• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /પહેલી ટી20માં ભારતનું રેકોર્ડ રનચેજ, ન્યુઝીલેન્ડનની 4 વિકેટે હાર, સંજુ સેમસન અને નમન ધીર બન્યા જીતના સ્ટાર

પહેલી ટી20માં ભારતનું રેકોર્ડ રનચેજ, ન્યુઝીલેન્ડનની 4 વિકેટે હાર, સંજુ સેમસન અને નમન ધીર બન્યા જીતના સ્ટાર

India vs New Zealand 1st T20I Highlights: ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડે ભારત માટે 226 રનનો ટારગેર રાખ્યો હતો. આ ટારગેટ સહેલો નહોતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ કરી દેખાડ્યું હતું.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 22, 2026, 05:25 PM IST|Updated: Oct 22, 2026, 05:27 PM IST
joinshare
પહેલી ટી20માં ભારતનું રેકોર્ડ રનચેજ, ન્યુઝીલેન્ડનની 4 વિકેટે હાર, સંજુ સેમસન અને નમન ધીર બન્યા જીતના સ્ટાર

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી તડપાવીને મારી નાખી! મહુધામાં સગર્ભા પત્નીની હત્યા મામલે મોટો ખુલાસો

    પત્નીને યુરિયા પીવડાવ્યા બાદ મોઢામાં કપડાનો ડૂચો મારી તડપાવીને મારી નાખી! મહુધામાં સગર્ભા પત્નીની હત્યા મામલે મોટો ખુલાસો

    2

    ફિલ્મીઢબે પકડાયા કુખ્યાત ડ્રગ્સ માફિયા: ચોકલેટ અને ડ્રિંકના પેકેટમાં છૂપાવીને લવાતું 22.65 કરોડનું હેરોઈન અને MD ડ્રગ્સ જપ્ત

    3

    પહેલી ટી20માં ભારતનું રેકોર્ડ રનચેજ, ન્યુઝીલેન્ડનની 4 વિકેટે હાર, સંજુ સેમસન અને નમન ધીર બન્યા જીતના સ્ટાર

    4

    26 લાખની વસ્તી અને માત્ર 40 ICU બેડ! વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓ હેરાન-પરેશાન, RMOએ આપ્યો ખુલાસો

    5

    Expert View: ફાઈનેન્શિયલ માર્કેટમાં AI કેવી રીતે બદલી રહ્યું છે રોકાણ અને ટ્રેડિંગની દુનિયા?

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    India vs New Zealand 1st T20I Highlights: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પહેલી મેચ ગુરુવારે (22 ઓક્ટોબર) રમાઈ હતી. ભારતે ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે આ મેચ 4 વિકેટથી જીતી હતી. ન્યુઝીલેન્ડે ભારતને જીતવા માટે 226 રનનો ટારગેટ આપ્યો હતો, જે ભારતે 2 બોલ બાકી રહેતાં પાર કરી લીધો હતો. આ પહેલી વાર હતું જ્યારે ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આટલા મોટા ટારગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનો સૌથી સફળ રન ચેઝ હતો.

    સંજુ સેમસન અને નમન ધીર આ મેચમાં ભારતીય ટીમની જીતના હીરો હતા. 'પ્લેયર ઓફ ધ મેચ' સંજુએ 67 રન બનાવીને જીતનો પાયો નાખ્યો. નમન ધીરે માત્ર 15 બોલમાં 42 રન કર્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. બંને ટીમો વચ્ચે T20 સિરીઝની બીજી મેચ 24 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમશે.

    શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમનું યુરોપિયન ટુરમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે, ન્યુઝીલેન્ડમાં પડકાર ભારત માટે પણ સરળ નથી.

