SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રોનાલ્ડોએ અચાનક લીધી નિવૃત્તિ, હવે પોર્ટુગલ માટે નહીં રમે, 23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

Cristiano Ronaldo Retirement : ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. તે પોતાના દેશ માટે છ વર્લ્ડ કપમાં રમ્યો હતો, પરંતુ તે ક્યારેય ટ્રોફી જીતી શક્યો નહીં. પોતાના કોચ સાથેના વિવાદ બાદ રોનાલ્ડોએ નિવૃત્ત લેવાનો નિર્ણય લીધો.

Written By Dilip Chaudhary
Published: Nov 05, 2026, 04:36 PM IST | Updated: Nov 05, 2026, 04:57 PM IST
Join

Cristiano Ronaldo Retirement : પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. રોનાલ્ડોના નેતૃત્વમાં પોર્ટુગલે ત્રણ મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જીત નોંધાવી હતી, તેણે દેશને યુરો કપ જીતવામાં મદદ કરી, અને ત્યારબાદ 2018-19 તથા 2024-25માં નેશન્સ લીગના ખિતાબ અપાવ્યા. રોનાલ્ડો છ વર્લ્ડ કપમાં રમ્યો હતો, જેમાં તેણે કુલ 27 મેચ રમીને 11 ગોલ કર્યા હતા.

સૂર્યકુમાર યાદવનું ફરી ચમક્યું નસીબ! T20માં મળી કેપ્ટનશિપ, હવે બે ટ્રોફી પર નજર

23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

આ નિવૃત્તિ સાથે, પોર્ટુગલ માટે રોનાલ્ડોની 23 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવ્યો છે. 41 વર્ષીય રોનાલ્ડોએ પોતાના દેશ માટે 234 મેચ રમીને 146 ગોલ કર્યા છે. તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં અત્યાર સુધીનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે.

પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં રોનાલ્ડોએ કહ્યું, પોર્ટુગલના લોકો માટે હવે એ સમય આવી ગયો છે કે હું આપણી નેશનલ ટીમની 7 નંબરની જર્સી પરત કરું. મને ક્યારેય એવું નથી લાગ્યું કે આ માત્ર મારી જર્સી છે, 23 વર્ષ સુધી મને તેને પહેરવાનું, તેનું સન્માન જાળવવાનું અને વિશ્વભરના સ્ટેડિયમોમાં તેને લઈ જવાનું સૌભાગ્ય મળ્યું. હવે, તેને ભવિષ્યની પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે.

એક જ વર્ષમાં બે દિગ્ગજોની નિવૃત્તિ

2003માં પોર્ટુગલ માટે પદાર્પણ કર્યા બાદ રોનાલ્ડોએ લાંબા સમય સુધી પોતાના દેશ માટે રમ્યો. તે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનો કટ્ટર પ્રતિસ્પર્ધી રહ્યો. સંજોગોવશાત્ વિશ્વના બંને મહાન ફૂટબોલરોએ એક જ વર્ષમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. મેસીએ ઓગસ્ટમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો અને હવે રોનાલ્ડોએ પણ નિવૃત્તિ લીધી છે.

ટાઈટલ જીતવાનું રોનાલ્ડોનું સ્વપ્ન અધૂરું રહી ગયું

આ વર્ષના વર્લ્ડ કપમાં સ્પેન સામે હાર્યા બાદ તેની ટીમ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ ગઈ, જેનાથી ટાઈટલ જીતવાનું રોનાલ્ડોનું સ્વપ્ન અધૂરું રહી ગયું. તો મેસીએ 2022માં વર્લ્ડ કપ જીત્યો હતો, તો રોનાલ્ડો પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ફૂટબોલની આ સૌથી મોટી ટ્રોફી જીતી શક્યો નહીં.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES