• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની

કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની

ફ્લાયદુબઈની ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈટમાં કો પાયલટે જીવલેણ હુમલો કરવા છતાં વિમાનને ક્રેશ થતું બચાવવા માટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે જે અથાગ પ્રયત્નો કર્યા એટલા જ પ્રયત્નો કેપ્ટન સ્મિતનો જીવ બચાવવા માટે ઈઝરાયેલી ડોક્ટરે કર્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. જે વિગતો બહાર આવી છે તે જાણીને તમારી પણ આંખો ભીની થઈ જશે.

Written ByViral Raval
Published: Oct 07, 2026, 02:45 PM IST|Updated: Oct 07, 2026, 03:54 PM IST
joinshare
કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ, નહીં તો ઉનાળામાં પસ્તાવાનો વારો આવશે!

AC Care Tips: શિયાળામાં એસી બંધ કરતા પહેલા કરી લો આ ૩ જરૂરી કામ, નહીં તો ઉનાળામાં પસ્તાવાનો વારો આવશે!

2

શરીરના આ મહત્ત્વના અંગને ન કરો નજરઅંદાજ; જાણો લિવર સિરોસિસના શરૂઆતી સંકેતો અને બચાવના ઉપાય

3

કેપ્ટન સ્મિતને બચાવવા માટે 45 મિનિટ સુધી આકાશ પાતાળ એક કર્યા હતા ઈઝરાયેલી ડોક્ટરે, ભાવુક કરશે આ કહાની

4

Anxiety: 1 મંત્ર અને સવારની 10 મિનિટ, બસ એક વીકમાં સ્ટ્રેસ, એન્ઝાઈટી સહિત હેલ્થ પ્રોબ્લેમથી મળવા લાગશે રાહત

5

ભારત કરશે 2036 ઓલિમ્પિકની યજમાની? રેસમાં અન્ય 6 દેશો પણ સામેલ; IOA નું નિવેદન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

30મી સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની એક ફ્લાઈટ દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી. વિમાનમાં કેપ્ટન તરીકે ભારતીય મૂળના સ્મિત મચ્છર હતા અને કો પાયલટ તરીકે ઓમાની મૂળનો નાગરિક હમામી અલ હમામી હોવાનું સામે આવ્યું છે. આ કો પાયલટે ફ્લાઈટ ઉડી ત્યારબાદ દોઢ બે કલાક પછી કેપ્ટન સ્મિત પર જીવલેણ હુમલો કર્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કેપ્ટન સ્મિતની હોશિયારી અને બહાદુરી સામે તે સફળ થઈ શક્યો નહીં. કેપ્ટન સ્મિતે જીવલેણ ઘા ઝેલીને વિમાનને ક્રેશ થતુ બચાવ્યું. જો કે તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. પરંતુ મુસાફરોમાં ઈઝરાયેલી મૂળના એક ડેન્ટિસ્ટ ડૉ. શ્રોતા મુસાયેવ હતા જેમણે કેપ્ટન સ્મિતને બચાવવા માટે તનતોડ પ્રયત્નો કર્યા હતા.

ગંભીર રીતે ઘાયલ થયા હતા કેપ્ટન સ્મિત

  • આ ઈઝરાયેલી મૂળના ડૉક્ટરે ABC ન્યૂઝને જણાવ્યું કે જ્યારે તેઓ હંગામા બાદ કોકપિટ તરફ દોડ્યા તો પાયલટ સ્મિત મચ્છર ખુબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ખુબ લોહી પણ વહી રહ્યું હતું. 
  • તેમણે કહ્યું કે ત્યારબાદ તેમણે પાયલટની મદદ કરી. પાયલટના માથા અને ડાબા હાથેથી ખુબ જ લોહી વહી રહ્યું હતું. મેં ટી શર્ટથી ઘાને દબાવ્યો પરંતુ લોહી વહેવાનું બંધ થયું નહીં. 
  • ડૉક્ટરે કહ્યું કે  તેમણે સુરક્ષાકર્મી પાસે બરફ માંગ્યો કારણ કે ઘા એટલા ઊંડા હતા કે બરફની ઘણી પટ્ટીઓ મારવી પડી હતી. આમ છતાં લોહી વહેવાનું ઓછું થયું નહીં. 
  • તેમણે જણાવ્યું કે પૂરી 45 મિનિટ સુધી પાયલટના ઘા પર દબાણ રાખવું પડ્યું હતું.