    ભારતની બેટિંગ

    રન ચેઝમાં ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી. સંજુ સેમસન અને અભિષેક શર્માએ 5.5 ઓવરમાં 93 રનની ભાગીદારી કરી. સેમસનએ 33 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. અભિષેકે 12 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સહિત 29 રનનું યોગદાન આપ્યું. માઈકલ બ્રેસવેલે અભિષેકને આઉટ કરીને ઓપનિંગ ભાગીદારી તોડી. ત્યારબાદ કેપ્ટન મિશેલ સેન્ટનરે સેમસનને આઉટ કર્યો. ત્યારબાદ બ્રેસવેલે તિલક વર્મા (6 રન)ને આઉટ કર્યો, જ્યારે ઇશાન કિશન (1 રન) સેન્ટનરના સ્પિનથી ફસાઈ ગયો.

    ત્યાંથી શ્રેયસ ઐયર અને અક્ષર પટેલે પાંચમી વિકેટ માટે 45 રન ઉમેરીને ભારતને રમતમાં પાછું લાવ્યું. અક્ષર પટેલે લોકી ફર્ગ્યુસન દ્વારા આઉટ થયા પહેલા 24 રન બનાવ્યા. ત્યારબાદ શ્રેયસે નમન ધીર સાથે છઠ્ઠી વિકેટ માટે 22 બોલમાં 43 રન ઉમેર્યા. શ્રેયસે ઇનિંગ્સની 19મી ઓવરમાં એડમ મિલનના પહેલા બોલ પર આઉટ થયો. શ્રેયસે 28 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યાંથી નમન ધીર અને નીતિશ રેડ્ડીએ ભારતને જીત અપાવી.

    ફિલિપ્સે ન્યૂઝીલેન્ડ માટે જોરદાર બેટિંગ કરી

    ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, ન્યૂઝીલેન્ડે 4 વિકેટે 225 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે મજબૂત શરૂઆત કરી. ટિમ સીફર્ટ અને ફિન એલને પ્રથમ વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી. મયંક યાદવે ટિમ સીફર્ટ (24)ને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. ફિન એલન ખતરનાક દેખાઈ રહ્યો હતો અને અક્ષર પટેલે તેને પેવેલિયન ભેગો કર્યો હતો. એલને 24 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રનનું યોગદાન આપ્યું. ડેરિલ મિશેલ (28 રન) પણ સારા ફોર્મમાં દેખાતા હતા, પરંતુ અર્શદીપ સિંહે તેમની ઇનિંગનો અંત લાવ્યો.

    અહીંથી, ગ્લેન ફિલિપ્સ અને બેવન જેકોબ્સે ચોથી વિકેટ માટે 32 બોલમાં 73 રનની ભાગીદારી કરી. અર્શદીપ સિંહે જેકોબ્સને રન આઉટ કરીને આ ખતરનાક ભાગીદારી તોડી. જેકોબ્સે 16 બોલમાં 3 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા. જેકોબ્સે આઉટ થયા પછી, ફિલિપ્સે સંપૂર્ણ જવાબદારી લીધી અને ન્યૂઝીલેન્ડને વિશાળ સ્કોર સુધી પહોંચાડ્યું. ફિલિપ્સે 40 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 82 રનનું યોગદાન આપ્યું. ભારત માટે અર્શદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી.

    કોહલી અને રોહિતે રહેવું પડશે ફિટ, BCCI અધ્યક્ષે વર્લ્ડ કપ માટે રાખી બે શરતો, જાણો

    ભારત અને ન્યૂઝીલેન્ડે ટી20 ક્રિકેટમાં જોરદાર સ્પર્ધા જોઈ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 18 મેચ જીતી અને ન્યુઝીલેન્ડે 11 મેચ જીતી, જ્યારે ત્રણ મેચ ટાઇ રહી. આ ત્રણ ટાઇ મેચમાંથી બે સુપર ઓવરમાં પરિણમી, જેમાં ભારતનો વિજય થયો.

    ભારતીય ટીમે આ મેચ માટે ટીમમાં બે ફેરફાર કર્યા. નીતીશ કુમાર રેડ્ડી અને મયંક યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા, જ્યારે પ્રિન્સ યાદવ અને શિવમ દુબેને બહાર રાખવામાં આવ્યા. કુલદીપ યાદવ, વૈભવ સૂર્યવંશી અને વરુણ ચક્રવર્તીને પણ બેન્ચ પર રાખવામાં આવ્યા.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Cricket News