SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

હાર બાદ ટીમ ઈન્ડિયા સામે ICCની મોટી કાર્યવાહી, વેસ્ટ ઈન્ડિઝને પણ લાગ્યો ઝટકો

ICC Fine : વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં મળેલી હાર બાદ ICCએ ભારતીય ટીમ સામે કાર્યવાહી કરી છે. ICCએ વેસ્ટ ઈન્ડિઝને પણ દંડ ફટકાર્યો છે. બંને ટીમોને સ્લો ઓવર-રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, ભારતે 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 05, 2026, 02:37 PM IST | Updated: Oct 05, 2026, 02:39 PM IST
Join

ICC Fine : વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય ટીમને પાંચ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 3 સપ્ટેમ્બરના રોજ મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 352 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. કેપ્ટન શાઈ હોપની અણનમ 162 રનની ઈનિંગની મદદથી મહેમાન ટીમે 10 બોલ બાકી રહેતા આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારતે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી તો અગાઉ જ પોતાના નામે કરી લીધી હતી.

બંને ટીમો સામે કડક કાર્યવાહી

વન-ડે શ્રેણીની સમાપ્તિ બાદ ICCએ બંને ટીમો સામે કડક કાર્યવાહી કરી છે. સ્લો ઓવર-રેટ બદલ ભારત અને વેસ્ટ ઈન્ડિઝને દંડ ફટકારવામાં આવ્યો છે. ICCએ ભારતીય ટીમની મેચ ફીના 20 ટકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમની મેચ ફીના 10 ટકા દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે.

ભારત નિર્ધારિત સમયમાં ચાર ઓવર પાછળ રહી ગયું હતું, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ બે ઓવર પાછળ રહ્યું હતું. સમયની છૂટછાટને ધ્યાનમાં લીધા પછી, બંને ટીમો લઘુત્તમ ઓવર-રેટના નિયમોના ભંગ માટે દોષિત જણાઈ હતી. ICCના ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના પ્રકાશ ભટ્ટે બંને ટીમોને આ દંડ ફટકાર્યો છે.

 

 

ભારતે નિર્ધારિત સમયમાં ચાર ઓવર ઓછી ફેંકી હતી

ICC આચાર સંહિતાની કલમ 2.22 મુજબ, નિર્ધારિત સમયમાં ટાર્ગેટ કરતાં ઓછી ઓવર ફેંકવા બદલ ખેલાડીઓને તેમની મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવે છે. આ નિયમ હેઠળ, ચાર ઓવર ઓછી ફેંકવા બદલ ભારતને 20 ટકા અને બે ઓવર ઓછી ફેંકવા બદલ વેસ્ટ ઈન્ડિઝને 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટનોએ સ્લો ઓવર-રેટ અંગેના આરોપો સ્વીકારી લીધા અને ICC દ્વારા સૂચવવામાં આવેલી સજા માટે સંમતિ દર્શાવી. બંનેએ ગુનો કબૂલ કર્યો હોવાથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.

આ આરોપો ઓન-ફિલ્ડ અમ્પાયરો જયરામન મદનગોપાલ અને સેમ નોગાજસ્કી તેમજ થર્ડ અમ્પાયર શરફુદ્દૌલા ઈબ્ને શાહિદ અને ફોર્થ અમ્પાયર વીરેન્દ્ર શર્મા દ્વારા મૂકવામાં આવ્યા હતા. પરિણામે, શ્રેણીની અંતિમ વન-ડે મેચ બાદ બંને ટીમોને સ્લો ઓવર-રેટ માટે દંડ ભોગવવો પડ્યો હતો. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES