BCCI Chief Selector : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે અને ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને નવા ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તે અજીત અગરકરનું સ્થાન લેશે. ઉમેદવારોમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર હોવાને કારણે તેમની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને પ્રજ્ઞાન ઓઝાને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્યો અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેએ પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. BCCI મુખ્યાલય ખાતે અરજદારોની ચકાસણી અને ઇન્ટરવ્યુ લીધા બાદ સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ભૂતપૂર્વ ક્રિકેટર રમેશ પોવારને પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. બોર્ડે વિદાય લઈ રહેલા અધ્યક્ષ અજીત આગરકરના કાર્યકાળની ખૂબ પ્રશંસા કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ત્રણ ICC ટ્રોફી, બે એશિયા કપ ટાઇટલ અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે પ્રજ્ઞાન ઓઝા નવી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપશે.
પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, રમેશ પોવારે ભારત માટે 2 ટેસ્ટ મેચ અને 31 વન-ડે મેચ રમી હતી. રમતમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કોચિંગ ક્ષેત્રે સારી એવી નામના મેળવી છે.
🚨 Announcement 🚨 Mr Ramesh Powar @imrameshpowar appointed to Men’s Selection Committee. Based on seniority (most Tests), Mr Pragyan Ojha @pragyanojha will chair the Committee. BCCI appreciates Mr Ajit Agarkar @imAagarkar for his commitment, conviction and contribution during his tenure as Chairman of the Committee. Details ▶️ https://t.co/z0jcyPWkr0 #TeamIndia
— BCCI (@BCCI) October 19, 2026
તેમણે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપી છે અને મુંબઈ તથા ગુજરાતની સ્થાનિક ટીમોને પણ કોચિંગ આપ્યું છે. આ ઉપરાંત, તેમણે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ કોચ તરીકે પણ કામ કર્યું છે. મહિલા ટીમના કોચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતને એશિયા કપ ટાઇટલ અને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.