SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અધધ! 28 સિક્સ, 7 ફોર અને 204 રન... સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં ફટકારી બેવડી સદી, તૂટ્યા અનેક રેકોર્ડ

Vaibhav Sooryavanshi Double Century : વૈભવ સૂર્યવંશી હવે લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. UAE સામેની એક મેચમાં, વૈભવે માત્ર 52 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. મેચ દરમિયાન તેણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.

Written By Dilip Chaudhary
Published: Nov 24, 2026, 17:25 IST | Updated: Nov 24, 2026, 17:35 IST
Join

Vaibhav Sooryavanshi Double Century : 24 નવેમ્બર ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારત A ટીમની મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે હતી. યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ધૂમ મચાવી. વૈભવે માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી છે. જે લિસ્ટ A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી છે. તેણે કુલ 53 બોલમાં 204 રન બનાવ્યા, જેમાં 28 સિક્સ અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

લિસ્ટ 'A' ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી

52 – વૈભવ સૂર્યવંશી, ભારત A vs UAE, 2026
103 – ચાડ બોવ્સ, કેન્ટરબરી vs ઓટાગો, ક્રાઈસ્ટચર્ચ, 2024 
114 – એન. જગદીશન, તમિલનાડુ vs અરુણાચલ, બેંગલુરુ, 2022
114 – હેરી બ્રુક, ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, રાવલપિંડી, 2026

પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ

28 – વૈભવ સૂર્યવંશી, ભારત A vs UAE, ૨૦૨૬
26 – તન્મય અગ્રવાલ, હૈદરાબાદ vs અરુણાચલ (રણજી ટ્રોફી)
23 – કોલિન મુનરો, ઓકલેન્ડ vs સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ 2015 (પ્લન્કેટ શીલ્ડ)
23 – ડાર્સી શોર્ટ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા vs ક્વીન્સલેન્ડ, સિડની, 2018 (વન ડે કપ)

લિસ્ટ A ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર

28 – વૈભવ સૂર્યવંશી, ભારત A vs UAE, 2026
23 – ડાર્સી શોર્ટ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા vs ક્વીન્સલેન્ડ, સિડની, 2018
21 – બેવોન જેકબ્સ, ઓકલેન્ડ vs ઓટાગો, ઓકલેન્ડ, 2026

આ મેચમાં, વૈભવે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેમાં 14 સિક્સર અને ચાર ચોગ્ગા સામેલ હતા.આ લિસ્ટ A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે. વૈભવે જેક ફ્રેઝર-મેકગર્કનો રેકોર્ડ તોડ્યો, જેણે 2023માં સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તાસ્માનિયા સામે માત્ર 29 બોલમાં સદી ફટકારી હતી.

સૌથી ઝડપી લિસ્ટ A સદી

28 – વૈભવ સૂર્યવંશી, ભારત A vs UAE, 2026
29 – જેક ફ્રેઝર-મેકગર્ક, સાઉથ ઓસ્ટ્રેલિયા vs તાસ્માનિયા, એડિલેડ, 2023
31 – એબી ડી વિલિયર્સ, દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2015
32 – સાકિબુલ ગની, બિહાર vs અરુણાચલ, રાંચી, 2025
33 – ઈશાન કિશન, ઝારખંડ vs કર્ણાટક, અમદાવાદ, 2025

વૈભવ સૂર્યવંશીએ ભારત A ની ઇનિંગ્સની શરૂઆતની ઓવરમાં જ ઝાહિદ અલી સામે સતત ત્રણ સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ત્યારબાદની ઓવરમાં તેણે ઈબરાર અહેમદ સામે બે સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો. ત્યારપછીની ઓવર UAEના બેસિલ હમીદે ફેંકી હતી, જેમાં વૈભવે ત્રણ સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી. વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જેમાં તેણે 8 સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES