• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /આ ટુર્નામેન્ટમાં ભુવનેશ્વર કુમાર કરશે ભારતની કેપ્ટનશીપ, કૃણાલ પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ

આ ટુર્નામેન્ટમાં ભુવનેશ્વર કુમાર કરશે ભારતની કેપ્ટનશીપ, કૃણાલ પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ

India's squad for Hong Kong Sixes : ભુવનેશ્વર કુમાર હોંગકોંગ સિક્સીસ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં બે ખેલાડીઓ સિવાય તમામ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી ચાલશે.

Written ByDilip Chaudhary
Published: Oct 05, 2026, 08:15 PM IST|Updated: Oct 05, 2026, 08:29 PM IST
joinshare
આ ટુર્નામેન્ટમાં ભુવનેશ્વર કુમાર કરશે ભારતની કેપ્ટનશીપ, કૃણાલ પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

2

જીવતા લોકોનું શ્રાદ્ધ! જાણો શા માટે આ જગ્યાએ જીવતા લોકો કરવા આવે છે પોતાનું પિંડદાન

3

આ ટુર્નામેન્ટમાં ભુવનેશ્વર કુમાર કરશે ભારતની કેપ્ટનશીપ, કૃણાલ પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ

4

સરકારી ફાયર ફાઈટર આગ માટે કે બંગલા ધોવા? માત્ર ₹2,700માં પાલિકાએ ધોઈ આપ્યો નેતાજીનો બંગલો!

5

સાવધાન! ફરી આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પહાડો પર બરફવર્ષા સાથે આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India's squad for Hong Kong Sixes : વર્ષ 2026ની 'હોંગકોંગ સિક્સીસ' શ્રેણી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાનાર છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. સાત સભ્યોની આ ટીમમાં IPLના ઘણા સ્ટાર ખેલાડીઓ ઉપરાંત ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યાનો પણ સમાવેશ થાય છે.

ભુવનેશ્વર અને કૃણાલ બંને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમે છે. આ બંનેમાંથી કોઈએ લાંબા સમયથી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. 36 વર્ષીય ભુવનેશ્વરે છેલ્લે નવેમ્બરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે 35 વર્ષીય કૃણાલે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં રમી હતી.

બે સિવાય તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડી

ભુવનેશ્વર અને કૃણાલ ઉપરાંત ટીમમાં રાહુલ તેવટિયા, નીતિશ રાણા, શશાંક સિંહ, રાહુલ ત્રિપાઠી અને ટી. નટરાજનનો સમાવેશ થાય છે. 34 વર્ષીય શશાંક અને 33 વર્ષીય તેવટિયા સિવાય અન્ય તમામ ખેલાડીઓ અગાઉ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યા છે. ભુવનેશ્વર પાસે આંતરરાષ્ટ્રીય મંચ અને IPL બંનેનો વિશાળ અનુભવ છે અને તે નવા બોલ સાથે પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે.

કૃણાલ પંડ્યા સ્પિન-બોલિંગ ઓલ-રાઉન્ડર છે જે જરૂર પડ્યે બેટિંગ દ્વારા પણ મેચ-વિનિંગ પ્રદર્શન કરી શકે છે. નીતિશ અને રાહુલ આક્રમક ટોપ-ઓર્ડર બેટ્સમેન છે, જ્યારે શશાંક અને તેવટિયા ફિનિશર છે. નટરાજન પોતાની ઝડપી બોલિંગથી વિરોધી ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

દરેક ટીમમાં છ ખેલાડીઓ

હોંગકોંગ સિક્સીસની મેચમાં દરેક ટીમમાં છ ખેલાડીઓ હોય છે. દરેક ઇનિંગમાં કુલ છ ઓવર ફેંકવામાં આવે છે. વિકેટકીપર સિવાય, બાકીના પાંચ ખેલાડીઓએ બોલિંગ કરવાની રહેશે. એક બોલર વધુમાં વધુ બે ઓવર નાખી શકે છે. ગયા વર્ષે ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી રહ્યું નહોતું. જોકે 2025માં તેમણે પાકિસ્તાનને બે રનથી હરાવ્યું હતું, પરંતુ ત્યારબાદની મેચોમાં હારને કારણે ટીમ બહાર થઈ ગઈ હતી. બીજી તરફ, પાકિસ્તાન ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે ગયા વર્ષની ફાઇનલમાં કુવૈતને હરાવીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત 'હોંગકોંગ સિક્સીસ'નું ટાઇટલ જીત્યું હતું.

હોંગકોંગ સિક્સીસ માટે ભારત કયા ગ્રુપમાં છે?

હોંગકોંગ સિક્સીસ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે. ભારતને પાકિસ્તાન અને UAEની સાથે ગ્રુપ Cમાં સ્થાન આપવામાં આવ્યું છે.

હોંગકોંગ સિક્સીસ 2026 માટે ભારતની ટીમ

ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), કૃણાલ પંડ્યા, શશાંક સિંહ, રાહુલ તેવતિયા, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી અને ટી. નટરાજન.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News