• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

Ahmedabad : અમદાવાદના સાણંદમાંથી એક કાળજું કંપાવનારી અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જે પિતાની આંગળી પકડીને માસૂમ પુત્ર ચાલતા શીખ્યો હતો, તે જ કલયુગી પિતાએ અંધશ્રદ્ધા અને વિચિત્ર માનસિકતા પાછળ પોતાના 10 વર્ષના ફૂલ જેવા દીકરાની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. અંધશ્રદ્ધા માણસને કેટલી હદ સુધી ક્રૂર બનાવી શકે છે તેનું જીવતું જાગતું અને લોહીથી ખરડાયેલું ઉદાહરણ અમદાવાદ ગ્રામ્યના સાણંદમાંથી સામે આવ્યું છે.

Written ByDilip Chaudhary
Published: Nov 02, 2026, 04:37 PM IST|Updated: Nov 02, 2026, 04:43 PM IST
joinshare
'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વડોદરામાં ભાજપ કોર્પોરેટર અને પાલિકાના અધિકારી વચ્ચે મારામારી, વીડિયો થયા વાયરલ

વડોદરામાં ભાજપ કોર્પોરેટર અને પાલિકાના અધિકારી વચ્ચે મારામારી, વીડિયો થયા વાયરલ

2

નોકરી કરનારા લોકો માટે કામના સમાચાર, PF ઉપાડવા માટે નહીં ભરવું પડે ક્લેમ ફોર્મ! EPFOના નવા નિયમથી કર્મચારીઓને મળશે રાહત

3

આકાશમાં ભારતનું 'અભેદ્ય ચક્રવ્યૂહ': ઈઝરાયેલ સાથે ₹8,000 કરોડની મેગા ડિફેન્સ ડીલ અને DRDOનો 'સુખોઈ' માસ્ટર પ્લાન!

4

ZEEમાં મોટો ફેરફાર, તુષાર વોહરાને બનાવ્યા ચીફ AI અને ટ્રાન્સફોર્મેશન ઓફિસર

5

'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ : સાણંદના વીંછીયા ગામે માતાજીના ભુવા એવા પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમ પુત્રને મંદિરે લઈ જઈને ઓટલા પર પટકી-પટકીને અને લાકડીઓથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પરિવારમાં પેઢી દર પેઢી ચાલતી ભુવા બનવાની અંધશ્રદ્ધાને અટકાવવા માટે આ પિતાએ પોતાના જ લોહીને ખતમ કરી પોતાનો વંશવેલો પૂરો કરી નાખ્યો છે.

પિતા-પુત્રનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે, પરંતુ વીંછીયા ગામમાં બનેલી આ ઘટનાએ પિતા શબ્દને જ કલંકિત કરી દીધો છે. રવિવારની સાંજે બનેલી આ ઘટનામાં નરેશ કોળી પટેલ નામના શખ્સે તેના 10 વર્ષના દીકરા કરણની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરી નાખી છે. હત્યાનું કારણ જાણીને પોલીસ પણ હચમચી ગઈ છે. પરિવારમાં પેઢીઓથી ચાલતી માતાજીના ભુવાની પ્રથા દીકરાના ભાગે ન આવે તે માટે આ હત્યા આચરવામાં આવી છે.

અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો, 300 લોકોની પરીક્ષા અટવાઈ

મંદિરના ઓટલા પર જ ખૂની ખેલ ખેલાયો

વીંછીયા ગામે મંદિરના ઓટલા પર પુત્રનો ખૂની ખેલ ખેલાયો છે, આ ઘટનાની વિગતવાર વાત કરી એ તો ગત રવિવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે સાણંદના વીંછીયા ગામે નરેશ કોળી પટેલના ઘરમાં આવેલા માતાજીના મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે. આરોપી પિતા તેના 10 વર્ષના માસૂમ પુત્ર કરણ કોળી પટેલને માતાજીના મંદિરના ઓટલા પર લઈ ગયો હતો. ત્યાં અચાનક તેણે દીકરાના બંને પગ પકડીને તેને મંદિરના ઓટલા પર બે-ત્રણ વખત જોરજોરથી માથુ પછાડ્યો હતું અને ત્યારબાદ માથામાં લાકડીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે માસૂમ કરણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હત્યા બાદ મૃતદેહની બાજુમાં જ સૂઈ ગયો

