• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /IPL 2027 માં રમતા જોવા મળશે બાંગ્લાદેશી ક્રિકેટરો, 7 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

IPL 2027 માં રમતા જોવા મળશે બાંગ્લાદેશી ક્રિકેટરો, 7 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

પાછવા વર્ષે બાંગ્લાદેશી ખેલાડીઓને લઈને આઈપીએલમાં ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ કોલકત્તા નાઇટ રાઇડર્સે ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનને હટાવી દીધો હતો. હવે આગામી આઈપીએલ સિઝનમાં બાંગ્લાદેશી ખેલાડીઓ વાપસી કરી શકે છે.

Written ByGokani Dhaval
Published: Nov 12, 2026, 08:36 AM IST|Updated: Nov 12, 2026, 08:38 AM IST
joinshare
IPL 2027 માં રમતા જોવા મળશે બાંગ્લાદેશી ક્રિકેટરો, 7 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

IPL 2027: આગામી 16 ડિસેમ્બરે યોજાનાર આઈપીએલ ઓક્શનને લઈને અત્યારથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખેલાડીઓના રિટેન્શનની ડેડલાઈન નજીક આવી રહી છે. આ વચ્ચે ઘણી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓના ટ્રેડ ચાલી રહ્યાં છે. તેવામાં એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. આઈપીએલ 2027મા બાંગ્લાદેશના ખેલાડીઓ પણ સામેલ થશે. BCCIએ તેની એન્ટ્રીનો માર્ગ મોકળો કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આશરે સાત બાંગ્લાદેશી ખેલાડીઓએ હરાજી માટે નોંધણી કરાવી છે.

બાંગ્લાદેશી ખેલાડીઓની આઈપીએલમાં એન્ટ્રી

આઈપીએલની દરેક નવી સિઝન પહેલા મિની ઓક્શનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગોવામાં 16 ડિસેમ્બરે ઓક્શન યોજાવાનું છે. તેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશના ખેલાડીઓએ હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં સૌથી મોટું નામ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનનું છે. પાછલા વર્ષે મુસ્તફિઝુરને કોલકત્તાએ બહાર કરી દીધો હતો. ત્યારબાદ ખુબ વિવાદ થયો હતો. ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા પંજાબમાં ગયો, હવે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ સંભાળશે? 

શું હતો વિવાદ?

પાછલા વર્ષે કોલકત્તા નાઇટ રાઇડર્સે મુસ્તફિઝુર રહમાનને 9.20 કરોડમાં ખરીદ્યો હતો. તે આઈપીએલમાં સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. આ વચ્ચે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અસર આઈપીએલ પર પડી હતી. મુસ્તફિઝુરનો ખુબ વિરોધ થયો હતો. અનેક લોકો અને સંગઠનોએ તેને આઈપીએલમાંથી હટાવવાની માગ કરી હતી. અંતમાં BCCIના આદેશ પર કોલકત્તાએ તેને રિલીઝ કરી દીધો હતો. ત્યારબાદ આ વિવાદ વધી ગયો હતો. બાંગ્લાદેશે સુરક્ષાના કારણોનો હવાલો આપતા ભારતમાં ટી20 વિશ્વકપ રમવાનો ઇનકાર કરી દીધો હતો.

🚨 BANGLADESH PLAYERS REGISTERED FOR IPL 2027 AUCTION. [Sports Today] Mustafizur Rahman, Nahid Rana, Rishad Hossain, Hasan Mahmud, Towhid Hridoy, Taskin Ahmed & Shoriful Islam. https://t.co/2pWMtiyO0W

— Johns. (@CricCrazyJohns) November 11, 2026

શહરયાર નફીસે આપી જાણકારી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ અધિકારી શહરયાર નફીસે આઈપીએલ રજીસ્ટ્રેશનને લઈને મોટી જાણકારી આપી છે. તેણે કહ્યુ કે મુસ્તફિઝુર સિવાય નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હ્રદૌય, તસ્કીન અહમદ અને શોરિફુલ ઇસ્લામે પણ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નફીસે કહ્યુ કે આ એક સાધારણ પ્રક્રિયા છે અને બીસીસીઆઈએ તમામ ક્રિકેટ બોર્ડ પાસે ખેલાડીઓના નામ માગ્યા છે, જે આગામી ઓક્શનમાં સામેલ થવા ઈચ્છે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News