા, લક્ષ્મી પૂજા અને કરવા ચોથ જેવા તહેવારોને આ મહિને સતત ઉજવણીનો માહોલ જોવા મળશે. પરંતુ આ તહેવારોને કારણે ઓક્ટોબરમાં બેંકોમાં લાંબી રજાઓ પણ રહેવાની છે. તેવામાં જો તમારે બેંકમાં જઈને કોઈ જરૂરી કામ છે તો તમારે ઓક્ટોબર મહિનાનું બેંક હોલિડે લિસ્ટ ચેક કરી લેવું જોઈએ. આવો જાણીએ ઓક્ટોબર મહિનામાં ક્યારે-ક્યારે બેંક બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંકના સત્તાવાર હોલિડે કેલેન્ડર પ્રમાણે આવો જાણીએ ઓક્ટોબર મહિનામાં ક્યારે બેંકમાં રજાઓ રહેશે.
ઓક્ટોબર 2026: ક્યારે-ક્યારે અને ક્યાં બંધ રહેશે બેંક?
રિઝર્વ બેંકના લિસ્ટ પ્રમાણે ઓક્ટોબરમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓનું લિસ્ટ નીચે આપવામાં આવ્યું છે.
2 ઓક્ટોબર (ગાંધી જયંતિ): રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતિ પર દેશભરમાં બેંક બંધ રહેશે.
10 ઓક્ટોબર (મહાલયા અમાસ): બેંગલુરૂ અને કોલકત્તામાં બેંકમાં રજા રહેશે. (નોટઃ આ દિવસે બીજો શનિવાર પણ છે).
17 ઓક્ટોબર (મહા સપ્તમી): અગરતલામાં બેંક બંધ રહેશે.
19 ઓક્ટોબર (દુર્ગા પૂજા/મહાઅષ્ટમી/મહાનવમી): અગરતલા, આઇઝોલ, ભુવનેશ્વર, ચેન્નઈ, ગુવાહાટી, ઇમ્ફાલ, ઈટાનગર, કોહિમા, કોલકત્તા, પટના, રાંચી અને શિલોંગમાં બેંક બંધ રહેશે.
20 ઓક્ટોબર (દશેરા/વિજયાદશમી): ગંગટોક અને ઇમ્ફાલને છોડી લગભગ સમગ્ર દેશમાં બેંકની રજા રહેશે.
21 ઓક્ટોબર (દશેરા/દુર્ગા પૂજા): અગરતલા, બેંગલુરૂ, ગંગટોક, ગુવાહાટી, કોચ્ચિ, કોલકત્તા અને તિરૂવનંતપુરમમાં બેંક બંધ રહેશે.
22 અને 23 ઓક્ટોબર (દુર્ગા પૂજા-દસૈં): ગંગટોકમાં સતત બે દિવસ બેંક બંધ રહેશે.
24 ઓક્ટોબર (ચોથો શનિવાર): નિયમ પ્રમાણે દેશભરમાં બેંક બંધ રહેશે.
26 ઓક્ટોબર (લક્ષ્મી પૂજા/ મહર્ષિ વાલ્મીકિ જયંતિ/એક્સેસિબિલિટી ડે): અગરતલા, ચંદીગઢ, જમ્મુ, શિમલા અને શ્રીનગરમાં રજા રહેશે.
29 ઓક્ટોબર (કરવા ચોથ): શિમલામાં બેંક બંધ રહેશે.
31 ઓક્ટોબર (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી): અમદાવાદમાં બેંક બંધ રહેશે.
સાપ્તાહિક રજાઓઃ આ તારીખો સિવાય 10 ઓક્ટોબર (બીજો શનિવાર), 24 ઓક્ટોબર (ચોથો શનિવાર) અને તમામ રવિવારે બેંકનું કામકાજ થશે નહીં.