• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /ન્યૂઝીલેન્ડને લાગ્યો બેવડો ઝટકો, ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાંથી બે સ્ટાર ખેલાડીઓ બહાર

ન્યૂઝીલેન્ડને લાગ્યો બેવડો ઝટકો, ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાંથી બે સ્ટાર ખેલાડીઓ બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બુધવારથી પાંચ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા યજમાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના બે સ્ટાર ખેલાડી રચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન ઈજાને કારણે પાંચ મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

Written ByGokani Dhaval
Published: Nov 02, 2026, 08:47 AM IST|Updated: Nov 02, 2026, 08:49 AM IST
joinshare
ન્યૂઝીલેન્ડને લાગ્યો બેવડો ઝટકો, ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાંથી બે સ્ટાર ખેલાડીઓ બહાર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

સ્વાદુપિંડ કેન્સરના લક્ષણો શું છે? જાણો આ ગંભીર કેન્સરના સંકેતો અને સારવારના વિકલ્પો

2

Rama Ekadashi 2026: ક્યારે છે રમા એકાદશી? જાણો રમા એકાદશીનું મહત્વ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ

3

રાજકોટ: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, કેટરિંગ કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની અટકાયત

4

Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?

5

હવે વોટ્સએપ પર ચેક કરો તમારું PF બેલેન્સ અને પાસબુક, EPFOએ શરૂ કરી નવી સુવિધા; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ભારત સામે વનડે સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડને ઈજાને કારણે બે ઝટકા લાગ્યા છે. માર્ક ચેપમેન અને રચિન રવીન્દ્ર ટીમમાંથી બહાર થઈ ગયા છે. ચેપમેન હેમસ્ટ્રિંગની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જ્યારે રવીન્દ્રને ખભાની સમસ્યા છે. આ બંને ખેલાડી ભારત સામે વનડે સિરીઝમાં રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના પસંદગીકારોએ ટીમમાં ફેરફાર કર્યાં છે અને હેનરી નિકોલ્સ, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ અને ટિમ સાઇફર્ટને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સાઇફર્ટને આ પહેલા માત્ર ચોથી અને પાંચમી વનડે માટે પસંદ કરવામાં આવ્યો હતો, હવે તે પાંચ મેચની સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. નિકોલ્સ પ્રથમ ત્રણ મેચ માટે ટીમ સાથે જોડાશે, જ્યારે ફોક્સક્રોફ્ટ છેલ્લી બે મેચ દરમિયાન ટીમમાં રહેશે. નિકોલ્સે વેલિંગ્ટન ફાયરબર્ડ્સ વિરુદ્ધ કેન્ટરબરી માટે પોતાની બીજી મેચમાં 119 રન બનાવ્યા, ત્યારબાદ તેને ટીમમાં તક મળી. લિસ્ટ એ ક્રિકેટમાં આ તેની 13મી સદી હતી. ફોક્સક્રોફ્ટ, ઈન્ડિયા એ વિરુદ્ધ રેડ-બોલ સિરીઝ પૂરી કર્યાં બાદ ટીમ સાથે જોડાશે.

ફિટ થવામાં લાગશે સમય

મેટ ફિશર, જેને ચોથી અને પાંચમી વનડે માટે પસંદ કરવામાં આવ્યો હતો, તે વનડે સિરીઝ દરમિયાન ટીમ સાથે રહેશે. આ વચ્ચે મેટ હેનરી સોમવારે ટીમ સાથે જોડાશે. મેચ માટે તેની ઉપલબ્ધતા ફિટનેસ ટેસ્ટ બાદ નક્કી થશે.

આ પણ વાંચોઃ 'હું કોઈનાથી ડરતો નથી...' સિરીઝ જીત્યા બાદ કોચ ગૌતમ ગંભીર કોના પર થયા ગુસ્સે?

તાજેતરમાં થયેલા એમઆરઆઈ સ્કેનમાં સામે આવ્યું છે કે ચેપમેનને સંપૂર્ણ ફિટ થવા માટે હજુ બે સપ્તાહ અને રિબેબિલિટેશનની જરૂર છે. રવીન્દ્રને ખભાની ઈજામાંથી સાજા થવા સમય જોઈએ. ન્યૂઝીલેન્ડના કોચ રોબ વાલ્ટરે કહ્યુ કે આ બંને ખેલાડીનું બહાર થવું નિરાશાજનક છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ વનડે પહેલા સોમવારે ઓકલેન્ડમાં ભેગી થશે. પ્રથમ વનડે બુધવારે ઈડન પાર્કમાં રમાશે.

ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની અપડેટેડ ટીમઃ વનડે 1-3: મિચેલ સેન્ટરન (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાઇલ જેમીસન, ટોમ લાથમ, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઇફર્ટ, નાથન સ્મિથ, વિલ યંગ, બ્લેયર ટિકનર.

વનડે 4 અને 5:  મિચેલ સેન્ટનર, ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, ડીન ફોક્સક્રોફ્ટ, લોકી ફર્ગ્યુસન, મિચ હે, નિક કેલી, ટિમ સેઇફર્ટ, બ્લેયર ટિકનર, વિલ યંગ.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News