"સૂઈ ન જતા, અમને તમારી જરૂર છે"

  • કેપ્ટન સ્મિતને બચાવવા માટે તેમણે કેટલી જદ્દોજહેમત કરી તે જણાવતા ડોક્ટરે વધુમાં કહ્યું કે, હું પાયલટને સતત હોશમાં રાખવાની કોશિશ કરતો રહ્યો અને આ દરમિયાન તેમની સાથે વાતો કરતો હતો.
  • મે તેમને કહ્યું કે, સૂઈ ન જતા, અમને તમારી ખુબ જરૂર છે. મે તેમને એ પણ પૂછ્યું કે તમારે કેટલા બાળકો છે? તેમના નામ શું છે? મેં તેમને કહ્યું કે, તમે ગભરાતા નહીં, તમે જલદી તમારા પરિવાર પાસે જશો અને આપણે બસ ઉતરવાના જ છીએ.

હોઠ વાદળી થઈ ગયા, ધબકારા નબળા પડ્યા

  • ડોક્ટરે આ સાથે એમ પણ કહ્યું કે વાતચીત દરમિયાન સ્મિત મચ્છરે કહ્યું કે, કૃપા કરીને મારી મદદ કરો, મારો ભગવાન મારી સાથે છે. હું જીવવા માંગુ છું, મારા માથામાં ખુબ દુખાવો છે, ખુબ તકલીફ પડી રહી છે.
  • ડોક્ટરે એમ પણ કહ્યું કે એક સમય એવો પણ આવ્યો કે તેમના ધબકારા ધીમા પડી ગયા હતા. એટલે સુધી કે તેમના હોઠ પણ વાદળી થઈ ગયા હતા. આવામાં મે તેમના પગ ઉપર ઉઠાવ્યા જેનાથી નસ પાછી યથાવત સ્થિતિમાં આવી ગઈ. 
  • તેમણે જણાવ્યું કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે મુસાફરોને એવું લાગ્યું હતું કે વિમાન દુર્ઘટનાનો ભોગ બનશે  અને બધા મરી જઈશું. 
  • મોતની વાત કરતા ઈઝરાયેલી ડોક્ટર પોતે પણ ભાવુક  થઈ ગયા હતા. મોતથી બધી માત્ર 5 મિનિટના અંતરે હતા એ વાત પર તેમણે હામાં જવાબ આપ્યો હતો.

મોતના મુખમાં જઈ આવ્યા 174 મુસાફરો
દુબઈથી ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 30 સપ્ટેમ્બરે જે થયું તે કલ્પનાબહારનું હતું. મોટાભાગે ઈઝરાયેલી નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટને ક્રેશ કરવાના પ્રયત્ન કરી રહેલા ઓમાની કો પાયલટને ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર, અને મુસાફરોએ મળીને કાબૂમાં કરતા વિમાન ક્રેશ થતા બચી ગયું અને બધાનો ચમત્કારિક બચાવ  થયો હતો. આ વિમાનને ત્યારબાદ સાઉદી અરબના તાબુકમાં લેન્ડ કરાવવામાં આવ્યું હતું. ઘાયલ કેપ્ટન સ્મિતને સાઉદીની હોસ્પટિલમાં દાખલ કરાયા હતા. હાલ આ આરોપી ઓમાની કો પાયલટની પૂછફરછ ચાલુ છે અને તેનું નામ હમામ અલ હમામી છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News