• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /રિટેન્શન ડે પર સૌથી મોટી ટ્રેડ, બે વખતનો પર્પલ કેપ વિનર ગુજરાત ટાઇટન્સમાં જોડાયો

રિટેન્શન ડે પર સૌથી મોટી ટ્રેડ, બે વખતનો પર્પલ કેપ વિનર ગુજરાત ટાઇટન્સમાં જોડાયો

IPL 2027 Trade : 2027ની IPL સીઝન પહેલાં 2022ની IPL ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સે એક મોટી ટ્રેડ ડીલ કરી છે. ગુજરાતે હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હર્ષલ પટેલ અડધી કિંમતમાં શુભમન ગિલની ટીમમાં જોડાશે એટલે કે તેના પગારમાં 50%નો ઘટાડો થયો છે.

Written ByDilip Chaudhary
Published: Nov 17, 2026, 14:32 IST|Updated: Nov 17, 2026, 14:48 IST
joinshare
રિટેન્શન ડે પર સૌથી મોટી ટ્રેડ, બે વખતનો પર્પલ કેપ વિનર ગુજરાત ટાઇટન્સમાં જોડાયો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

સરકારી બેંકમાં નોકરીની સુવર્ણ તક! 1 લાખ સુધી મળશે પગાર, જાણો કેવી રીતે કરવી અરજી

2

Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

3

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો પર 40 દિવસ સુધી થશે ધનવર્ષા!

4

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

5

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL 2027 Trade : IPL 2027 મિની ઓક્શન પહેલાં રિટેન્શન ડે પર એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. 17 નવેમ્બરે ગુજરાત ટાઈટન્સે અનુભવી ફાસ્ટ બોલર હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હર્ષલને લઈને ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થોડા સમયથી વાતચીત ચાલી રહી હતી અને IPL દ્વારા રિટેન્શન ડે પર આ ટ્રેડની પુષ્ટિ કરવામાં આવી. ગુજરાતમાં જોડાવા માટે આ ફાસ્ટ બોલર પોતાનો પગાર પણ અડધો કરવા માટે સંમત થયો છે.

13 સિક્સ, 8 ફોર અને 48 બોલમાં 135 રન... આ ભારતીય બેટ્સમેને મચાવી તબાહી

IPL 2025ની ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે હર્ષલને ₹8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. હવે તે ₹4 કરોડમાં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયો છે. હર્ષલ IPLના ઈતિહાસના સૌથી સફળ બોલરોમાંના એક છે અને તેણે બે વખત 'પર્પલ કેપ' જીતી છે.

હર્ષલની IPL કારકિર્દી

હર્ષલને IPLના સૌથી ચતુર બોલરોમાંના એક માનવામાં આવે છે. 2012માં IPLમાં પદાર્પણ કર્યા પછી તેણે ચાર અલગ-અલગ ફ્રેન્ચાઈઝી માટે 124 મેચ રમી છે અને 151 વિકેટ ઝડપી છે. વર્ષોથી સતત સારું પ્રદર્શન કરી રહેલ હર્ષલે 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને 2024માં પંજાબ કિંગ્સ માટે પોતાની ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.

Ghar ni vaat j alag chhe! Welcome home, Harshal Titan Patel 🏡💙 https://t.co/QdqvCGeFOA

— Gujarat Titans (@gujarat_titans) November 17, 2026

IPL 2027 સીઝન માટે ટ્રેડ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ:

  • રિષભ પંત: લખનૌ સુપર જાયન્ટ્સથી દિલ્હી કેપિટલ્સ – ₹15 કરોડ
  • કુલદીપ યાદવ: દિલ્હી કેપિટલ્સથી લખનૌ સુપર જાયન્ટ્સ – ₹13.25 કરોડ
  • ટી. નટરાજન: દિલ્હી કેપિટલ્સથી સનરાઈઝર્સ હૈદરાબાદ – ₹5 કરોડ
  • ઝીશાન અન્સારી: સનરાઈઝર્સ હૈદરાબાદથી દિલ્હી કેપિટલ્સ – ₹40 લાખ
  • લિયામ લિવિંગસ્ટોન: સનરાઈઝર્સ હૈદરાબાદથી ચેન્નાઈ સુપર કિંગ્સ – ₹6 કરોડ
  • જેક એડવર્ડ્સ: સનરાઈઝર્સ હૈદરાબાદથી ચેન્નાઈ સુપર કિંગ્સ – ₹3 કરોડ
  • ખલીલ અહેમદ: ચેન્નાઈ સુપર કિંગ્સથી સનરાઈઝર્સ હૈદરાબાદ – ₹4.8 કરોડ
  • નેથન એલિસ: ચેન્નાઈ સુપર કિંગ્સથી સનરાઈઝર્સ હૈદરાબાદ – ₹2 કરોડ
  • હાર્દિક પંડ્યા: મુંબઈ ઈન્ડિયન્સથી પંજાબ કિંગ્સ – ₹18 કરોડ
  • અર્શદીપ સિંહ: પંજાબ કિંગ્સથી મુંબઈ ઈન્ડિયન્સ – ₹18 કરોડ
  • હર્ષલ પટેલ: સનરાઈઝર્સ હૈદરાબાદથી ગુજરાત ટાઈટન્સ – ₹4 કરોડ
Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News