SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બેંગલુરુમાં ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, મોહમ્મદ રિઝવાન અને સૂર્યાનો તોડ્યો રેકોર્ડ

Ishan Kishan : ઈશાન કિશને એક જ વર્ષમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પછાડીને આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 18, 2026, 10:23 PM IST | Updated: Oct 18, 2026, 10:25 PM IST
Join

Ishan Kishan : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાઈ હતી. જોકે વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી, પરંતુ ઈશાન કિશને પોતાની 30 રનની ઇનિંગ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. તેણે માત્ર 10 બોલમાં આ 30 રન બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. આ ઇનિંગ દરમિયાન કિશને 2 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. આ બાઉન્ડ્રીઝની મદદથી તેણે મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવના અગાઉના રેકોર્ડ્સને પાછળ છોડી દીધા હતા.

પાકિસ્તાનના રિઝવાનનો રેકોર્ડ તોડ્યો

ઈશાન કિશન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ફોર ફટકારનાર બેટ્સમેન બન્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની અંતિમ T20 મેચમાં, ઈશાન કિશને 3 શાનદાર ફોર ફટકારી. આ સાથે તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (પૂર્ણ સભ્ય દેશોની ટીમો) એક વર્ષમાં સૌથી વધુ ફોર ફટકારનાર વિશ્વનો ટોપ બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો રેકોર્ડ તોડ્યો, જેણે 2021માં 119 ફોર ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.

નમન ધીરની ઐતિહાસિક સિદ્ધિ, યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

કિશને અત્યાર સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 122 ફોર ફટકારીને મોહમ્મદ રિઝવાનના પાંચ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે. ઝિમ્બાબ્વેનો બ્રાયન બેનેટ 2025માં 109 ચોગ્ગા ફટકારીને ત્રીજા સ્થાને છે, જ્યારે ભારતનો સૂર્યકુમાર યાદવ 2022માં 106 ચોગ્ગા ફટકારીને ચોથા ક્રમે છે. પાકિસ્તાનના બાબર આઝમ 99 ચોગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનારા ટોપ 5 બેટ્સમેન:

  1. 122 ચોગ્ગા – ઈશાન કિશન (2026)
  2. 119 ચોગ્ગા – મોહમ્મદ રિઝવાન (2021)
  3. 109 ચોગ્ગા – બ્રાયન બેનેટ (2025)
  4. 106 ચોગ્ગા – સૂર્યકુમાર યાદવ (2022)
  5. 99 ચોગ્ગા – બાબર આઝમ (2021)

ઈશાન કિશને સૂર્યકુમાર યાદવને પણ પાછળ છોડ્યો

આ ઇનિંગ દરમિયાન, ઈશાન કિશને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા અને છગ્ગા મળીને) ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે સૂર્યકુમાર યાદવનો અગાઉનો રેકોર્ડ તોડ્યો, જેણે 2022માં 174 બાઉન્ડ્રી ફટકારી હતી. 2026માં, ઈશાન આ યાદીમાં ટોપ પર પહોંચી ગયા છે. તેણે અત્યાર સુધી 34 મેચોમાં 177 બાઉન્ડ્રી (122 ચોગ્ગા અને 55 છગ્ગા) ફટકારી છે. અભિષેક શર્મા પણ આ યાદીમાં સામેલ છે અને 162 બાઉન્ડ્રી સાથે ત્રીજા સ્થાને છે.

T20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારા ખેલાડીઓ:

  1. 177 – ઈશાન કિશન (2026)
  2. 174 – સૂર્યકુમાર યાદવ (2022)
  3. 162 – અભિષેક શર્મા (2026)
  4. 161 – મોહમ્મદ રિઝવાન (2021)
  5. 139 – અભિષેક શર્મા (2025)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES