• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /લંડનથી શિકાગો જઈ રહેલું વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું, ઇન-ફ્લાઇટ ઈમરજન્સી જાહેર

લંડનથી શિકાગો જઈ રહેલું વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું, ઇન-ફ્લાઇટ ઈમરજન્સી જાહેર

British Airways : લંડનથી યુએસએના શિકાગો જઈ રહેલી બ્રિટિશ એરવેઝની ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઇટ (BA295)ને ઉડાન દરમિયાન એક મોટી તકનીકી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિમાન જ્યારે આઇરિશ હવાઈ ક્ષેત્ર પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અચાનક તકનીકી ખામી સર્જાતા ક્રૂએ 'ઇન-ફ્લાઇટ ઇમરજન્સી' જાહેર કરી હતી.

Written ByDilip Chaudhary
Published: Oct 05, 2026, 09:29 PM IST|Updated: Oct 05, 2026, 09:31 PM IST
joinshare
લંડનથી શિકાગો જઈ રહેલું વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું, ઇન-ફ્લાઇટ ઈમરજન્સી જાહેર

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હાઇ-ટેક હશે અરિજિત સિંહનો ઈન્ડિયા ટૂર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં કરશે કોન્સર્ટ, જાણો ક્યાથી મળશે ટિકિટ

હાઇ-ટેક હશે અરિજિત સિંહનો ઈન્ડિયા ટૂર, અમદાવાદ સહિત અનેક શહેરોમાં કરશે કોન્સર્ટ, જાણો ક્યાથી મળશે ટિકિટ

2

Jailer 2 Trailer Review: રજનીકાંતનો સ્વેગ, મોહનલાલ-ઋતિક રોશનના કેમિયોએ મચાવી ધૂમ, જેલર 2નું ટ્રેલર રિલીઝ

3

લંડનથી શિકાગો જઈ રહેલું વિમાન અચાનક 28,000 ફૂટ નીચે આવી ગયું, ઇન-ફ્લાઇટ ઈમરજન્સી જાહેર

4

જગતના તાતના પ્રશ્નો કાગળ પર જ! બનાસકાંઠામાં રસ્તા પર ઉતર્યા હજારો ખેડૂતો, ક્યારે આવશે માંગણીઓનો ઉકેલ?

5

જીવતા લોકોનું શ્રાદ્ધ! જાણો શા માટે આ જગ્યાએ જીવતા લોકો કરવા આવે છે પોતાનું પિંડદાન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

British Airways : લંડનથી શિકાગો જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં હવામાં જ ઇમરજન્સી જાહેર થતાં અફરાતફરી મચી ગઈ હતી. એટલાન્ટિક મહાસાગર પરની આ મુસાફરીના લગભગ એક કલાક બાદ જ્યારે વિમાન આયર્લેન્ડ ઉપર 37000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, ત્યારે તે અચાનક 9000 ફૂટ નીચે ઉતરી ગયું હતું. આ ઘટના અચાનક સર્જાયેલી તકનીકી ખામીને કારણે બની હતી.

આ દરમિયાન ફ્લાઇટ BA295ના પાઇલટોએ તરત જ રેડિયો દ્વારા '7700 સ્ક્વોક કોડ' જાહેર કર્યો. આ ચોક્કસ કોડ સંકેત આપે છે કે વિમાન કોઈ મોટી સમસ્યા અથવા ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે અને તેને એર ટ્રાફિક કંટ્રોલ પાસેથી તાત્કાલિક મદદની જરૂર છે. કોડ જારી થતાંની સાથે જ એર ટ્રાફિક કંટ્રોલર્સ હાઈ એલર્ટ પર આવી ગયા અને વિમાનના સુરક્ષિત ઉતરાણ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.

ખામીનું કારણ જાણી શકાયું નથી

વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ફ્લાઇટનો રસ્તો બદલવામાં આવ્યો હતો. આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા અને ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર ચર્ચાનો વિષય બન્યા હતા. સત્તાવાળાઓ હાલમાં વિમાનને નજીકના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યારે ખામીના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

 

#BA295 from London to Chicago squawking 7700 and descended down to 9000 feet above Ireland. https://t.co/KTkShOpJUh https://t.co/McVLR7XzEA

— Flightradar24 (@flightradar24) October 5, 2026

 

વિમાન મિનિટોમાં 37000 ફૂટથી 9000 ફૂટ પર આવી ગયું

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA295 આજે સવારે 11:50 વાગ્યે લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ 5થી શિકાગોના ઓ'હેર ઇન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે રવાના થઈ હતી. આ 8 કલાક અને 40 મિનિટની નિર્ધારિત ફ્લાઇટ હતી. ટેક-ઓફના લગભગ એક કલાક પછી જ્યારે વિમાન 37000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું, ત્યારે તેમાં અચાનક તકનીકી ખામી સર્જાઈ હતી. એર ટ્રાફિક ટ્રેકિંગ ડેટા સૂચવે છે કે લાંબા અંતરના ટ્વિન-જેટ વિમાને ઝડપથી નીચે ઉતરવાનું શરૂ કર્યું અને માત્ર થોડી મિનિટોમાં 28000 ફૂટ નીચે ઉતરીને 9000 ફૂટે પહોંચી ગયું હતું.

Add Zee News as a Preferred Source
TAGS:
World News