Aadhaar Card Update Alert: આધાર કાર્ડ ધારકો સાવધાન! તુરંત ચેક કરી લો આ 6 જરૂરી બાબતો, નહીં તો પડશે મોટી મુશ્કેલી
Aadhaar Card Safety Tips: જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો આ 6 જરૂરી વાત જરૂર ચેક કરો. જાણો મોબાઈલ નંબર લિન્કિંગ, માસ્ક્ડ આધાર અને ફ્રોડથી બચવાની સરળ ટિપ્સ.
આજના સમયમાં આધાર કાર્ડ ભારતનું સૌથી જરૂરી ઓળખપત્ર બની ગયું છે. બેન્ક ખાતું ખોલાવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા, સિમ કાર્ડ ખરીદવા અને આવકવેરા રિટર્ન ભરવા સુધી, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. કારણ કે આધારનો ઉપયોગ સતત થતો રહે છે, તેથી તેમાં નોંધાયેલી જાણકારી સાચી અને સુરક્ષિત રહે તે જરૂરી છે. ઘણા લોકો વર્ષો સુધી પોતાના આધારને ચેક કર્યા વગર ઉપયોગ કરતા હોય છે, ત્યારબાદ તેણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ તે કઈ 6 જરૂરી વસ્તુ છે, જે તમારે જલ્દી ચેક કરી લેવી જોઈએ.
આધાર સાથે જોડાયેલી આ 6 વસ્તુ ચેક કરો
આધાર સાથે લિંક મોબાઈલ નંબર જરૂર ચેક કરો
તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખુબ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં આધાર સાથે જોડાયેલા ઓટીપી (OTPs) આવે છે અને ઓનલાઈન વેરિફિકેશન પૂર્ણ થાય છે. જો તમે તમારો ફોન નંબર બદલ્યો છે તો જરૂર ચેક કરો કે તમારો નવો નંબર આધાર સાથે જોડાયેલો છે કે નહીં.
આ પણ વાંચોઃ ટ્રેનમાં ઘાંટા પાડીને વાતો કરવાની આદત હોય, મોટા અવાજે મ્યૂઝિક સાંભળતા હોવ તો સાવધાન!
તમારી અંગત વિગત વેરિફાઈ કરો
તમારા આધાર કાર્ડમાં આખુ નામ, જન્મ તારીખ, લિંગ, ઘરનું સરનામું ધ્યાનથી ચેક કરો. ઘણીવાર સ્પેલિંગની નાની ભૂલ વેરિફિકેશન સમયે મુશ્કેલી ઉભી કરે છે. જો કોઈ જાણકારી ખોટી છે તો તેને સુધરાવી લો.
દરેક જગ્યાએ આધાર કાર્ડ શેર કરવાથી બચો
તમારૂ આધાર કાર્ડ કોઈ અજાણી વ્યક્તિ કે અનવેરિફાઇડ વેબસાઇટ પર શેર ન કરો. કોઈને કોપી આપતા પહેલા જરૂર તપાસ કરી લો કે શું ખરેખર તે સંસ્થાને આધારની જરૂર છે કે નહીં. જ્યાં સુધી સંભવ હોય સંપૂર્ણ જાણકારી આપવાની જગ્યાએ આધારની પ્રાઇવેસી વિકલ્પનો ઉપયોગ કરો.
શક્ય હોય ત્યાં માસ્ક્ડ આધારનો ઉપયોગ કરો
માસ્ક્ડ આધાર એક એવો વિકલ્પ છે, જેમાં તમારા આધાર નંબરના પ્રથમ 8 આંકડા છુપાઈ જાય છે અને માત્ર છેલ્લા 4 આંકડા જોવા મળે છે. જ્યારે તમારે કોઈ એવી જગ્યાએ ઓળખ સાબિત કરવી હોય જ્યાં નંબરની જરૂર ન હોય તો તમે માસ્ક્ડ આધારનો ઉપયોગ કરો.
આ પણ વાંચોઃ બાળક 18 વર્ષનું થવા જઈ રહ્યું છે? આ 5 જરૂરી દસ્તાવેજો તાત્કાલિક કરાવો તૈયાર
તમારી આધાર ઓર્થેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરતા રહો
જો તમને ક્યારેય તે ચિંતા થાય છે કે તમારા આધારનો ઉપયોગ તમારી જાણકારી વગર થયો છે તો તમે સત્તાવાર પોર્ટલ પર જઈ તમારી ઓર્થેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકો છો. તેનાથી ખ્યાલ આવી જશે કે તમારા આધારનો ઉપયોગ ક્યારે અને ક્યા થયો છે.
આધાર ઓટીપીને લઈને સતર્ક કરો
કોઈ અજાણ્યા કોલરની સાથે તમારો આધાર ઓટીપી શેર ન કરો, ભલે તે વ્યક્તિ ખુદને બેન્ક, સરકારી વિભાગ કે ટેલીકોમ કંપનીનો કર્મચારી કેમ ન ગણાવે. કોઈ અસલી અધિકારી ક્યારેય ફોન પર ઓટીપી માગતો નથી. જો કોઈ દબાવ બનાવે તો ફોન કાપી નાખો.