• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

Banaskantha Farmers Protest : બનાસકાંઠામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે મહાઆંદોલનનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા પહેલા મહાસભા ત્યારબાદ ત્રણ કિલોમીટર લાંબી રેલી અને અંતે રસ્તા પર ચક્કાજામ. ખેડૂતોના રોષનો સીધો સંદેશ સરકાર સુધી પહોંચાડાયો. જોકે કલેક્ટર કચેરીએ કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતો વધુ રોષે ભરાયા અને રસ્તો રોકી દીધો.

Written ByDilip Chaudhary
Published: Oct 05, 2026, 08:58 PM IST|Updated: Oct 05, 2026, 09:11 PM IST
joinshare
જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jailer 2 Trailer Review: રજનીકાંતનો સ્વેગ, મોહનલાલ-ઋતિક રોશનના કેમિયોએ મચાવી ધૂમ, જેલર 2નું ટ્રેલર રિલીઝ

Jailer 2 Trailer Review: રજનીકાંતનો સ્વેગ, મોહનલાલ-ઋતિક રોશનના કેમિયોએ મચાવી ધૂમ, જેલર 2નું ટ્રેલર રિલીઝ

2

લંડનથી શિકાગો જઈ રહેલું વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું, ઇન-ફ્લાઇટ ઈમરજન્સી જાહેર

3

જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

4

જીવતા લોકોનું શ્રાદ્ધ! જાણો શા માટે આ જગ્યાએ જીવતા લોકો કરવા આવે છે પોતાનું પિંડદાન

5

આ ટુર્નામેન્ટમાં ભુવનેશ્વર કુમાર કરશે ભારતની કેપ્ટનશીપ, કૃણાલ પંડ્યાનો પણ ટીમમાં સમાવેશ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દર્શલ રાવલ : બનાસકાંઠાના પાલનપુરમાં એક તરફ ખેડૂતોની મહાસભા, બીજી તરફ હાથમાં બેનરો સાથે રેલી અને બાદમાં રસ્તા પર ચક્કાજામ. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે બનાસકાંઠાના હજારો ખેડૂતો આજે પાલનપુરમાં એકઠા થયા હતા.

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ યોજાયેલી મહાસભામાં ખેડૂતોની 15થી વધુ માંગણીઓ રજૂ કરવામાં આવી. બટાકાના પાકમાં સબસિડી, પાક ધિરાણ માફી, પાંચ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની માંગ, ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરવાની માંગ અને સાંજે 7થી 9 વાગ્યા સુધી ખેતરોમાં વીજળી બંધ રહેતી હોવાની ફરિયાદ સાથે ખેડૂતોએ રેલી યોજી હતી.

શું છે ખેડૂતોની માગ?

  • બટાકાના પાકમાં સબસિડી
  • પાક ધિરાણ માફી
  • 5 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજે
  • ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરવી
  • સાંજે 7થી 9 વાગ્યા સુધી વીજળી ચાલુ રાખવા માગ
  • બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે
  • જમીન સંપાદનમાં બજાર ભાવ પ્રમાણે વળતર

મહાસભા બાદ ખેડૂતો ત્રણ કિલોમીટર સુધી પગપાળા રેલીમાં જોડાયા. સૂત્રોચ્ચાર કરતા ખેડૂતો જોડનાપુરથી પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા. ખેડૂતોની માગ હતી કે બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે સાથે જ ખેતરોમાં જમીન સંપાદન થાય ત્યારે બજાર ભાવ પ્રમાણે વળતર આપવામાં આવે.

ખેડૂતોએ કર્યો ચક્કાજામ

કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ કલેક્ટર હાજર ન હોવાનું સામે આવતા ખેડૂતોનો પારો ચઢ્યો. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા ખેડૂતો રાહ જોતા રહ્યા અને આખરે રસ્તા પર જ બેસીને ચક્કાજામ કરી દીધો.

ખેડૂતોના ચક્કાજામના કારણે પાલનપુર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ. લગભગ પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર, બસો અને ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા. જેના કારણે નોકરી-ધંધા માટે નીકળેલા લોકો, સ્થાનિકો અને દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.

ખેડૂતોના આક્રોશ બાદ તંત્ર દોડતું થયું

ખેડૂતોના આક્રોશ બાદ તંત્ર દોડતું થયું. કલેક્ટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ખેડૂતોનું આવેદનપત્ર સ્વીકાર્યું. આંદોલનકારી ખેડૂતો હાલ આવેદનપત્ર આપીને પરત ફર્યા છે. પરંતુ ખેડૂતોનો માગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

છેલ્લા છ મહિનાથી સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ છે. હવે સવાલ એ છે કે ખેડૂતોની આ 15થી વધુ માંગણીઓનો ઉકેલ ક્યારે આવશે? કારણ કે આજે પાલનપુરના રસ્તા પર ઉતરેલા ખેડૂતોનો આ આક્રોશ સરકાર માટે ચેતવણી સમાન છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News