SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મેચ ફિક્સિંગથી જીત્યું પાકિસ્તાન? શાદાબ ખાનની વિકેટ પર બબાલ, જાણો શું છે ઘટના

Pakistan vs England: રવિવારે શાદાબ ખાનની 113 રનની અવિશ્વસનીય ઈનિંગની મદદથી પાકિસ્તાને ઈંગ્લેન્ડને એક વિકેટે પરાજય આપ્યો હતો. પરંતુ આ મેચમાં પાકની જીત બાદ મોટો વિવાદ સામે આવ્યો છે.

Written By Gokani Dhaval
Published: Oct 26, 2026, 11:11 AM IST | Updated: Oct 26, 2026, 11:13 AM IST
Join

રવિવારે પાકિસ્તાને રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડને એક વિકેટે પરાજય આપ્યો હતો. 154 રન પર 9 વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને 242 રનનો ટાર્ગેટ હાસિલ કર્યો હતો. પાકિસ્તાન ટીમની આ ચમત્કારી જીતનો હીરો શાબાદ ખાન રહ્યો, જેણે અણનમ 113 રન ફટકારી ઈંગ્લેન્ડના મોઢામાંથી જીત છીનવી લીધી હતી.

શું તમે જાણો છો કે પાકિસ્તાન આ મેચ 20 રનથી હારી ગયું હતું. મેચ ખતમ થયા બાદ ખેલાડી હાથ મિલાવવા અને ગળે મળવા જેવી ફોર્માલિટી પૂરી કરવા લાગ્યા હતા. ખેલાડી મેદાનની બહાર જવા તૈયાર હતા. શાદાબ ખાન પણ માની ચૂક્યો હતો, કે તે આઉટ છે, પરંતુ ત્યારબાદ જે થયું તે ચોંકાવનારૂ રહ્યું.

પાકિસ્તાન પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લાગી રહ્યો છે, કારણ લે લોકો દાવો કરી રહ્યાં છે કે શાદાબ ખાને LBW પર રિવ્યુનો ઈશારો કર્યો નહોતો. તેમ છતાં તેને LBW આઉટ આપવાના નિર્ણયનું રિવ્યુ લેવામાં આવ્યું હતું.

20 રનથી હારી ગયું હતું પાકિસ્તાન

આ મામલો પાકિસ્તાનની ઈનિંગની 45મી ઓવરનો છે. છેલ્લી પાંચ ઓવરમાં પાકિસ્તાનને માત્ર 27 રન બનાવવાના હતા. ગસ એટકિંસનની ઓવરના પ્રથમ બોલ પર શાદાબે સિક્સ ફટકારી હતી, પરંતુ બીજા બોલ પર શાદાબ વિરુદ્ધ LBW ની અપીલ થઈ હતી. અમ્પાયરે શાદાબને આઉટ આપ્યો હતો. બ્રોડકાસ્ટરે પણ દેખાડી દીધું કે ઈંગ્લેન્ડ 20 રનથી મેચ જીતી ગયું છે. પાકિસ્તાનની હાર થઈ ગઈ છે.

શાદાબને પણ આઇડિયો હતો કે તે વિકેટની સામે હતો અને તેને કોઈ બચાવી ન શકે. છતાં તેણે DRS લીધું. ડીઆરએસમાં મામલો બોલ ટ્રેકિંગ સુધી પહોંચ્યો નહીં, કારણ કે અલ્ટ્રા-એઝમાં બોલ શાદાબના બેટનડે વાગી રહ્યો હતો. આ જોઈ અમ્પાયર પણ ચોંકી ગયા અને હસ્વા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ 'હું રિટાયર થવાનો છું...' રોહિત શર્માએ નિવૃત્તિ અંગેની અફવાઓ પર પહેલીવાર તોડ્યું મૌન

ઈંગ્લેન્ડના ખેલાડીઓ પણ નિરાશ થઈ ગયા હતા. જ્યારે અમ્પાયરે શાદાબને આઉટ આપ્યો ત્યારે જો રૂટ ખુદ શાદાબની શાનદાર ઈનિંગ માટે તેને શુભેચ્છા આપવા આગળ આવ્યો હતો. પરંતુ જ્યારે ડીઆરએસ બાદ નિર્ણય બદલવામાં આવ્યો તો રૂટ સહિત ઈંગ્લેન્ડના ખેલાડીઓનો ચહેરો જોવા લાયક હતો. આ ઘટના બાદ શાદાબે પોતાની સદી પૂરી કરી અને ટીમને જીત અપાવી હતી.

લાગી રહ્યો છે મેચ ફિક્સિંગનો આરોપ

બલાલ એટલા માટે શરૂ થઈ છે કારણ કે સ્ક્રીન પર શાદાબ ખાન રિવ્યુ લેવાનો ઈશારો કરી રહ્યો નથી. તેમ છતાં શાદાબની વિકેટનું રિવ્યુ કરવામાં આવ્યું. તે માટે પાકિસ્તાન પર જાહેરમાં મેચ ફિક્સિંગના આરોપ લાગી રહ્યાં છે.

પાકિસ્તાન ફાઈનલમાં

પાકિસ્તાન-ઈંગ્લેન્ડ-શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી આ ટ્રાઈ સિરીઝમાં અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ કોઈ મેચ હારી નથી. સતત ત્રણ જીત બાદ તેણે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ફાઈનલ 31 ઓક્ટોબરે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES