ન્યૂઝીલેન્ડ T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ વાપસી, જાણો કોનું કપાયું પત્તુ
India Squad for New Zealand T20 Series : ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે T20 ટીમની જાહેરાત કરી છે. ભુવનેશ્વર કુમારની 4 વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ ટીમનો ભાગ છે.
India Squad for New Zealand T20 Series : ભારત આ મહિને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યું છે, જ્યાં ત્રણેય ફોર્મેટની શ્રેણી રમાશે. મંગળવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લગભગ ચાર વર્ષ બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે, ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2022માં હતી.
તે IPL 2026માં બીજો સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતો. 36 વર્ષીય ભુવનેશ્વરે ભારત માટે 21 ટેસ્ટ, 121 વન-ડે અને 87 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે અને તેમાં અનુક્રમે 63, 141 અને 90 વિકેટ ઝડપી છે. તેણે 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
કોનું કપાયું પત્તુ?
ભુવનેશ્વરે ટીમમાં વાપસી થઈ છે, જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. બિશ્નોઈએ પાકિસ્તાન સામેની એશિયન ગેમ્સ 2026ની ફાઇનલમાં ભારત માટે રમ્યો હતો, પરંતુ ગોલ્ડ મેડલ માટેની તે મેચમાં તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. બિશ્નોઈના સ્થાને સ્પિનર વરુણ ચક્રવર્થીનો ભારતીય T20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો જસપ્રિત બુમરાહ પણ ટીમનો ભાગ નથી.
સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20 મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે ચક્રવર્થી ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની હાલની પાંચ મેચોની T20 શ્રેણીમાં ભારત માટે રમી રહ્યો નથી. યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પણ ટીમનો ભાગ છે.
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્થી, કુલદીપ યાદવ.