• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /IPL 2027 પહેલાં CSKની મોટી જાહેરાત, MS ધોની હવે IPLમાં નહીં રમે, ટીમમાં નવી ભૂમિકામાં જોવા મળશે

IPL 2027 પહેલાં CSKની મોટી જાહેરાત, MS ધોની હવે IPLમાં નહીં રમે, ટીમમાં નવી ભૂમિકામાં જોવા મળશે

MS Dhoni : IPL 2027 પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ધોની આ ભૂમિકા સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરશે. આ જાહેરાત સાથે એ પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે ખેલાડી તરીકે ધોનીની સફરનો અંત આવ્યો છે.

Written ByDilip Chaudhary
Published: Nov 17, 2026, 15:12 IST|Updated: Nov 17, 2026, 15:24 IST
joinshare
IPL 2027 પહેલાં CSKની મોટી જાહેરાત, MS ધોની હવે IPLમાં નહીં રમે, ટીમમાં નવી ભૂમિકામાં જોવા મળશે

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

Silver Price Global Crash: ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, ગ્લોબલ ક્રેશ વચ્ચે હાઈ લેવલથી 64% તૂટી... રોકાણકારોએ શું કરવું જોઈએ?

2

શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, આ 4 રાશિના જાતકો પર 40 દિવસ સુધી થશે ધનવર્ષા!

3

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

4

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

5

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

MS Dhoni : મહેન્દ્ર સિંહ ધોની હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક નવા અવતારમાં જોવા મળશે. IPL 2027 પહેલાં ફ્રેન્ચાઈઝીએ ધોનીને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. CSKએ સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે, જેની સાથે ખેલાડી તરીકે ધોનીની કારકિર્દીનો પણ અંત આવ્યો છે.

રિટેન્શન ડે પર સૌથી મોટી ટ્રેડ, બે વખતનો પર્પલ કેપ વિનર ગુજરાત ટાઇટન્સમાં જોડાયો

પોતાની જાહેરાતમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જણાવ્યું છે કે ધોની આ ભૂમિકા સાથે એક નવા અધ્યાયની શરૂઆત કરશે. તેઓ હવે ખેલાડી તરીકે નહીં, પરંતુ ટીમના મેન્ટર તરીકે સેવા આપશે.

ધોનીની ભૂમિકા બદલાશે

ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેનો સંબંધ ખરેખર વિશેષ રહ્યા છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે અનેક યાદગાર સફળતાઓ હાંસલ કરી હતી. હવે, IPL 2027ની સીઝન નજીક આવી રહી છે ત્યારે ધોનીની ભૂમિકામાં બદલાવ આવશે. તે હવે મેન્ટર તરીકે ફ્રેન્ચાઈઝી અને તેના ખેલાડીઓ સાથે જોડાયેલો રહેશે.

તેના યોગદાનને યાદ કરતા ફ્રેન્ચાઈઝીના માલિકો અને મેનેજિંગ ડિરેક્ટરે હૃદયસ્પર્શી લાગણીઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

OFFICIAL ANNOUNCEMENT 🦁💛 A once-in-a-lifetime player. A new role. A bond that lasts forever 💛 Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings! Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning. From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home. Read more : https://t.co/YKsoHYE51A #WhistlePodu

— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026

'ધોની વિના CSK શક્ય નથી...'

ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસને કહ્યું, મહેન્દ્ર સિંહ ધોની વિના CSK શક્ય નથી. અમે લગભગ બે દાયકા સુધી સાથે સફર કરી છે. જેમાં જીત, પડકારો અને જીવનના તમામ ઉતાર-ચઢાવનો સમાવેશ થાય છે. અમારા સંબંધોની મજબૂતી એ હકીકતમાં રહેલી છે કે અમે ક્યારેય એકબીજાના ઈરાદાઓ પર શંકા નથી કરી. આ વિશ્વાસને કારણે જ આ સફર શક્ય બની છે.

તેમણે 2008માં ધોનીને ચેન્નાઈ લાવવાના નિર્ણયને પણ યાદ કર્યો. શ્રીનિવાસને કહ્યું, 2008માં, મેં આગ્રહ રાખ્યો હતો કે ધોની CSKનો ભાગ હોવો જ જોઈએ. તે મારો શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક સાબિત થયો, માત્ર એટલા માટે નહીં કે તેણે ફ્રેન્ચાઈઝી માટે શું હાંસલ કર્યું, પરંતુ એટલા માટે કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે. ધોની હંમેશા અમારી ઓળખનો ભાગ રહેશે, CSK હંમેશા તેનું ઘર રહેશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News