• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ઉપયોગિતા
  • /કોમર્શિયલ કૉલ્સ અને પ્રમોશનલ મેસેજ થશે બ્લોક, બસ ફોનમાં ડાઉનલોડ કરો આ સરકારી એપ

કોમર્શિયલ કૉલ્સ અને પ્રમોશનલ મેસેજ થશે બ્લોક, બસ ફોનમાં ડાઉનલોડ કરો આ સરકારી એપ

જો તમે તમારા ફોન પર દરરોજ આવતા અનિચ્છનીય મેસેજ કે કોલથી પરેશાન છે તો TRAI DND App તમારી મદદ કરી શકે છે. આ એપ યુઝર્સને Commercial Calls અને Promotional Messages ને તમારી પસંદ પ્રમાણે કંટ્રોલ કરવાની સુવિધા આપે છે.

Written ByGokani Dhaval
Published: Sep 24, 2026, 03:16 PM IST|Updated: Sep 24, 2026, 03:18 PM IST
joinshare
કોમર્શિયલ કૉલ્સ અને પ્રમોશનલ મેસેજ થશે બ્લોક, બસ ફોનમાં ડાઉનલોડ કરો આ સરકારી એપ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આજે લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન છે. ફોન આપણા જીવનનો જરૂરી હિસ્સો બની ગયો છે, પરંતુ તેની સાથે Spam Calls અને ફાલતુ મેસેજથી મુશ્કેલી વધી જાય છે. ક્યારેક બેંક તો ક્યારેક ક્રેડિટ કાર્ડ ઓફર, ક્યારેક લોન અપનાવનાર કોલ તો ક્યારેક કેશબેક અને Lottery ના નામ પર મેસેજ. તેમાંથી ઘણા મેસેજ અને કોલ માત્ર પરેશાન કરનાર હોય છે, જ્યારે કેટલાકનો ઉદ્દેશ્ય છેતરપિંડીનો હોઈ શકે છે.

જો તમે પણ દરરોજ ફોન પર આવતા આવા કોલ અને મેસેજથી પરેશાન છો તો TRAI DND App તમારી મદદ કરી શકે છે. આ એપ યુઝર્સને Commercial Calls અને Promotional Messages ને તમારી પસંદ પ્રમાણે કંટ્રોલ કરવાની સુવિધા આપે છે.

TRAI DND App શું છે?
TRAI એટલે કે Telecom Regulatory Authority of India તરફથી DND એટલે કે Do Not Disturb ની સુવિધા આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ટેલીમાર્કેટિંગ કોલ અને અનઈચ્છીત Promotional Messages ને ઘટાડવાનો છે. TRAI DND App એપ દ્વારા યુઝર નક્કી કરી શકે છે કે તેને કેવા પ્રકારના Commercial Messages કે Calls જોઈએ અને કોને બંધ કરવા ઈચ્છે છે. એટલે કે તમે તમારી જરૂરિયાત પ્રમાણે બધા Promotional Communications ને રોકી શકો છો કે માત્ર કેટલીક ખાસ કેરેટગીને બ્લોડ કરી શકો છો.

તમારી પસંદ પ્રમાણે બ્લોક કરો મેસેજ
TRAI DND App ની ખાસ વાત છે કે તમામ કોમર્શિયલ મેસેજને એક સાથે બંધ કરવાની જરૂર નથી. તમે અલગ-અલગ કેટેગરીમાં તમારી પસંદ કરી શકો છો. ઉદાહરણ માટે Banking, Real Estate, Education, Health અને Tourism જેવી Categories માં તે નક્કી કરી શકો છો કે તમારે કેવા પ્રકારના પ્રમોશનલ મેસેજ જોઈએ અને ક્યા પ્રકારના નહીં.

તેનાથી તે જરૂરી કોમર્શિયલ મેસેજ જારી રાખી શકાય છે, જેની તમારે જરૂર છે અને બાકી Promotional Communications ને રોકી શકાય છે.

DND બાદ પણ Spam Call આ રીતે કરો ફરિયાદ
જો તમે DND સુવિધા એક્ટિવેટ કરી રાખી છે તેમ છતાં કોઈ કંપની  અનઈચ્છીત Commercial Call કે Message મોકલે છે તો તમે ફરિયાદ કરી શકો છો. TRAI DND App માં ફરિદાય નોંધાવવાની સુવિધા છે. તેના દ્વારા તમે Telecom Company જેમ કે Jio, Airtel, Vi કે BSNL ને Spam Communication વિશે જાણકારી આપી શકો છો. ફરિયાદ કરવા માટે અલગથી લાંબી પ્રક્રિયા અપનાવવાની જરૂર નથી. એપ દ્વારા રિપોર્ટ કરવાનો વિકલ્પ મળે છે.

Spam Message ફરિયાદ કરવી સરળ
જો તમારા ફોન પર કોઈ શંકાસ્પદ કે Promotional Spam Message આવે છે તો TRAI DND App દ્વારા તેને Report કરી શકાય છે. તેવામાં ફરિયાદ નોંધાયા બાદ યુઝર પોતાની Complaint કે Status પણ જોઈ શકે છે. તેનાથી જાણવા મળે છે કે ફરિયાદ પર શું કાર્યવાહી થઈ છે.

TRAI DND App કઈ રીતે ઉપયોગ કરશો?

સૌથી પહેલા તમારા Android ફોનમાં Google Play Store કે iPhone માં Apple App Store ખોલો અને TRAI DND App ડાઉનલોડ કરો.

એપ ખોલ્યા બાદ તમારો મોબાઈલ નંબર નાખો. ત્યારબાદ તમને ઓટીપી આવશે અને વેરિફિકેશન પૂરુ કરો.

એપને Spam Calls અને Messages ની ઓળખ કરવા અને ફરિયાદ નોંધાવવામાં મદદ માટે કેટલીક પરમિશનની જરૂર પડે છે. જરૂર પ્રમાણે Call Log અને SMS સાથે જોડાયેલી Permission આપો.

હવે તમારે તમારી જરૂરિયાત પ્રમાણે Commercial Communication ની Categories પસંદ કરી શકો છો. જે Categories કે Messages કે Calls ન જોઈએ કે તેને બ્લોક કરવા માટે તમારૂ DND Preferences  સેટ કરો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News