SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ઈશાન કિશનની વાપસી થશે કે વૈભવ સૂર્યવંશી રહેશે બહાર? જાણો ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 શુક્રવારે ઓકલેન્ડમાં રમાશે. ઈશાન કિશન ઈજાને કારણે છેલ્લી બે મેચ રમી શક્યો નથી. હવે જો તે ફિટ થાય છે તો શું વૈભવ સૂર્યવંશીએ બહાર બેસવું પડશે?

Written By Gokani Dhaval
Published: Oct 29, 2026, 02:15 PM IST | Updated: Oct 29, 2026, 02:18 PM IST
Join

ઓકલેન્ડના ઈડન પાર્કમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝનો ચોથો મુકાબલો શુક્રવારે રમાશે. શ્રેયસ અય્યર એન્ડ ટીમ સિરીઝમાં 3-0થી આગળ છે, હવે બાકીની બંને મેચમાં ન્યૂઝીલેન્ડ આબરૂ બચાવવા મેદાનમાં ઉતરશે. જ્યારે ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપ પર હશે. સૌથી મોટો સવાલ છે કે જો ઈશાન કિશન ફિટ થાય છે તો પ્લેઈંગ ઈલેવનમાંથી કોનું પત્તું કરાશે, શું વૈભવ સૂર્યવંશી બહાર થશે. તેણે પાછલી મેચમાં 45 રન ફટકાર્યા હતા અને અભિષેક સાથે પ્રથમ વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી.

ભારતે ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ અને બીજી ટી20 મેચમાં જીત મેળવી હતી. વેલિંગટનમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 199 રનનો ટાર્ગેટ 40 બોલ બાકી રહેતા હાસિલ કરી લીધો હતો. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી હતી. બંનેએ 5 ઓવરમાં 100 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો, તેવામાં વૈભવને બહાર કરવો મુશ્કેલ છે.

ઈશાન કિશનની ઈજા પર શું છે અપડેટ

ઈશાન કિશન ઈજાને કારણે બે મેચ રમી શક્યો નથી. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે તેની જાંઘમાં લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન છે. હવે ચોથી ટી20 મેચ પહેલા કિશનની ઈજા અંગે અપડેટ આવ્યું નથી. પરંતુ તેણે ઓકલેન્ડમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી, જેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ફિટ થઈ ગયો છે. હવે સવાલ છે કે ઈશાન કિશનની વાપસી થશે તો શું વૈભવ સૂર્યવંશીએ બહાર બેસવું પડશે? ઈશાન કિશન બહાર થતાં વૈભવને તક મળી હતી.

આ પણ વાંચો- WPL 2027 ઓક્શનના 10 સૌથી મોંઘા ખેલાડી, ઓસ્ટ્રેલિયાની કેપ્ટન પર રૂપિયાનો વરસાદ

સંભાવના છે કે જો ઈશાન કિશન ફિટ થઈ જાય છે તો પણ બીસીસીઆઈ તેને મેચમાં ઉતારવાની ઉતાવળ કરશે નહીં. ટીમ ઈન્ડિયા સિરીઝમાં અજેય સરસાઈ મેળવી ચુકી છે. તેવામાં ચોથી ટી20 મેચમાં વૈભવ રમી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજૂ સેમસન, શ્રેયસ અય્યર, તિલક વર્મા, નમન ધીર, અક્ષર પટેલ, નિતીશ કુમાર રેડ્ડી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES