WPL 2027 ઓક્શનના 10 સૌથી મોંઘા ખેલાડી, ઓસ્ટ્રેલિયાની કેપ્ટન પર રૂપિયાનો વરસાદ, આ ભારતીય ખેલાડીને પણ લાગ્યો જેકપોટ
WPL 2027 Auction : વિમેન્સ પ્રીમિયર લીગ 2027ની ઓક્શનમાં ઘણા ખેલાડીઓને જેકપોટ લાગ્યો છે, જ્યારે ઘણા ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા છે. યુપી વોરિયર્ઝએ સૌથી ઊંચી બોલી લગાવીને સોફી મોલિનેક્સને ₹1.1 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે.
WPL 2027 Auction : કોચીમાં આયોજીત વુમન્સ પ્રીમિયર લીગ 2027ની ઓક્શનમાં અનેક ખેલાડીઓને નવી ટીમો મળી ચે. ફ્રેન્ચાઈઝીઓએ પોતાની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બોલી લગાવી છે. આ દરમિયાન અનુભવી ભારતીય ખેલાડીઓને ખરીદદારો મળ્યા છે, જ્યારે ટીમોએ વિદેશી પ્રતિભાઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર સોફી મોલિનેક્સ સૌથી વધુ મોંઘી ખેલાડી રહી. તેને યુપી વોરિયર્ઝ દ્વારા ₹1.1 કરોડમાં ખરીદવામાં આવી.
આ ભારતીય ખેલાડીને પણ લાગ્યો જેકપોટ
ભારતીય ખેલાડીઓમાં આક્રમક બેટર કિરણ નવગીરેને દિલ્હી કેપિટલ્સ દ્વારા ₹75 લાખમાં ખરીદવામાં આવી. પોતાની આક્રમક બેટિંગ સ્ટાઈલ માટે જાણીતી કિરણ પાસેથી આગામી સિઝનમાં ટીમ માટે શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે. બીજી તરફ યુવા વિકેટકીપર-બેટ્સમેન જી. કમલિનીને ગુજરાત જાયન્ટ્સ દ્વારા ₹40 લાખમાં ટીમમાં સામેલ કરવામાં આવી, જેનો ઉદ્દેશ ફ્રેન્ચાઈઝીની બેટિંગ લાઇનઅપને મજબૂત કરવાનો છે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર બહાર, જાણો હવે કોની થશે એન્ટ્રી
ટીમોએ અનુભવી ભારતીય ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. યુપી વોરિયર્ઝએ સ્નેહ રાણા અને વિકેટકીપર સુષ્મા વર્માને ₹30-30 લાખમાં ખરીદ્યા છે, તેમનો અનુભવ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાની ગ્રેસ હેરિસ ₹30 લાખમાં યુપી વોરિયર્ઝ સાથે જોડાઈ, જ્યારે આઇરિશ ઓલરાઉન્ડર ઓર્લાને ગુજરાત જાયન્ટ્સ દ્વારા 30 લાખમાં ખરીદવામાં આવી છે. આમ, વિવિધ ટીમોએ પોતાની ચોક્કસ જરૂરિયાતો મુજબ ભારતીય અને વિદેશી ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
WPL 2027 ઓક્શનના 10 સૌથી મોંઘા ખેલાડી
- સોફી મોલિનેક્સ (ઓસ્ટ્રેલિયા) - UP વોરિયર્ઝ - ₹1.10 કરોડ
- કિરણ નવગીરે (ભારત) - દિલ્હી કેપિટલ્સ - ₹75 લાખ
- જી. કમલિની (ભારત) - ગુજરાત જાયન્ટ્સ - ₹40 લાખ
- જેસ જોનાસેન (ઓસ્ટ્રેલિયા) - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - ₹40 લાખ
- સ્નેહ રાણા (ભારત) - UP વોરિયર્ઝ - ₹30 લાખ
- ગ્રેસ હેરિસ (ઓસ્ટ્રેલિયા) - UP વોરિયર્ઝ - ₹30 લાખ
- ઓર્લા પ્રેન્ડરગાસ્ટ (આયર્લેન્ડ) - ગુજરાત જાયન્ટ્સ - ₹30 લાખ
- સુષ્મા વર્મા (ભારત) - UP વોરિયર્ઝ - ₹30 લાખ
- લતિકા ઇનામદાર (ભારત) - મુંબઈ ઈન્ડિયન્સ - ₹10 લાખ
ઓક્શન પહેલાં ટીમોએ પોતાની વર્તમાન ટીમો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ જે WPL 2026માં પ્લેઓફ સુધી પહોંચી હતી. તેમણે પોતાના મુખ્ય ખેલાડીઓને રીટેન કર્યા હતા.