• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /હાર્દિક પંડ્યા પંજાબમાં ગયો, હવે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ સંભાળશે? ફ્રેન્ચાઈઝીએ આપ્યું મોટું અપડેટ

હાર્દિક પંડ્યા પંજાબમાં ગયો, હવે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ સંભાળશે? ફ્રેન્ચાઈઝીએ આપ્યું મોટું અપડેટ

ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે હાર્દિક પંડ્યા બાદ રોહિત શર્મા ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે. પરંતુ ફ્રેન્ચાઇઝીએ કહ્યુ કે તે કેપ્ટનશીપને લઈને ગંભીરતાથી વિચાર કરશે.

Written ByGokani Dhaval
Published: Nov 11, 2026, 07:26 PM IST|Updated: Nov 11, 2026, 07:28 PM IST
joinshare
હાર્દિક પંડ્યા પંજાબમાં ગયો, હવે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ સંભાળશે? ફ્રેન્ચાઈઝીએ આપ્યું મોટું અપડેટ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે કહ્યુ કે તે 2027 ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન માટે નવો કેપ્ટન પસંદ કરવામાં ઉતાવળ કરશે નહીં. બુધવારે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યાને પંજાબ સાથે ટ્રેડ કર્યો છે. આ ટ્રેડમાં અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થયો છે. હાર્દિક ટીમનો કેપ્ટન હતો. ફ્રેન્ચાઇઝીએ 2024મા રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. જોકે ક્રિકેટ જગતમાં ચર્ચા છે કે રોહિત ફરી મુંબઈની કમાન સંભાળી શકે છે. આ સિવાય તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ તથા જસપ્રીત બુમરાહ પણ આ રેસમાં છે. તો મુંબઈએ સ્પષ્ટ કર્યું છે કે તે નિર્ણય લેવામાં ઉતાવળ કરશે નહીં.

મુંબઈ ઈન્ડિયન્સનું નિવેદન

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું, 'ફ્રેન્ચાઇઝી આગામી સિઝનની તૈયારીમાં લાગી છે અને કેપ્ટનશીપના વિકલ્પની ગંભીરતાથી વિચાર કરી રહી છે. ટીમના કેપ્ટનને લઈને યોગ્ય સમય પર સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.'

આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે 11 નેવમ્બરની રિટેન્શન ડેડલાઈન અને 16 ડિસેમ્બરે ગોવામાં યોજાનાર મિની ઓક્શન પહેલા કેપ્ટનશિપનો મુદ્દો મુંબઈ ઈન્ડિયન્સની રણનીતિનો મહત્વનો હિસ્સો છે. તેવામાં ટીમના નેતૃત્વને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં મુંબઈનો ડ્રેસિંગ રૂમ હાર્દિક પંડ્યાના સેટઅપથી અલગ જોવા મળી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ સાથે હાર્દિક પંડ્યાની બીજી ઈનિંગનો અંત

હાર્દિકનું બહાર જવું મુંબઈ ઈન્ડિયન્સની સાથે એક લાંબા અને ઘટનાપૂર્ણ સંબંધના અંતનું પ્રતીક છે. તે પ્રથમવાર 2015મા એક યુવા ખેલાડીના રૂપમાં MIમાં પહોંચ્યો અને રમતના સૌથી નાના ફોર્મેટમાં દુનિયાનો ટોપ ઓલરાઉન્ડરમાંથી એક બની ગયો. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચાર ટ્રોફી જીતી ચૂક્યો છે. ત્યારબાદ તે 2022મા ગુજરાત ટાઈટન્સમાં આવ્યો અને 2024મા ફરી મુંબઈમાં જોડાયો હતો.

આ પણ વાંચોઃ ક્યાંક મુંબઈ ઈન્ડિયન્સ જેવી ભૂલ ના કરે પંજાબ કિંગ્સ, હાર્દિક પંડ્યાની એન્ટ્રીથી શ્રેયસ ઐયરને કેમ ખતરો?

હાર્દિકના પગારમાં પણ વધારો

પંજાબ કિંગ્સમાં સામેલ થયા બાદ હાર્દિકનો પગાર પણ વધ્યો છે. તેની ફી એમઆઈમાં 16.35 કરોડ હતી, જ્યારે પંજાબમાં તેને 18 કરોડ રૂપિયા મળશે. અર્શદીપ પોતાની વર્તમાન ફી 18 કરોડ રૂપિયા પર આગળ વધી રહ્યો છે. 162 આઈપીએલ મેચમાં પંડ્યાએ 2955 રન બનાવ્યા છે અને 82 વિકેટ લીધી છે.

અર્શદીપે પંજાબ સાથે કરી હતી કરિયરની શરૂઆત

અર્શદીપ સિંહે 2019મા પંજાબ કિંગ્સની સાથે પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. આ યુવા ફાસ્ટ બોલરે પંજાબ માટે 96 મેચમાં 111 વિકેટ લીધી છે. 2025ની સિઝનમાં તેણે 21 વિકેટ અને 2026મા 14 વિકેટ લીધી હતી. અર્શદીપના નામે પુરૂષોના ટી20ઈ માં એક ભારતીય દ્વારા સર્વાધિક વિકેટ લેવાનો રેકોર્ડ પણ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News