હત્યા કર્યા બાદ આરોપી પિતા જરાય ડર્યા વગર મૃતદેહ ખાટલા પર રાખ્યો હતો અને આરોપી પિતા પાસે જ આરામથી બેસી રહ્યો અને ત્યાર બાદ બાજુમાં જ સૂઈ ગયો હતો એટલું જ નહીં તેણે હત્યા સ્વીકારતો ખુદનો વીડિયો પણ સામે આવ્યો છે. સાણંદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આરોપી પિતા નરેશ કોળી પટેલની ધરપકડ કરી લીધી છે અને FSLની મદદથી પુરાવા એકત્ર કર્યા છે.

હત્યાનું કારણ જાણી કાળજું કંપી ઉઠશે

આ નિર્દય હત્યા પાછળનું કારણ જાણીને સૌ કોઈ દંગ રહી ગયા. પોલીસ પૂછપરછમાં ખૂલાસો થયો છે કે પિતા નરેશ કોળી પટેલ પોતે માતાજીના ભુવાજી છે. ખાસ વાત એ છે કે નરેશના પિતા અને દાદા પણ માતાજીના ભુવા હતા. તેમના અવસાન બાદ નરેશ પણ પરંપરા મુજબ ભુવા બન્યો હતો, પરંતુ પકડાયેલા આરોપી પિતાનું એવું માનવું હતું કે ભુવા બન્યા પછી તેને ભારે માનસિક તકલીફો અને પીડાઓનો સામનો કરવો પડ્યો છે.

મૃતક બાળક કરણની ઉંમર હજુ માત્ર 10 વર્ષની હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી તેને પણ અચાનક ધૂણવાની અને ધ્રુજારી ઉપડવાની ટેવ પડી ગઈ હતી. ગઈકાલે રાત્રે પણ કરણને ધુણવાની ધ્રુજારી આવી હતી. પિતા નરેશ એવું બિલકુલ નહોતો ઈચ્છતો કે તેનો દીકરો પણ પોતાના જેવો ભુવો બને અને જીવનભર માનસિક યાતનાઓ ભોગવે. આ જ અંધશ્રદ્ધા અને ડરના કારણે તેણે પોતાના જ દીકરાની જીવનલીલા સંકેલી લીધી હતી. માતાજીના મંદિરના ઓટલા પર માથું પછાડીને પણ બાળકનું મોત ન થયું તો લાકડી ના ઘા માર્યા હતા.

આરોપી અંગે ચોંકાવનારા ખુલાસા

આ પુત્ર હત્યા પ્રકરણમાં અન્ય એક મહત્વની કડી પણ સામે આવી છે. આરોપી નરેશ કોળી પટેલના અગાઉ તેની પત્ની સાથે ઝઘડા થતા હતા, જેના કારણે તેની પત્ની છેલ્લા દસ દિવસથી પુત્ર કરણને છોડીને પોતાના પિયર ચાલી ગઈ હતી. જોકે કરણની પરીક્ષા હોવાથી તે માતા સાથે ગયો નહોતો અને પિતા પાસે રોકાયો હતો આ અગાઉ દોઢ મહિના પહેલા આરોપીએ પોતાના મોટાભાઈ અને ભાભીને પણ માર માર્યો હતો અને 10 દિવસ પહેલા પત્નીનું ગળું પણ દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ હવે આ આરોપી પિતાની માનસિક સ્થિતિ ચકાસવા માટે કોઈ મનોચિકિત્સક પાસે તેનો માનસિક અભ્યાસ અને મેડિકલ ટેસ્ટ કરાવવા જઈ રહી છે. ત્યારે આ ઘટનાથી અંધશ્રદ્ધા અને વહેમ માણસને કઈ હદ સુધી પશુ બનાવી શકે છે, તેનું આ સૌથી કાળજું કંપાવનારું ઉદાહરણ છે. એક પિતાએ પોતાના જ હાથે પોતાના વંશને મિટાવી દીધો. સાણંદ પોલીસે ગુનો નોંધીને આ કેસમાં વધુ સઘન તપાસ શરૂ કરી છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News