આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ મંગળવારે જણાવ્યું કે ભારત 2026 ઓલિમ્પિકની યજમાની કરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે ભારત, જર્મની, કતર અને તુર્કી તે સાત દેશોમાં સામેલ છે, જેણે 2026 ઓલ્મ્પિકની યજમાનીમાં ઈચ્છા વ્યક્ત કરી છે. જણાવવામાં આવ્યું કે તમામ દેશ આગામી મહિને IOCના ફ્યૂચર હોસ્ટ કમીશનની સામે પોતાના ગેમ પ્રોજેક્ટ્સ રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ખેલ મંત્રી મનસુખ માંડવિયા અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પી.ટી. ઉષાએ બુધવારે જાહેરાત કરી કે 2036 ઓલિમ્પિકની યજમાની દેશની દાવેદારી રાઇઝિંગ ટુગેધરના વિઝન પર આધારિત હશે. IOC ફ્યૂચર હોસ્ટ કમીશનની સામે તેની પ્રથમ પ્રસ્તુતિ આ મહિનાના અંતમાં થશે.
2036 ઓલિમ્પિક માટે ભારતની મહત્વાકાંક્ષા એક સરળ વિચાર પર આધારિત છે. રમક આપણા દેશના ભવિષ્યને આકાર આપવામાં મદદ કરી શકે છે. IOA દ્વારા જારી પ્રેસ સ્ટેટમેન્ટમાં માંડવિયાએ કહ્યુ કે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોની યજમાનીથી લાખો યુવા ભારતીયોને રમતમાં ભાગ લેવાની પ્રેરણા મળશે, સ્વસ્થ અને વધુ સક્રિય સમુદાયોને મજબૂતી મળશે, અને શિક્ષણ, રોજગાર અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં આપણા યુવાઓ માટે નવી તક પેદા થશે. આ મેગા-ઈવેન્ટની યજમાની માટે ભારતે અમદાવાદ શહેરને પસંદ કર્યું છે, જેનું આયોજન દેશમાં પહેલા ક્યારેય થયું નથી.
ભારતે 2024મા રમતોની યજમાની માટે પોતાની એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જમા કરી હતી. પી.ટી. ઉષાએ કહ્યુ કે ભારતની આકાંક્ષાઓને IOC દ્વારા માન્યતા આપવાથી IOA ખુદને સન્માનિત અનુભવી રહ્યું છે. તેમણે કહ્યું કે રમતોના ભવિષ્યની સિઝન માટે સંભવિત યજમાનો માટે એક અસાધારણ સમૂહનો હિસ્સો બનવા પર ગર્વ છે. અમારા માટે રાઇઝિંગ ટુગેધર માત્ર એક નારો નથી, આ એક સંયુક્ત ઓલિમ્પિક સપનાની પાછળ ભારતની ઉર્જા, મહત્વકાંક્ષા અને વિવિધતાને એક કરવાની એક મજબૂત પ્રતિબદ્ધતા છે. જેમ-જેમ અમે 2026 માટે અમારૂ વિઝન વિકસિત કરી રહ્યાં છીએ, અમે એવી રમતનું આયોજન કરવા ઈચ્છીએ છીએ જે એક યુવા ગતિશીલ અને ઉભરતા ભારતના આત્મવિશ્વાસને દર્શાવતું હોય, સાથે દુનિયાભરમાં નવી પેઢી, નવા સમુદાયો અને નવી સંભાવનાઓ સુધી પહોંચવાના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક આંદોલનોના લક્ષ્યમાં યોગદાન કરતું હોય. તેમણે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રિય ઓલિમ્પિક સમિતિની સાથે વાતચીત જારી રાખવા અને ઓક્ટોબરના અંતમાં પ્રથમવાર ફ્યૂચર હોસ્ટ કમીશનની સામે અમારી મહત્વકાંક્ષા રજૂ કરવા માટે ઉત્સુક છીએ.
IOC એ કહ્યું કે પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન ઘણા તકનીકી પાસાના આધારે કરવામાં આવશે, જેમ કે વેન્યૂ માસ્ટર પ્લાન અને એથલીટનો અનુભવ, ફન્ડિંગની રણનીતિ, રાજકીય અને જનતાનું સમર્થન, ગેમ્સને આયોજીત કરવાની ક્ષમતા, અને હોસ્ટ કરનાર સમુદાયો માટે લાંબા સમય સુધી ફાયદો પહોંચાડનાર લિગેસી સ્ટ્રેટેજી. નવેમ્બરમાં થનાર પ્રેજન્ટેશન બાદ આગામી તબક્કો ટાર્ગેટેડ ડાયલોગની જગ્યાએ સ્ટ્રેટેજિક ડાયલોગ હશે, જે હોસ્ટ પસંદ કરવાની નવી પ્રક્રિયામાં પણ નિર્ણય લેવાનો અંતિમ તબક્કો રહેશે. અંતિમ તબક્કો 2028મા શરૂ થશે. IOA એ કહ્યું કે રાઇઝિંગ ટુગેધર તે વિચારને દર્શાવે છે કે 2036નું વર્ષ રમત દ્વારા ભારતમાં પરિવર્તનની એક મહત્વની ક્ષણ હોઈ શકે છે.